________________
૩૩૨
કલશામૃત ભાગ-૫
કે એમાં જે અતીન્દ્રિય આનંદ છે એવી અનંત શક્તિઓ છે, એ અનંત શક્તિઓનો એક અંશ વ્યક્તરૂપે બધાનો અનુભવ છે. પણ બધાના અનુભવમાં પ્રધાનતા શું છે ? આનંદના સ્વાદની મહોરછાપની પ્રધાનતા છે. આહા..હા....!
પ્રશ્ન :- ધ્રુવના મારફત જાણે ને ?
સમાધાન :- આ પર્યાયની વાત છે. આ અનુભૂતિ પર્યાય છે. પણ પર્યાય કોને આશ્રયે થઈ ! શુદ્ધ ચૈતન્યના આશ્રયે થઈ માટે તેની અનુભૂતિમાં અનંત ગુણની શક્તિની અનંત સંખ્યાથી વ્યક્તનો અંશ (છે). જેટલી સંખ્યા છે તેટલો વ્યક્તનો અંશ થયો છે. પણ એ વેદનમાં અનંત શક્તિની વ્યક્તિનો અંશ વેદનમાં છે, પણ એ વેદનને મુખ્ય ગણતાં એને આનંદના વેદન સાથે અનંત શક્તિની વ્યક્તિનું વેદન છે એમ કહેવામાં આવ્યું છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :– આનંદરસમાં બધા સ્વાદ રહ્યા છે.
ઉત્તર :– મુખ્ય તો દુઃખનો અભાવ અને આનંદની ઉત્પત્તિ (થવી) તે ધર્મની શરૂઆત છે. અને મુક્તિનો અર્થ છે મોક્ષ. મોક્ષ એટલે પૂર્ણ દુઃખથી છૂટવું. મોક્ષ શબ્દ છે ને ? એ નાસ્તિથી વાત છે. પૂર્ણ દુઃખથી છૂટવું. અને અસ્તિથી કહીએ તો પૂર્ણ આનંદની પ્રાપ્તિ. એ આત્મલાભ (છે), એમ ‘નિયમસાર’માં કહ્યું છે. આત્માનો લાભ એટલે પૂર્ણ આનંદની પ્રાપ્તિ તે આત્મલાભ મોક્ષ. એ આત્મલાભ મોક્ષ એવો શબ્દ છે. ‘નિયમસાર’માં શરૂઆતમાં છે. આ..હા...હા...! શું શૈલી ! શું શૈલી !! ગજબ શૈલી ! કોઈ બમાં ને બમ્ એમ માની લ્યે કે અમે આત્માને જાણીએ છીએ. સમજાણું ? એનો ખુલાસો કર્યો છે. ભાઈ ! એ આત્મા જાણે ત્યારે તેને જેટલી શક્તિઓ છે એનો બધાનો એક અંશ વ્યક્ત થાય ત્યારે તેને જાણ્યો કહેવાય. અને તેમાં તે આનંદના અનુભવની મુખ્યતા હોય ત્યારે તેને જાણ્યો કહેવામાં આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? છે ?
-
અહીં શબ્દમાં ‘જ્ઞાની’ છે ને ? જ્ઞાની વૃત્તિ વસ્તુસ્વમાવ સ્વ નાનાતિ” એનો અર્થ કર્યો. જ્ઞાની નામ સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું સ્વરૂપ...' આહા..હા...! ભગવાનઆત્મા દ્રવ્ય જે ત્રિકાળી તેનું સ્વરૂપ પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વં” તેથી પોતાનું શુદ્ધ સ્વરૂપ. તેને...’ નાનાતિ એટલે આનંદના સ્વાદસહિત તેને જાણે છે. આહા..હા...! હવે આ ખબર પડે કે ન ખબર પડે ? કોઈ એમ કહે છે કે, સમ્યગ્દર્શન થાય એ ખબર પડે નહિ. એ તો નિશ્ચય કેવળી જાણે. અરે... ભગવાન ! બાપુ ! તું શું કહે છે આ ? એ તો સમ્યગ્દર્શનની પર્યાયને સીધી પ્રત્યક્ષ જાણે એ અપેક્ષાએ વાત છે. પણ સમ્યગ્દર્શનમાં અનુભૂતિનો સ્વાદ આવે એની સાથે સમ્યગ્દર્શન હોય એ સમ્યગ્દર્શન ભલે સીધું ન જણાય પણ આનંદનો આસ્વાદ આવે એની સાથે સમકિતદર્શન છે એમ એની સાથે પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે. સમજાણું કાંઈ ?