________________
૪૨૪
કલશામૃત ભાગ-૫ ઉઝ છે એના પ્રમાણમાં ત્યાં રાગની મંદતા હોય છે. એમ એનો અર્થ છે. ચોથે ગુણસ્થાને શુદ્ધતા અલ્પ છે તો એના પ્રમાણમાં ત્યાં રાગની વિશેષતા છે. ફક્ત આ બેની ભિન્નતામાં રાગ વધારે અને શુદ્ધતા ઓછી, અહીં રાગ ઓછો અને શુદ્ધતા વધારે છે, એટલું જણાવવું છે. સમજાણું કાંઈ ? આહા..હા..! “દ્રવ્યાનુસાર ચરણમ્, ચરણાનુસાર દ્રવ્યમ્ એનો અર્થ આ છે. “પ્રવચનસાર' ! છે, બધી ખબર) છે. આહા..હા...! ભગવાનનો માર્ગ કયાંય પૂર્વાપર વિરોધ હોય નહિ. બધે અવિરોધ છે. આહા...હા...! સર્વજ્ઞ ત્રિલોકનાથ વીતરાગ... આહા...હા...! એની વાણી અને સંતોની વાણી, બધી એક છે. પૂર્વાપર વિરોધ રહિત છે. આહા...હા...! ત્યાં તો ચરણાનુયોગનું કથન છે એથી ચરણાનુયોગનો વ્યવહાર જેને હજી રાગ મંદ છે તો એના પ્રમાણમાં અહીંયાં શુદ્ધતા વિશેષ છે એમ જ્ઞાન કરાવે છે. રાગ તીવ્ર છે તો શુદ્ધતા ઓછી છે. આને લઈને છે એમ પ્રશ્ન નથી. રાગ તીવ્ર છે તો અહીં શુદ્ધતા ઓછી છે. રાગ મંદ છે તો શુદ્ધતા વધારે છે. એમ ચરણાનુયોગ એટલે ચરણને અનુસરીને નિર્મળતા હોય અને નિર્મળતાને અનુસરીને રાગની મંદતા-તીવ્રતા હોય. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- એટલી અપેક્ષા તો આવી..
ઉત્તર :– એવું જ હોય. એને લઈને નહિ. એને લઈને નથી). રાગ મંદ છે માટે શુદ્ધતા વધારે છે એમ નહિ. અહીં તો રાગ મંદ છે એને અનુસારે એમ જાણવું કે, અહીંયાં શુદ્ધતા વધારે છે, એટલું. રાગ કંઈ તીવ્ર છે તો એને અનુસાર અહીં શુદ્ધતા થોડી છે એમ જાણવું. એ જાણવા માટેની વાત છે. આહા...હા...! સમજાણું કાંઈ ? અત્યારે તો ગડબડ એવી થઈ ગઈ છે. આહા..હા..! આ તો સ્પષ્ટ વાત છે.
પ્રભુ એક કોર શુદ્ધ આનંદઘન (છે) એને અનુસરીને જે અનુભવ થાય) એ સર્વથા શુદ્ધ પરિણમન છે અને પરના લક્ષે જેટલો રાગ થાય એ સર્વથા અશુદ્ધ રૂપે છે. એમાં જરીયે શુદ્ધતા છે એમ નહિ અને આમાં જરી અશુદ્ધતા છે એમ નહિ. આહા..હા...!
મુમુક્ષુ - રાગની અશુદ્ધતા વધી તો અહીં શુદ્ધતા ઘટી ગઈ.
ઉત્તર :અહીં (શુદ્ધતા) વધી છે તો રાગ મંદ હોય. હોય એટલું. અહીં શુદ્ધતા ઓછી હોય તો રાગ વધારે હોય છે. શુદ્ધતા ઘણી હોય અને રાગ તીવ્ર હોય, એમ હોય ? શુદ્ધતા થોડી હોય અને રાગ તદ્દન મંદ હોય, એમ હોય ? એટલું જણાવવું છે. એટલું ચરણાનુયોગને અનુસારે દ્રવ્યાનુયોગ. દ્રવ્યાનુયોગ એટલે દ્રવ્ય ન લેવું. દ્રવ્યનું પરિણમન લેવું. સમજાણું કાંઈ ? આહા..હા...
સર્વથા સહિત છે. જેને શુદ્ધત્વપરિણમન હોય છે.” (હવે) વધારે સ્પષ્ટ કરે છે. જેને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ ! એનું જેને શુદ્ધત્વ પરિણમન (થયું), દ્રવ્યને અવલંબને શુદ્ધત્વ દશા હોય છે, પરિણમન એટલે દશા, “તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ અવશ્ય હોય છે, જોયું ? જેને શુદ્ધત્વપરિણમન હોય છે તે જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ જરૂર