________________
કળશ-૧૮૧
૪૪૩
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ અને રાગ વિકારસ્વરૂપ, બેની વચ્ચે સાંધ છે. જે ઠેકાણે, જે સ્થાનમાં સાંધ છે ત્યાં પ્રજ્ઞાછીણીને મારે છે, એમ કહે છે. આ..હા..! અર્થાત્ જે ઠેકાણે રાગ છે તે જ ઠેકાણે જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય છે. પણ એમાં એ સ્થાને જ્ઞાનની પર્યાયને રાગમાં ન જોડતાં સ્વભાવમાં જોડે છે. એ જ્ઞાન અત્યંત તીક્ષ્ણ, સૂક્ષ્મ છે. આહા..હા..! આવો માર્ગ છે.
જીવ અને કર્મ, કર્મ શબ્દ અહીં રાગાદિ લેવા). જે અંદરમાં...” બેમાં વચ્ચે સાંધ છે. કહ્યું હતું ને કાલે ? લાખો મણના મોટા પથરા હોય છે (એમાં) વચમાં રગ હોય છે, રગ. ઝીણી રગ હોય છે. કોઈ ધોળી હોય, કોઈ પીળી હોય એવી ઝીણી રગ હોય છે. એમ ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ધ્રુવ અને રાગ વિકારભાવ, બેની વચ્ચે એકતા નથી, બેની વચ્ચે સાંધ છે. આહા..હા...! હવે આવું હજી સાંભળવા મળે નહિ ઈ સમજે કયારે ?
એ બેની સાંધ છે ત્યાં સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનની પર્યાયને ત્યાંથી આમ પાછી વાળે છે. તે જ સ્થાનમાંથી પાછી વાળે છે. એ જ્ઞાન રાગ તરફ વળેલું હતું (તેને) પહેલા ભિન્ન તો પાડ્યું છે. હવે ફરીને એ રાગ અને સ્વભાવ વચ્ચે જ્ઞાનની અત્યંત સૂક્ષ્મતાને લઈને અંદરમાં ભિન્ન પાડે છે. આહા..હા..! કહો, આ ક્રિયા નથી ? પણ એ ક્રિયા હાથ ન આવે એટલે પછી બહારની ક્રિયામાં વળગી ગયા. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને અપવાસ ને એ બધી ક્રિયા જાણે ધર્મ હોય !
અહીં તો કહે છે કે, એ બધી ક્રિયાઓ રાગ છે અને આત્માનો સ્વભાવ, એ બે વચ્ચે સાંધ છે – તડ છે. આહા..હા...! એને સમ્યફજ્ઞાનની પર્યાય જે ઠેકાણે રાગ અને સ્વભાવની સાંધ છે ત્યાં જ્ઞાનની પર્યાયને પાછી વાળે છે. આહા...હા...! બહુ વાત ઝીણી !
“સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષણ છે તોપણ....' સાંધમાં કામ કરે તો એ કામ થઈ શકે. જે ઠેકાણે રાગ અને સ્વભાવ, બે વચ્ચે તડ છે – સાંધ છે – સંધિ છે, નિઃસંધિ નથી, રાગ અને સ્વભાવ બે એક થયા નથી... આહા...હા...! એ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ.... અંદરમાં સંધિ (કહ્યું). તેમાં પ્રવેશ કરતાં. તેમાં જ્ઞાનની પર્યાયને રાગ અને સ્વભાવમાં સાંધ છે તેમાં પ્રવેશ કરતાં પ્રથમ તો બુદ્ધિગોચર છેદીને બે કરે. હજી તો પહેલું (આ કરે છે, કેવળજ્ઞાન પામવાની વાત પછી કરશે.
પ્રથમ તો બુદ્ધિગમ્ય રીતે છેદ કરે). રાગ અને આત્માનો જ્ઞાનસ્વભાવ, એ બે વચ્ચે સંધિ છે ત્યાં બુદ્ધિગમ્ય દ્વારા બેને છેદ કરે. બુદ્ધિગોચર – બુદ્ધિગમ્ય ! અબુદ્ધિગમ્ય ભલે રહે. બુદ્ધિથી તો એને ભિન્ન પાડે. આહા..હા..! આવો માર્ગ છે !
પ્રથમ તો બુદ્ધિગમ્ય એટલે ખ્યાલમાં આવે એ રીતે. રાગ અને સ્વભાવ ખ્યાલમાં આવે એ રીતે બને છે. આહા..હા..! જ્ઞાનસ્વભાવ એ તો કાયમી ત્રિકાળી સ્વભાવ છે. રાગભાવ ક્ષણિક વિકૃત સ્વભાવ છે). બે વચ્ચે એકતા છે નહિ, ભિન્ન છે. એ ઠેકાણે જ્ઞાનને બુદ્ધિગમ્યથી (એટલે કે) આ જ્ઞાન આમ વાળે છે ઈ બુદ્ધિથી વાળે છે. સમજાણું કાંઈ ? આવું ઝીણું