________________
કલશામૃત ભાગ-૫
૪૩૨
ચેતનામાત્ર – બેને ભિન્ન ક૨વાના છે. છે ?
‘તેમનો અન્તઃસંધિવાળો...' આ..હા..હા...! જોકે એકક્ષેત્રાવાહરૂપ છે...' જોયું ? એ રાગ-દ્વેષ અશુદ્ધ પરિણામને પણ એકક્ષેત્રાવગાહ કહ્યાં છે. એ ભાવસ્વભાવે કહ્યાં નથી. સમજાણું ? એક ક્ષેત્રે (હોવા છતાં) ભાવ ભિન્ન છે. ઝીણી વાત છે, વિશેષ આવશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૧, ગુરુવાર તા. ૦૫-૦૧-૧૯૭૮. કળશ-૧૮૧, પ્રવચન-૧૯૪
‘કળશટીકા’ ૧૮૧ (કળશ ચાલે છે). અહીં સુધી આવ્યું છે. પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે તે રીત કહે છે...' આવ્યું ને ? અહીં સુધી આવ્યું હતું કે, અન્ય તો બીજું કા૨ણ થયું નથી, થશે નહિ.’ ત્યાં સુધી આવ્યું હતું. એટલે શું ? કે, આત્મા આનંદસ્વરૂપનું પરિણમન અને રાગથી ભિન્ન (પરિણમન થવું) એ મોક્ષનું કારણ છે. એના સિવાય અન્ય કોઈ કારણ થયું નથી, થશે નહિ. અહીં વાત આવી છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપને રાગથી ભિન્ન પાડીને જ્ઞાનાનંદ શુદ્ધ પરિણમન (કરવું) એ એક જ મોક્ષનું કારણ છે. એ સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ નથી.
મુમુક્ષુ :– કોઈ વખત આપ અનુભવને મોક્ષનું કારણ કહો છો.
ઉત્તર ઃ- એ અનુભવને કીધું ને ? બે વાત કીધી. અનુભવ એટલે શુદ્ધ પરિણમન. ઈ તો માથે વાત થઈ ગઈ. જુઓ ! પહેલી લીટી. સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.’ માથે પહેલી લીટી છે. કાલે આવ્યું હતું, બેત્રણ વાર કહ્યું હતું. શુદ્ધ અનુભવ એટલે શુદ્ધ પરિણમન – જીવનું શુદ્ધ પરિણમન. જીવનું શુદ્ધ પરિણમન એટલે શુદ્ધ જીવનો અનુભવ. બે વાર આવી ગયું હતું. સમજાણું ? છે માથે ? ‘શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન...’ એટલે આત્મા. પહેલી લીટી. જીવના જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.’ છે ? ફરીને લીધું. અન્યથા સર્વથા પ્રકારે અનુભવ હોતો નથી; તેથી શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે.' શુદ્ધ સ્વરૂપ જે ચૈતન્ય છે, એને રાગથી ભિન્ન પાડીને) શુદ્ધ સ્વરૂપનો અનુભવ (કરવો) એ એક જ મોક્ષનું કારણ છે. અત્યારે મોટા ઝગડા છે ને ? શુભજોગ તે મોક્ષનો માર્ગ છે (એમ કહે છે). હવે, શું થાય ? એને બેઠું હોય (એમ કહે).
અહીં તો હજી એથી વિશેષ વાત ક૨શે કે, એ શુદ્ધ સ્વરૂપનું પરિણમન, એના પ્રદેશો