________________
૪૪૨
કલશામૃત ભાગ-૫
તીખી (છે), જેમ લોઢાની છીણી ઝીણી, તીખી લાકડાના બે કટકા કરે... આ... હા..હા....! એમ પ્રજ્ઞાછીણી આત્માને અને રાગને જુદા કરી નાખે છે. આહા..હા...! આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન ! આનું નામ ધર્મની શરૂઆત ! આહા..હા...!
અંદર એટલી વાત કરી કે, શિતા” કેમ કીધું ? કે, એક તો ક્ષયોપશમ છે અને ભ્રમણાનો નાશ થયો છે. એમ. એથી તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પેસવાને અત્યંત સમર્થ છે.’ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે તેને ટકવાને, ઠરવાને સમર્થ છે. આમ જે રાગમાં ઠરી હતી એ પરચીજ હતી અને આ તો પોતાની ચીજ છે એમાં ઠરવાને પ્રજ્ઞાછીણી સમર્થ છે કે પછી બે કટકા થઈ શકે નહિ. વિશેષ કહેશું... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૨, શુક્રવાર તા. ૦૬-૦૧-૧૯૭૮. કળશ-૧૮૧, પ્રવચન-૧૯૫
‘કળશટીકા’ ૧૮૧ (કળશ) છે ને ? ભાવાર્થ, આ બાજુ નીચે ભાવાર્થ છે ને ? ભાવાર્થ આમ છે કે – જેવી રીતે,...' એનો દૃષ્ટાંત આપે છે. જેવી રીતે, જોકે ઊંચા લોઢાની છીણી અતિ તીક્ષ્ણ હોય છે...' એક તો લોઢું, એમાં ઊંચું અને એમાં અતિ તીક્ષ્ણ. ત્રણ બોલ મૂક્યા છે. ઊંચા લોઢાની છીણી...’ છે ને ? અતિ તીક્ષ્ણ હોય છે...’ એક તો ઊંચું લોઢું, એની છીણી અતિ તીક્ષ્ણ પાછી. તોપણ સંધિ વિચારીને...’ કહે છે, ભલે એવી તીક્ષ્ણ હોય પણ જ્યાં સાંધ હોય ત્યાં ઈ મારે તો કટકા થાય. જેમાં સંધિ હોય ત્યાં મારે તો કટકા થાય. એમ વિચારીને દેવાથી મારવાથી) છેદીને બે કરે છે;...' લોઢાની છીણી (બે કટકા કરે છે). આહા..હા...!
‘તેવી રીતે....’ હવે એ દૃષ્ટાંતનો સિદ્ધાંત (કહે છે). જોકે સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન... અહીંયાં સાધકજીવની વાત લીધી છે ને ? જેને રાગના ભાવથી ભિન્ન સ્વભાવભાવ, નિત્ય સ્વભાવભાવ રાગના ભાવથી ભિન્ન જાણ્યો છે. રાગ એટલે વિકાર અને સ્વભાવ એટલે નિર્દોષ આનંદનો પિંડ, એવું ચૈતન્યતત્ત્વ. એ ચૈતન્યતત્ત્વ અને રાગ પુણ્ય આસ્રવતત્ત્વ. બેને જેણે અંદ૨ ભિન્ન જાણ્યા છે... આહા..હા...! એ સમ્યગ્દષ્ટિ (છે).
એ ‘સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અત્યંત તીક્ષ્ણ છે...’ જેમ પેલી છીણી તીક્ષ્ણ કીધી હતી ને ? એમ જ્ઞાન સૂક્ષ્મ છે, તીક્ષ્ણ છે ‘તોપણ...' કોઈપણ દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ હો પણ એ રાગથી ચૈતન્ય નિત્ય સ્વભાવ ધ્રુવ જેણે જુદો જાણ્યો છે એવો સમ્યગ્દષ્ટિ જીવનું જ્ઞાન અતિ તીક્ષ્ણ છે તોપણ જીવ-કર્મની છે જે અંદરમાં સંધિ,...' આહા..હા...! અંદરમાં