________________
૩૬૬
કલશામૃત ભાગ-૫
ભગવાન કીધો. તીર્થંકરો એમ બોલાવે છે, ભગવાનઆત્મા ! આહા..હા....! જે શરીર ને વાણી ને પુણ્ય-પાપના રાગ વિનાની ચીજ છે એ તો ભગવાનસ્વરૂપ જ છે. ભગવાનનો અર્થ શું કર્યો ? જ્ઞાનસ્વરૂપ ! લ્યો ! (એક ભાઈએ) કહ્યું હતું ને કે, જ્ઞાનની અશાતના કરવી એ જ અશાતના (છે). તો અંદર આ જ્ઞાનસ્વરૂપ (છે). અંદર જ્ઞાનના પ્રકાશનું નૂર તેજ છે ! બહા૨માં તો શબ્દો છે. ભાઈએ કહેલું. આહા..હા...!
શું અર્થ કર્યો ? જુઓ ! પાઠમાં ભગવાન છે, હોં ! છેલ્લી લીટી. માવાનાત્માનિ’ મૂળ કળશ(ની) ચોથી લીટી છે. એનો અર્થ આ નીચે છે. ભગવાન એટલે જ્ઞાન. બીજી રીતે કહીએ તો ભગ અને વાન બે શબ્દ છે. ભગ એટલે લક્ષ્મી થાય છે. શેની ? આ જ્ઞાનલક્ષ્મી, આનંદલક્ષ્મી ઈ ભગ. વાન. લક્ષ્મીવાન – લક્ષ્મીવાળો. આ ઘૂળની લક્ષ્મી નહિ. ભગનો અર્થ લક્ષ્મી થાય છે. સંસ્કૃતમાં ભગના ઘણા અર્થ છે. એમાં એક લક્ષ્મી અર્થ થાય છે. જ્ઞાનલક્ષ્મીથી ભરેલો પ્રભુ ! આહા..હા...! ધ્રુવ... ધ્રુવ... જ્ઞાનથી ભરેલો ! ભગ-વાન. જ્ઞાનવાન ! જ્ઞાન જેનું રૂપ. જ્ઞાન જેનો વાન. માણસ નથી કહેતા ? કે, આ કાળો વાન છે, ધોળો વાન છે. નથી કહેતાં ? આનો આ ફ્લાણો વાન છે. આ ધોળે વાને છે, આ કાળે વાને છે, આ ઘઉં વર્ગે છે. શરીરને એમ નથી કહેતા ? શરીર ઘઉં વર્ણો છે. ઈ વાન છે. એમ આત્મા વાન છે. શેનો ? જ્ઞાનનો. જ્ઞાનવાન જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ આત્માનું ! આહા..હા...! એના સ્વરૂમાં વિકાર પણ નથી, શરી૨ પણ નથી, કર્મ પણ નથી એવો એ ભગવાનઆત્મા છે. આહા..હા...! જૂના કાને નવું, નહોતા કહેતા બિચારા ? ભાઈ આવ્યા હતા ને ? બધા કાર્યકર્તાએ બહુ આડાઅવળા ગપ્પા માર્યા. (કહેતા હતા) જૂના કાને નવી વાત છે. મેં કીધું, છે તો એવી વાત. સાંભળ્યું હોય બીજું એમાં આ વાત જ આખી બીજી આવે. ક્યાંય મેળ ખાય નહિ.
મુમુક્ષુ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ બન્ને ઊંધો.
ઉત્તર :– બન્ને ઊંધેઊંધું છે.
(અહીંયાં કહે છે), કેવો છે આત્મા ? ભગવાન છે. આહા..હા...! ‘સમયસાર’માં ૭૨ ગાથામાં પણ ભગવાન તરીકે જ બોલાવ્યો છે. ૭૨ ગાથા છે. ભગવાનઆત્મા ! આહા..હા...! એમ આચાર્યે કહ્યું છે. આ પુણ્ય ને પાપ જે ભાવ છે એ અશુચિ છે, મેલ છે. ભગવાનઆત્મા અંદર જ્ઞાનસ્વરૂપી પવિત્ર છે. એમ કહ્યું છે. બધા આત્માને ભગવાન તરીકે બોલાવ્યો છે.
:
આહા..હા...!
એમ અહીંયાં ભગવાન કહે છે... આહા..હા...! જાગ્યો એટલે પોતે ભગવાન હતો તે ભગવાનરૂપે પરિણિતમાં જાગ્યો. આહા..હા...! હું તો જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો છું. હું કોઈ પુણ્ય-પાપવાળો ને શરીર ને કર્મવાળો હું નહિ. આહા..હા...! એવું સમ્યગ્દર્શનમાં આવું ભાન ભગવાન તરીકેનું થાય છે. આ..હા..હા...!