________________
કલામૃત ભાગ-૫
ભલે ઉપયોગ અસંખ્ય સમયનો છે પણ ખ્યાલમાં આવી શકે એવી રીતે રાગને – શુભરાગને અને આત્માને ભિન્ન પાડ. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય. અહીં તો સીધું સમ્યગ્દષ્ટિનું જ્ઞાન લીધું. પણ સમ્યગ્દર્શન પામવાની પણ આ જ રીત છે. સમ્યગ્દર્શન પામવામાં પણ પહેલી આ રીત છે. પણ અહીં સમ્યક્દષ્ટનું જ્ઞાન તીક્ષ્ણ છે એમ કરીને બુદ્ધિગમ્ય છે તેમ તે છેદે છે, એમ કહ્યું. સમજાણું કાંઈ ? આહા...હા...!
મુમુક્ષુ :– ભેદજ્ઞાન પહેલાં પ્રજ્ઞા પ્રવીણ હોય છે.
ઉત્તર :- તેથી ત્યાંથી લીધું. સમ્યક્દષ્ટિનું લીધું છે. છતાં પહેલું આ રીતે જ હોય છે. આ..હા..હા...!
૪૪૮
ધર્મની પહેલી સીઢી, મોક્ષમહેલની પહેલી સીઢી ! જાવું છે તો મોક્ષના મહેલમાં, મહેલમાં જાવું છે, પણ (એના) દાદરાની પહેલી સીઢી (આ છે). આહા..હા...! આ સૂક્ષ્મ પણ બુદ્ધિગમ્યપણે (છેદ કરે છે). આહા..હા...! આ જાણનાર આનંદ છે અને આ રાગ છે તે એની સાથે એક નથી. એમ પહેલું બુદ્ધિગમ્ય છેદી સમ્યગ્દર્શન થયું પછી પણ બુદ્ધિગમ્યથી તેને જુદો પાડતો જાય. હજી બાકી છે ને એટલે. એમ પાડતાં પાડતાં... બુદ્ધિગમ્ય (રીતે જુદા) પાડતાં પાડતાં છેવટે સાક્ષાત્ થઈ જાય છે એમ કહે છે. છે ને ? સાક્ષાત્ છેદીને...’ આહા..હા..! અંદરમાં રાગ અને આત્માનો સ્વભાવ સાક્ષાત્ જુદા પડી જાય છે. ત્યારે તેને કેવળજ્ઞાન થાય છે. આહા..હા...! ગજબ વાત કરી છે, બાપા ! આ..હા...!
મુમુક્ષુ :- એટલામાં...
ઉત્તર :– બધું આવી ગયું. ગુણસ્થાન ઉપડી ગયું, તેરમું થઈ ગયું. સાક્ષાત્ જુદા પડી ગયા ત્યાં તેરમું (ગુણસ્થાન) થઈ ગયું. બુદ્ધિપૂર્વક હતું ત્યાં સુધી ચોથુ, પાંચમું, છઠ્ઠું હતું. આહા..હા...! સમજાણું કાંઈ ?
આ તો ભગવત કથા છે. અન્યમતિમાં ભાગવત કહે છે. આ તો સાચી ભાગવત કથા છે. ભગવંત સ્વરૂપ ત્રિલોકનાથ તીર્થંકરદેવ અનંત કેવળીઓ એણે આ વિધિ અને રીત બતાવી છે. આહા..હા....! ત્રણલોકના નાથ તીર્થંકરો અનંત થઈ ગયા, વર્તમાન બિરાજે છે (અને) અનંત થશે, એ પરમાત્મા આ વિધિ બતાવે છે. ભાઈ ! તારે શિરો કરવો હોય.. ક્યા કહતે હૈં ? હલવા ! તો લોટમાં ઘીને શેકી નાખ, લોટને ઘીમાં શેક પછી ગોળનું પાણી નાખ. એમ પહેલો ભિન્ન પાડવાનો પુરુષાર્થ કર પછી સ્થિરતાનો પુરુષાર્થ કર. આહા.....! અરે......! આહા..હા...! ૫૨મ અમૃતસ્વરૂપ ભગવાન રાગમાં રોકાઈ ગયો. છે જુદો છતાં રોકાઈ ગયો, એમ કહે છે.
પ્રશ્ન :- આ છેદવાની ક્રિયા સાતમે ગુણસ્થાનથી ચાલુ થાય ?
સમાધાન :– હા, સૂક્ષ્મપણે સાતમાથી થાય. તદ્દન સૂક્ષ્મ પછી બારમે (ગુણસ્થાને) થઈ જાય. અહીં તો ચાર ઘાતિનો નાશ કીધો ને ? આહા..હા..! એમાં – સાતથી બારમાં તો