________________
કળશ-૧૮૦
૪૧૧
કરવતને આમ કરતાં, રાગથી ભિન્ન પાડતાં, પાડતાં પર દિશા તરફ વળેલો એ ભાવ ભલે એને સૂઝે નહિ. પણ જે ભાવ પર તરફ વળેલો છે અને આત્માની પ્રજ્ઞા વડે આ બાજુ ઢાળતા એ રાગ જુદો પડી જાય છે. આનું નામ મોક્ષ છે.
પ્રશ્ન :- એક સમયના કાર્યમાં અભ્યાસ પાડતાં પાડતાં કેવી રીતે થાય ?
સમાધાન :- પાડતાં એક સમય જ લાગે છે. એ તો પહેલા ભલે જુદા પાડવાનો પ્રયત્ન કરે પણ જુદો પડે ઈ એક જ સમયમાં પડી જાય છે. એના વિચારમાં ભલે અસંખ્ય સમય લાગે પણ જુદો) પડે છે એક સમયમાં જ. એક જ સમયની વાત છે. આખો આત્મા ત્રિકાળી શુદ્ધ છે એમાં મલિનતા એક સમયમાં જ છે. શું કીધું ?
એને જુદો પાડવામાં એક સમય કેમ કીધો ? કે, એ પોતે જીવદ્રવ્ય ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ ! એની એક સમયની અવસ્થામાં જ સંસાર અને મલિનતા છે, બે સમયમાં છે જ નહિ. એથી એને એક સમયમાં જે મલિનતા છે તે એક સમયમાં છૂટી જાય છે. એક સમયમાં છે ઈ છૂટે એ એક સમયમાં છૂટે છે. બે-ચાર સમયમાં છે કે બે-ચાર સમયે છૂટે? આહાહા...! સમજાણું કાંઈ ? આ..હા...હા....! ગજબ વાતું છે ને ! એ શ્લોક આવી ગયો છે, નહિ ? મસી ! હા, આવી ગયો છે. આ બાજુ છે ક્યાંક. છે ને ? આહા...હા...!
અહીંયાં એમ કહે છે, મોક્ષ અધિકાર છે ને ? એટલે કે એક સમયનો જ બંધ છે. ભગવાન તો એક સમયની પર્યાયના બંધથી ભિન્ન શુદ્ધ જીવદ્રવ્ય છે એ તો મુક્તસ્વરૂપ જ છે. હવે એ મુક્ત સ્વરૂપને પર્યાયમાં એક સમયનો જે બંધ છે એને છોડતાં એક જ સમય લાગે છે. કારણ કે બંધ જ એક સમય છે. આહા...હા...! ભલે પછીનો સમય છે) પણ સમય એક (છે). બંધ સમયનો વ્યય, અબંધ સ્વભાવની પર્યાયનો ઉત્પાદ – બેનો) એક સમય છે. છે જ્યારે બંધ છે, ત્યારે તો છે. જીવદ્રવ્ય ત્રિકાળી અને પર્યાયમાં રાગ છે. દ્રવ્યમાં નથી, પણ પર્યાયની સાથે નિમિત્ત સંબંધ છે. આહા..હા..!
ત્રિકાળી દ્રવ્ય જે છે એને તો રાગ સાથે સંબંધ છે નહિ. ફક્ત વર્તમાન એક સમયની પર્યાયમાં રાગ સાથે એક સમયનો સંબંધ અને બંધ છે. આહા..હા...! અહીં તો હજી આગળ કહેશે (કે) વચ્ચે સંધિ છે. પર્યાય અને રાગ વચ્ચે સાંધ છે, એમ કહે છે. એક થયા નથી. આહા...હા..! ભારે વાત, ભાઈ ! એક સમયનો જે બંધ, આખો ભગવાન પૂર્ણાનંદનો નાથ શુદ્ધદ્રવ્ય તો મુક્ત જ છે. પણ વર્તમાનમાં એક સમયની પર્યાય સાથે એક સમયનો રાગનો જે સંબંધ હતો.. આહા..હા...! તો એને છોડવાનો પણ એક જ સમય છે. એ સમયનો બંધ છે તેનો વ્યય અને એ જ સમયે (શુદ્ધ પર્યાયનો) ઉત્પાદ (છે). બંધ સમયનો વ્યય, એ જ સમયે અબંધનો ઉત્પાદ. એ પ્રજ્ઞાછીણી વડે થાય છે. આહા..હા..! આવો ઉપદેશ ! માણસને માંડ પકડવામાં આવે. એની કરતાં પેલું સહેલુંસટ (હતું). વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરો, દાન કરો, ઉપધાન કરવા, મોટી રથયાત્રા કાઢવી), દીક્ષા મોટી ધામધૂમથી થાય.