________________
૪૩૪
કલશામૃત ભાગ-૫
રહી જાય છે એથી એનું ક્ષેત્ર પણ બહાર છે. આહા..હા....! સમજાય છે કાંઈ ?
આત્મા અસંખ્યપ્રદેશી, એના અનંત ગુણ શુદ્ધ અને છેલ્લા અંશમાં અશુદ્ઘ રાગ-દ્વેષમોહ, છે તો એ પણ અસંખ્ય પ્રદેશે, પણ એનો છેલ્લો અંશ છે એમાં અશુદ્ધતા જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય એ ક્ષેત્ર ભિન્ન છે અને જેટલો શુદ્ધ ઉપયોગ (થયો એ અને) અંદર જ્ઞાન, આનંદ આદિ ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. આહા..હા....! આ તો ધીમેથી સમજવા જેવું છે, બાપુ ! આહા..હા...!
અહીં તો બે વસ્તુ કીધી છે, ત્યાં પણ બે વસ્તુ કીધી છે. ‘સંવર અધિકાર' ! આત્મા કાયમી ધ્રુવ શુદ્ધ ઉપયોગથી પકડાય એવો છે અને એ ટાણે અશુદ્ધ ઉપયોગ, અશુદ્ધ પરિણમનના ક્ષેત્રનો ભાગ આમ બહાર રહી જાય છે. આમ ઢળે છે એટલે એ ક્ષેત્રનો અંશ બહાર રહી જાય છે. આહા..હા...! એનો જેમ ભાવ બહાર રહી જાય છે એમ એનું ક્ષેત્ર બહાર રહી જાય છે. પોતાના શુદ્ધ જ્ઞાનઉપયોગનું ક્ષેત્ર, એ ઉપયોગ અંતરમાં વાળતાં, એના ક્ષેત્રમાં એ ઉપયોગ છે, એ અશુદ્ધ ઉપયોગના ક્ષેત્રમાં આ ક્ષેત્ર નથી. આવી વાત છે. વિશેષ (કહીએ છીએ).
અહીં બે કહ્યું ને ? એ કેવી રીતે છે ? બે કરે છે તે રીત કહે છે...’ બે કરે છે કઈ રીતે ? આત્મજ ભયસ્ય પાઠ તો આ છે ‘આત્મા ભયસ્ય’એના અર્થ બે થયા. એક આત્મા, એક બાજુ કર્મ અને એક બાજુ એ વિકારી પરિણામરૂપી ભાવકર્મ. ‘આત્મજોમય’ ભગવાનઆત્મા શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય અને અશુદ્ધ વિકારી શુભભાવ. લોકો રાડ એ નાખે છે ને ? શુભજોગ મોક્ષનો માર્ગ (છે). પ્રભુ ! એ (માર્ગ) નથી, ભાઈ ! એ ભાવ જુદો છે, એનું ક્ષેત્ર (જુદું) છે, એનું ફળ જુદું છે. આહા..હા...! શુભનું ક્ષેત્ર જુદું છે, ભાવ જુદો છે અને એનું વેદન દુઃખરૂપ છે. ભાઈ ! આવી વાત છે.
પ્રશ્ન :- અતભાવ છે ?
-
સમાધાન :- અતભાવ છે. વિકાર અને આત્મામાં અતભાવ છે. ક્ષેત્ર ભિન્ન છે, ક્ષેત્ર પણ ભિન્ન છે.
પ્રશ્ન :- ક્ષેત્ર ભિન્ન હોવાથી અત્યંત અભાવ છે ?
સમાધાન :- અભાવ છે. વસ્તુ ભિન્ન છે. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! મુમુક્ષુ :- અતદ્ભાવ કીધું છે.
ઉત્ત૨ :– એ તો ૫૨થી ભિન્ન પાડીને અતભાવ કહીને અન્ય ભાવ નથી પણ અતભાવ (છે) એટલું ત્યાં કહ્યું છે. અહીં ઈ અતભાવ કરીને એનો ભાવ જુદો અને ક્ષેત્ર જુદું એમ કહ્યું છે. આહા..હા...! વસ્તુ તો આમ છે. ધીમે ધીમે સમજવું. આહા..હા...! અહીં શું કહ્યું ? જુઓ !
પુસ્તક સામે છે ને ? આવી પ્રજ્ઞાછીણી જે રીતે છેદીને બે કરે છે...' છંદીને બે