________________
કળશ-૧૮૧
૪૨૫
હોય છે,” એમ કે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય અને અનુભવ ન હોય એમ નહિ. આહા..હા....! સમજાણું કાંઈ ? તેને “શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર હોય છે....” કોને ? જેને શુદ્ધ પરિણમન હોય છે તેને.
શુદ્ધ સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમૂર્તિ ! એને અનુસાર જે શુદ્ધ પરિણમન છે. છે ? તેને “શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે.....” બે વાત કરી. પહેલી એમ કરી કે, સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન (તે જીવ શુદ્ધત્વ પરિણમનથી) સર્વથા સહિત છે. હવે આમ ફેરવી નાખ્યું. જેને શુદ્ધત્વપરિણમન હોય છે...” પેલામાં પાછળ હતું ને ? પેલામાં શુદ્ધ પરિણમન પાછળ હતું, અનુભવ પહેલું હતું. હવે આમાં પહેલું શુદ્ધત્વપરિણમન, પછી અનુભવ લખ્યું છે). આહાહા..! કેવી વાત છે !
શું કહ્યું ઈ ? ભલે બે લીટીમાં અટકે, આપણે વાંધો નથી. આહાહા...! પહેલું એમ કહ્યું હતું કે, “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે જ્ઞાન.” એટલે આત્મા. ‘તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે.' હવે ફેરવ્યું. જેને શુદ્ધત્વપરિણમન હોય છે. અહીં લીધું. પેલામાં પહેલો અનુભવ લીધો હતો. એને શુદ્ધ પરિણમન સર્વથા હોય છે (એમ) કીધું. હવે અહીં (કહે છે), જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, આહા..હા..! કેવી વાત કરી, જુઓને !
કોઈ એમ કહે કે, અનુભવ હોય એને શુદ્ધ પરિણમન નથી. શુદ્ધ પરિણમન હોય એને અનુભવ નથી. અમને શુદ્ધ પરિણમન તો છે) પણ અનુભવ નથી. એમ ખોટી વાત છે. આહા..હા..! થોડું પણ સત્ય છે એમ સમજવું પડશે, ભાઈ ! બહુ ઝાઝું લાંબું લાંબુ કરે... આહાહા...! કહો, ભાઈ ! શું કીધું આ ?
જેને આ શુદ્ધ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ ! એનો આશ્રય લઈને જેને અનુભવ થયો છે, શુદ્ધતાનો અનુભવ થયો છે, એ શુદ્ધતાનો અનુભવ, શુદ્ધ પરિણમન સર્વથા સહિત છે. એમાં કિંચિત અશુદ્ધતા છે નહિ, એક વાત. જેને શુદ્ધ સ્વરૂપનું પરિણમન છે તેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર છે. કહો, આ તો સમજાય એવી વાત છે. વસ્તુ એ રીતે છે. એ તો આમાં સમજાવ્યું. આહા..હા...! કોઈ કહે કે, અમને શુદ્ધ અનુભવ છે પણ શુદ્ધ પરિણમન નથી. એ જૂઠું છે. કોઈ કહે કે, અમને શુદ્ધ પરિણમન છે પણ હજી અનુભવ નથી. આહાહા! આવી વાત ક્યાં છે ? લોકો ઝગડા એવા મફતના કરે છે. આહા..હા...! પરમ સત્યનો પોકાર છે ! આહાહા...! મુનિઓના હૃદયના પોકાર છે. આત્મા અંદર પોકારે છે. આહા..હા...!
જેને આત્મા ભગવાન ચિલ્વન આનંદકંદ શુદ્ધ સ્વરૂપ ! એનો જેને અનુભવ થયો) એને શુદ્ધ પરિણમન સર્વથા સહિત છે. એના અનુભવમાં જરીયે અશુદ્ધતાનો ભાગ છે એમ છે નહિ. અશુદ્ધતા હો પણ એ ભિન્ન છે એમ કહેવું છે. ભિન્ન છે. આહા...હા...! અને જેને