________________
કળશ-૧૮૦
બીજે ક્યાંક આવે છે. કઠણ છે પણ થઈ શકે છે. પહેલાં ક્યાંક આવી ગયું છે, નહિ ? આમાં આવે છે, જુઓ ! આમાં મસાત્ આવે છે.
૪૧૩
મુમુક્ષુ :- ૧૮૧ કળશ, ૧૭૨ પાનું.
ઉત્તર :- બસ ! ઈ જ, આમાં જ આવે છે. ત્યાં છે, લખ્યું છે. અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.’ એ પણ કર્યું છે અને અહીં નીચે મસાત્” (આવે છે). અતિ સૂક્ષ્મ કાળમાં એક સમયમાં પડે છે,...' જોયું ? એક સમય જ લાગે છે. આમાંને આમાં બન્ને વાત છે. આહા..હા...! છે ? આહા..હા...!
-
પ્રશ્ન :- શરૂ કરે અને પૂરું થાય એમાં એક જ સમય છે ?
સમાધાન :- ઈ તો એક જ સમય છે, બસ ! શરૂ કરે, શરૂ કર્યું અને શરૂ થઈ ગયું ઈ એક જ સમયમાં. એક સમયની પર્યાયમાં બંધ છે ને ? તો એક સમયની પર્યાયમાંથી બંધ છૂટે છે, બસ ! ભલે એના ખ્યાલમાં આવતા વાર લાગે, પણ આમ તો એક સમયે છૂટો પડી જાય છે.
‘શ્રીમદ્’માં આવે છે ને ? જાત્યાંતર થઈ જાય છે, એવું આવે છે. સમિત એક સમયે થતાં જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. ‘શ્રીમદ્’માં આવે છે. આહા..હા....!
મુમુક્ષુ :– પહેલાં કહ્યું ને કે, અભ્યાસ કરતાં વાર લાગે છે.
ઉત્તર ઃ– એ અભ્યાસ કરતાં એટલે એ તો વ્યવહાર(થી કહેવાય છે). એનો અર્થ (એ છે). પરમાર્થે તો એક જ સમયનો અભ્યાસ છે. આ તો ઉપયોગ જરી પેલો છે એટલે આ રાગથી ભિન્ન પાડે (છે) પણ એ પણ ભેદજ્ઞાનનો વિકલ્પ છે. એ પહેલાં આવી ગયું છે. આમ ભેદજ્ઞાન કરે, એ પણ વિકલ્પ છે, જુદો પડ્યો નથી. એ વિકલ્પ છે, ઈ હજી વિચાર કરતો જાય છે, પણ જુદો પડ્યો નથી. આહા..હા...! આ બધું આવે છે, જોયું ? ‘કઠણ છે’ ઈ ‘અનુભવ પ્રકાશ'માં પણ આવે છે. એમાં લખ્યું છે. પાનું ૫૬. એમાં પણ કઠણ (શબ્દ) આવે છે, પણ અશક્ય નથી. આહા....હા...!
(અહીંયાં કહે છે), એ કરવત છે, ‘તેના દ્વારા...‘વનનાત્’‘નિરંતર અનુભવનો અભ્યાસ ક૨વાથી...' એમ. અહીંયાં લીધું, જોયું ? અભ્યાસ એટલે અનુભવનો અભ્યાસ.
મુમુક્ષુ :– અનુભવ તો એક સમયમાં થાય છે.
ઉત્તર :– પણ અનુભવનો અભ્યાસ એનો અર્થ છે. અનુભવનો અભ્યાસ એટલે ? વિકલ્પથી જુદો પાડે ઈ અનુભવનો અભ્યાસ નથી ? આહા..હા...! અનુભવનો અભ્યાસ કરવાથી...' (અર્થાત્) આત્માના અતીન્દ્રિય આનંદ તરફ ઢળવાથી. આહા...હા...!
ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુદ્દગલવસ્તુ કાષ્ઠ ઇત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં...' ભિન્ન ભિન્ન અનુભવતાં, હોં ! વારંવાર વારંવાર અનુભવવું. અંદરને અંદર. સમયે સમયે