________________
કળશ-૧૮૧
४४७ એ અનંત વીર્યમાંથી વીર્યની ફુરણા બુદ્ધિગમ્ય જેટલી કરીને આહા...હા...! ચાહે તો વ્રતનો, તપનો, દયા, દાનનો (રાગ) હોય (એ) રાગ – વિકલ્પ છે. આહા..! આ આકરું પડે છે, લોકોને આ આકરું પડે છે. આ રીતે સંપ્રદાયમાં મનાઈ ગયું છે. હવે એનાથી આ વાત બીજી નીકળી. એટલે લોકો એમ કહે છે. આહા..હા..! પ્રભુ ! તારા હિતની વાત છે ને ! ઝીણી પડે પણ એને હા પાડ તો ખરો કે, માર્ગ તો આ છે. સમજાણું કાંઈ ?
બહુ ટૂંકું કહ્યું. આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ (છે) એને પુણ્ય-પાપનો ભાવ - રાગ જે વિકાર છે, અહીં તો ખરો તો છેલ્લો તો પુણ્યનો જ ભાવ છે, એ પુણ્યના ભાવના રાગને, તને તે કાળે ભલે આકુળતા છે એવો ખ્યાલ ન આવે પણ આ બાજુ ઢળેલ દશા છે અને આ બાજુ ચૈતન્યસ્વરૂપ છે, એ બે વચ્ચે બુદ્ધિપૂર્વક તો ભિન્ન પાડ. આહા...હા...! ત્યાં ભવનો છેદ થાય છે. સમજાણું કાંઈ ? આહા...હા...! દયા, દાન, વ્રત, ભક્તિ , તપના પરિણામ એ તો રાગ છે. એ કંઈ ધર્મ નથી અને એ રાગ આત્માના સ્વભાવ સાથે કોઈ દિ એક થયો નથી. આ..હા...હા..હા...! તો તને ખ્યાલમાં આવે એ પ્રકારે તો છેદ, જુદા પાડ. આહા..હા..! પછી.. સીધું આમ લીધું છે.
પછી સકળ કર્મનો ક્ષય થવાથી સાક્ષાત્ છેદીને..” મૂળ તો વાત ઈ (છે) કે, પછી સૂક્ષ્મ રીતે સ્વભાવ તરફ ઢળીને સર્વથા રાગનો ભાવ જુદો પડી જાય છે, ત્યારે ચાર કર્મનો નાશ થઈ જાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો માર્ગ ! આહા..હા..! પછી સકળ કર્મનો ક્ષય થવાથી.” એ તો પહેલો શબ્દ મૂક્યો. પણ “સાક્ષાત્ છેદીને...” એમ લેવું. પેલામાં બુદ્ધિપૂર્વક છેદીને હતું, ભાઈ ! પ્રથમ બુદ્ધિપૂર્વક છેદીને એમ હતું. પ્રથમ ખ્યાલમાં આવે એ રીતે રાગને અને આત્માને ભિન્ન પાડીને. હવે એને ઠેકાણે “સાક્ષાત્ શબ્દ વાપર્યો. ભલે પહેલો ‘કર્મ' શબ્દ વાપર્યો છે. પણ પહેલા બુદ્ધિપૂર્વક હતું, હવે સાક્ષાત્ છેદીને એમ કહે છે). આહાહા..! બિલકુલ ભગવાન આનંદનો નાથ પરિપૂર્ણ આ બાજુ ઢળી ગયો. પોતાના આનંદના ધામમાં ઢળી ગયો, આહાહા.. જેમાં એક અંશ પણ રાગના સંબંધનો રહ્યો નહિ. પહેલું બુદ્ધિપૂર્વક છેડ્યું હતું ત્યાં હજી અસ્થિરતાનો રાગ હતો. સમજાણું કાંઈ ? આહા..હા..! અહીંયાં સાક્ષાત્ છેદીને એટલે કે બિલકુલ રાગના અંશની સાથે સ્વભાવને સંબંધ નથી. એકતા તો નથી પણ હવે સંબંધ પણ નથી. એકતા પહેલી તોડી, એકતા હતી નહિ પણ માની હતી તે એકતા તોડી. આહાહા...હવે સાક્ષાત્ છેદીને ! આહા..હા...! “રાજમલ જેવા ગૃહસ્થાશ્રમમાં કેવી ટીકા કરે છે !! આહા...હા...! મીઠી મધુરી વાત છે ! આહા...હા...!
આહા...હા...! “કળશટીકાની વીણા વાગે છે. આહા..હા..! પ્રભુ ! એકવાર સાંભળી ને, કહે છે. બે પ્રકાર કહ્યા. પહેલાં ખ્યાલમાં આવે એ રીતે અંદર જુદા પાડ. જુદા છે, પણ તે જુદા તરફ લક્ષ નથી અને પર ઉપર અનાદિનું લક્ષ છે. જુદા છે એના ઉપર તારું અનાદિનું લક્ષ છે. એથી એને ખ્યાલમાં આવે એ રીતે, બુદ્ધિગમ્ય - તને ખ્યાલમાં ગમ્ય થઈ શકે,