________________
૪૩૦
કિલશામૃત ભાગ-૫ જ્ઞાનરૂપ છીણી છે. આહા..હા..! બે કરવા માટે આ બંધનું જ્ઞાન ને આનું જ્ઞાન’ એમ અહીં તો બે પણ નથી લીધું. બે કરવાને માટે... આ..હા...હા...! અરે..! આવી વાતું શાસ્ત્રમાં પડી છે કેટલી ! હજારો વર્ષથી ! સ્વાધ્યાય કરે નહિ, ચિંતવે નહિ, અંદરમાં પોતા તરફ મનન ન કરે કે આ શું છે ? આચાર્યો બધો વારસો તો મૂકી ગયા છે ! એનો બાપ વારસો મૂકી જાય (તો) માળો તરત કૂંચી લે !
મુમુક્ષુ - તરત ઉપાડી લે.
ઉત્તર – હા, મરી જાય તો તરત લઈ લ્યો. ચાર-પાંચ ભાઈઓ હોય ને પેલો મરી જાય, કૂંચી હોય ને ? શું કહેવાય ? કડી ! કૂંચી પહેલા લઈ લે, પછી મડદું ઉપાડે. માળા ! આ બધા થયેલા, જોયેલા છે, હોં ! નામ, ઠામ, ગામ બધું આવડે છે. ઘણા વર્ષ થઈ ગયા ને અહીં તો ? આહાહા...! ડોસો મર્યો ત્યાં એની કૂંચી લઈ લ્યો. મર્યો ત્યાં એક જણ ગરીને લઈ લે ! બાપા કૂંચી મૂકી ગયા છે ને ? ક્યાં ગઈ? તો કહે, એ તો મેં લઈ લીધી. આહા..હા....!
અહીં કહે છે કે, ભગવાન સંતો આ વારસો મૂકી ગયા છે ને, પ્રભુ ! તું અને કર્મ અને બે જુદા પાડવા, પ્રજ્ઞાછીણી – આત્માનો અનુભવ તે કારણ છે, બસ ! આહા...હા...! હજી જેને નિર્ધાર – જ્ઞાનમાં નિર્ણયના ઠેકાણા નથી એને અનુભવ કયાંથી થાય ? જ્ઞાનમાં
જ હજી ઉંધાઈ છે), આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, દાન કરશું તો થાશે. એ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વનો અનુભવ થાશે. આહાહા...!
“તેમને બે-રૂપે છેદવાને માટે સ્વરૂપઅનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે.” જોયું ? અનુભવસમર્થ જ્ઞાનરૂપ છીણી છે. અનુભવસમર્થ જ્ઞાનરૂપી છીણી એમ લેવું. અનુભવસમર્થ જ્ઞાનરૂપી છીણી છે. આ...હા...હા...! “અન્ય તો બીજું કારણ થયું નથી. આ અનેકાન્ત કરે છે. પેલો કહે કે, બીજાથી – વ્યવહારથી થાય (અને) નિશ્ચયથી થાય. એ તો એકાંત છે, મિથ્યાષ્ટિ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
અન્ય તો બીજું કારણ...” અન્ય એટલે વ્યવહારના રાગની મંદતા. દયા, દાન, વ્રત ખૂબ કરે એ બીજું કારણ થયું નથી, થશે નહિ. આહાહા...હવે અત્યારે તો બધે એ જ માંડી છે – વ્રત કરો, અપવાસ કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, પૂજા કરો. શું કહેવાય આ ? દાન ક્યો. દહનપૂજા ! કર્મની દહન પૂજા ! કર્મ-દહન પૂજા કરો. અહીં તો કહે છે કે, લાખ કરોડ કર ને, એ બધો રાગ છે, લે ! એ રાગથી કોઈ દિ ત્રણકાળમાં મોક્ષનો માર્ગ નહિ થાય, લે ! આહા..હા....! જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું ! એ બધો ભાવ શુભ છે, એ કંઈ ધર્મ નથી. આહા...હા...!
અંદરમાં આનંદસ્વરૂપનો અનુભવ કરવો.. આહા..હા..! આ.હા..હા..! એ એક જ (કારણ) છે. “અન્ય તો બીજું કારણ થયું નથી.” લ્યો ! (કોઈ એમ કહે કે, બે કારણે