________________
કળશ-૧૮૦
૪૦૯
ફરે છે, એમ નથી આવતું ? ભીખ માગે છે, માળો ! આ લાવ.. આ લાવ. આ લાવ.... આ લાવ.. પુણ્ય લાવ, પાપ લાવ, સ્ત્રી, કુટુંબ, આબરુ (લાવ). ભગવાન થઈને ભિખારી થઈ ગયો, માળો !
મુમુક્ષુ :- આપ ભિખારો કહો છો...
ઉત્તર :- ભિખારી જ થયો છે, દુઃખી થયો છે, મરી ગયો છે. આત્માને મારી નાખ્યો છે. અંદર આનંદ સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદની સત્તાનું શુદ્ધ સ્વરૂપ ! આહા..હા...! જેનું હોવાપણું પૂર્ણ શુદ્ધ અને આનંદથી છે એને ન માગતા, એનો આશ્રય ન કરતા રાગાદિનો આશ્રય કરીને (ભટકે છે) એ તો ભિખારી છે. માગણ છે, માગણ ! આવું છે. આહા...હા...!
(અહીંયાં) અર્થ તો પ્રજ્ઞાનો કરવો છે પણ પ્રજ્ઞા – બુદ્ધિ એને કહીએ કે જે શુદ્ધ જીવદ્રવ્યને અને અશુદ્ધ રાગાદિને ભિન્ન પાડે. તેને બુદ્ધિ કહીએ. આહાહા....!
પ્રશ્ન :- ભિન્ન પાડે અને અનુભવ કરે, બન્નેનો કાળ એક જ છે ?
સમાધાન – અનુભવ કરે કે જુદું પાડે, એક જ છે. નીચે અનુભવ આવશે. આની કોર ન આવ્યું ? અનુભવ કીધું ને ? એમાં આવ્યું નહિ ? (પ્રજ્ઞાનો અર્થ કર્યો. “પ્રજ્ઞા અર્થાત્ આત્માના શુદ્ધસ્વરૂપ-અનુભવસમર્થપણે પરિણમેલો જીવનો જ્ઞાનગુણ...” જ્ઞાનગુણ એટલે પવિત્ર પર્યાય. સમજાણું કાંઈ ? આહાહા..!
મુમુક્ષુ – અનુભવકાળે તો રાગાદિ હોય નહિ.
પૂજ્ય ગુરુદેવશ્રી :- સમજાવે ત્યારે શું કહે)? આ બાજુ ઢળ્યો તો રાગાદિથી ભિન્ન પડી ગયો, એમ. પાડવો નથી પડતો, પણ ભાષા તો એમ જ આવે. આહા..હા....!
જ્ઞાનની વર્તમાન બુદ્ધિને, જેનામાં આખું જ્ઞાન અને પૂર્ણ આનંદ પડ્યો છે એવા જીવદ્રવ્ય તરફ તે જ્ઞાનની પર્યાયને વાળતા, એ જીવદ્રવ્યનું લક્ષ થાય છે, એ જીવદ્રવ્ય પમાય છે અને અશુદ્ધ રાગાદિ છે એ છૂટી જાય છે. આહા..હા..! આવો માર્ગ !
(અહીંયાં કહે છે, “અશુદ્ધ રાગાદિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે કરવત....' જોયું ? કરવત (કહ્યું. તમારામાં શું કહે છે ? કરવત ! જે બુદ્ધિ શુદ્ધ જીવદ્રવ્ય તરફ ઢળે છે અને અશુદ્ધ રાગાદિથી ખસે છે એ બુદ્ધિને અહીંયાં કરવત કહે છે. રાગ અને આત્માને ભિન્ન પાડવાનું એ કરવત છે. બે ટૂકડા કરવાનું એ કરવત છે. આહા...હા...! લાકડાને આમ કરવત (ફેરવતા) બે ટૂકડા પડી જાય એમ આ બુદ્ધિ – પ્રજ્ઞા એને કહીએ કે જે શુદ્ધ જીવદ્રવ્ય તરફ ઢળતાં અશુદ્ધ રાગાદિ જુદા પડી જાય છે. આહા...હા...!
મુમુક્ષુ :- કરવત ચલાવે અને ટૂકડા થાય એમાં વાર તો લાગે ને !
ઉત્તર :- એ અભ્યાસ કરે એટલે એને અસંખ્ય સમય લાગે. વિશેષ તો છ મહિના કીધા છે ને ? એ તો લોકોને આકરું ન લાગે એટલે છ મહિના કીધા. બાકી છે તે અંતર્મુહૂર્ત. આહા..હા...!