________________
૪૨૮
કલશામૃત ભાગ-૫ કહે છે કે બંધનું સ્વરૂપ જાણીને એવું ચિંતવન કરવું કે “બંધ ક્યારે છૂટશે.” વિકલ્પ કર્યા કરવો કે, આ ક્યારે છૂટશે ? ક્યારે છૂટશે ? ક્યારે છૂટશે ? એમ મોક્ષનો માર્ગ નથી. એ તો રાગ છે. આહા..હા..! ગાથામાં આવે છે ને ? એનો ખુલાસો (છે). મૂળ ગાથામાં આવે છે. ક્યારે છૂટશે ? એવો બંધ ક્યારે છૂટશે ? એ “કઈ રીતે છૂટશે ?’ એવી ચિંતા મોક્ષનું કારણ છે.” આવું અજ્ઞાનીઓ કહે છે. આહા..હા..!
“આવું કહે છે જે જીવો તે જૂઠા છે...” આમ કહેનારા જૂઠા છે. આત્મા છે અને બંધન છે, બન્નેને જાણી લેવા એ મોક્ષનું કારણ છે એમ જે કહે છે) એ જૂઠા છે. આહા..હા...! શ્લોક બહુ ઊંચો આવ્યો છે !! આહા...હા...! પ્રજ્ઞાછીણી !
પ્રશ્ન :- જાણીને એની ભાવના કરે તો ?
સમાધાન :– શેની ભાવના કરે ? વિકલ્પની ! વિકલ્પથી ભાવના કરે એ કંઈ ભાવના નથી. ‘આતમભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન” “શ્રીમમાં આવે છે. ઈ આતમભાવના એટલે અંદર (આત્માનો) અનુભવ (કરે) એ જીવ લહે કેવળજ્ઞાન આત્મભાવના (એટલે) આત્મા આવો છે, આત્મા આવો છે (એમ) વિકલ્પ કર્યા કરે એ મોક્ષનું કારણ બિલકુલ નથી. આ..હા...હા...હા...! દુનિયા ક્યાં પડી ? માર્ગ પ્રભુનો કયાં રહી ગયો ?
એકલો નિશ્ચયથી જ મોક્ષનો માર્ગ કહે છે, એ એકાંત છે એમ લોકો કહે છે. એકાંત સત્ય છે એમ કહ્યું. પેલું એકાંત જૂઠું છે. બંધની ચિંતા એ શુભરાગ છે. શુભરાગથી મોક્ષનું કારણ માને (એ) તદ્દન જૂઠું છે. દયા, દાનના વિકલ્પ રાગ છે એ તો જૂઠું છે પણ અહીં તો બંધની ચિંતા, આત્મા આવો છે એવી ચિંતા કરવી એ પણ શુભભાવ અને જૂઠું છે, એ મોક્ષનું કારણ નથી. એ મોક્ષનું કારણ નથી. આહા..હા...! છે? તે જૂઠા છે – મિથ્યાદૃષ્ટિ
હવે, “મોક્ષનું કારણ જેવું છે તેવું કહે છેલ્યો ! “યં પ્રજ્ઞાચ્છત્રી કાત્મખ્ખમયસ્થ અન્ત:સ્થિવ નિયતિ’ આત્મા છે, બંધન છે એટલું નહિ. અહીંયાં તો આત્મા અને બંધન – બેનું જ્ઞાન કરી અને પ્રજ્ઞારૂપી છીણી મારવી અને અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ ? છે ? “પ્રજ્ઞા” પ્રજ્ઞાનો અર્થ કરે છે. “વસ્તુસ્વરૂપે પ્રગટ છે જે પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ,...” જોયું? એ પ્રજ્ઞાની વ્યાખ્યા (કરી). આહા..હા...!
‘આત્માના શુદ્ધસ્વરૂપ.... પવિત્ર સ્વરૂપનો અનુભવસમર્થ (અર્થાતુ) અનુભવ કરવામાં તાકાતવાળો પરિણમેલો ‘જીવનો જ્ઞાનગુણ તે જ છે.” પ્રજ્ઞા. તેને પ્રજ્ઞા કહેવામાં આવે છે. આહા...હા...! તેને બુદ્ધિ અને જ્ઞાન કહેવામાં આવે છે.
મુમુક્ષુ - છ મહિના આત્મભાવના કરીએ ત્યારે થાય ને ! ઉત્તર :- અંતર્મુહૂર્તમાં થાય. હમણાં આવશે – એક સમયમાં થાય. આમાં આવશે.