________________
૩૭૬
કલશામૃત ભાગ-૫ એ પરિણતિ છે, જોયું ? (સમગ્ર પદ્રવ્ય) પરદ્રવ્ય એટલે ? પુદગલદ્રવ્યની વિચિત્ર પરિણતિ...' એમ અર્થ કર્યો, જોયું ? શું કીધું ? છે પરદ્રવ્ય શબ્દ, પણ એનો અર્થ કર્યો કે, પુણ્ય અને પાપ ને મિથ્યાત્વની પરિણતિ તે પરદ્રવ્ય, એમ. આહા...હા..! સમજાણું કાંઈ ? પદ્રવ્ય તો વસ્તુ છે. અહીં તો મિથ્યાત્વ અને રાગ-દ્વેષની પરિણતિ તેને પરદ્રવ્ય કીધું. આહા...હા...! એ બધાં સમગ્ર પરિદ્રવ્ય (રૂતિ કાનો) પૂર્વોક્ત પ્રકારે વિચાર કરી, વિવેવ્ય) શુદ્ધ જ્ઞાનસ્વરૂપથી ભિન્ન કરી છે. આહા...હા...! એ પુણ્ય અને પાપના ભાવને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપથી ભિન્ન કરી છે જેણે, એને આત્માનો આનંદ પૂર્ણ પ્રાપ્ત થાય છે. અરે..! આવી ભાષા અને ભાવ બધા ! મારગ તો એવો છે, બાપુ ! આહાહા...! પેલા તો ણમો અરહંતાણે, તિખુન્નો પાઠ.. ઇચ્છામિ પડિકમણું, તસૂરિ લોગસ્સ... સામાયિક કરીને પછી ણમોત્થણે... એ થઈ ગઈ સામાયિક, લ્યો ! બાયું બિચારી બેસે. ઘડિયાલું લઈને બેસે છે ને ? ઘડિયાલું નથી આવતું ? અમારે કણબીવાડમાં જે ઘણી બાયું હતી ને? એ નાની ઉંમરના છોકરાઓને લઈને ઘડિયાલું લઈને બાયું સામાયિક કરવા બેસે. સમજે કાંઈ નહિ. એ ઘડિયાલું – રેતી પૂરી થઈ જાય એટલે બે ઘડી સામાયિક થઈ ગઈ, જાઓ ! આહા...હા..! અરે..રે...!
મુમુક્ષુ :- એટલો વખત સંસારી કામથી તો બચ્યા.
ઉત્તર :- સંસારી કામ, મિથ્યાત્વ છે ઈ સંસારી કામ એની પાસે પડવું જ છે. સંસારનું મૂળ કારણ તો આ કીધું કે આમાં ? રાગ અને દ્વેષનું સ્વામિપણું તે સંસારનું મૂળ કારણ છે. એ તો પડ્યું છે અંદર. આ..હા...! (આ ભાઈ પણ) સામાયિક કરતાં. એક ગાયન ગાતા. ભૂલી ગયા. કેવું ગાયન ગાતા હતા ?
મુમુક્ષુ :- ધર્મના નામથી મિથ્યાત્વ પોસાય છે. ઉત્તર :- પોસાય છે, પણ ખબર નથી ને ? શું થાય ? આહા...હા...!
અહીંયાં એમ કહે છે, જુઓ ! બે બોલ કહ્યાં. એક તો પુણ્ય અને પાપના ભાવ, ચાહે દયા, દાન, વ્રત આદિ હો, એવા પરિણામનું સ્વામિપણું, ધણીપતું અભિપ્રાયમાં એ મારા
છે), એ અભિપ્રાય નવા અનંત કર્મને આવવાનું કારણ છે. અને તે કર્મને તોડવાનું કારણ (શું) ? પેલું બાંધવાનું કારણ) કહ્યું. હવે તોડવાનું ?
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! એમાં અંદરમાં લીન થવું. આનંદ અને જ્ઞાન છે એવો અંતરમાં અનુભવ થવો અને સમકિત થવું અને પછી એમાં લીન થવું એ કર્મને ટાળવાનો ઉપાય છે. વાત તો સીધી છે. સમજાણું કાંઈ ? પરમાત્માનો આ સંદેશ છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ જિનેશ્વરદેવ ભરતના પ્રાણીને આ સંદેશ આપે છે. સમજાણું કાંઈ ? એમાં બીજું આડુઅવળું ગડબડ કરે તો રખડી મરશે. આહાહા...! અનાદિથી રખડે તો છે. આ..હા...!