________________
४०८
કલામૃત ભાગ-૫
ફેર પડી ગયો. શું થાય ?
અહીં તો એમ કહ્યું, પ્રજ્ઞા એટલે શુદ્ધજીવદ્રવ્ય અને બંધ એટલે અશુદ્ધ રાગાદિ ભાવ. આહાહા.! સમજાણું કાંઈ ? “રાગાદિ ઉપાધિ બંધ....” પાછી ભાષા એમ લીધી ને ? શુદ્ધ જીવદ્રવ્ય નિરૂપાધિ સ્વભાવ છે અને બંધના રાગાદિ ભાવ અશુદ્ધ ઉપાધિ ભાવ છે. એ બંધ છે. આહાહા...! ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હો કે પંચ મહાવ્રતનો અભાવ હો) પણ છે અશુદ્ધ (ભાવ), એ બંધભાવ છે. અહીંયાં પ્રજ્ઞા એટલે શુદ્ધ જીવદ્રવ્ય અને અશુદ્ધ રાગાદિ ઉપાધિ – બેને ભિન્ન કરવાની વાત છે. આહા..હા..!
“એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ” પ્રજ્ઞા શબ્દ છે ને એટલે બુદ્ધિ (એમ કહ્યું). “શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ... ઈ પ્રજ્ઞાનો અર્થ પછી અહીં લીધો. પેલું તો આ વડે આ કરવું. શુદ્ધજ્ઞાનમાત્ર જીવ બુદ્ધિ વડે રાગાદિથી ભિન્ન કરવો છે. આહા..હા...! સમજાણું કાંઈ ? કારણ કે પ્રજ્ઞામાં – બુદ્ધિમાં એ જીવદ્રવ્ય જણાય છે અને પ્રજ્ઞા વડે શુદ્ધ જીવદ્રવ્ય અશુદ્ધ રાગાદિથી ભિન્ન પાડી શકે છે. આહા...હા...!
પ્રજ્ઞા (એટલે) બુદ્ધિ. પ્રજ્ઞા શું કામ કરે છે ? કે, શુદ્ધ જીવદ્રવ્યને પકડે છે અને અશુદ્ધ રાગાદિને ભિન્ન કરે છે, એમ. આહા..હા..! નહિતર તો પ્રજ્ઞાનો અર્થ ત્યાં અનુભવ પર્યાય કરશે. અહીં એને બુદ્ધિ કીધી. પણ કઈ બુદ્ધિ ? જે બુદ્ધિ શુદ્ધ જીવદ્રવ્યને પકડે છે અને અશુદ્ધ રાગાદિથી ભિન્ન પડે છે. તે બુદ્ધિને પ્રજ્ઞા કહીએ અને તે પ્રજ્ઞાને બુદ્ધિ કહીએ. આહાહા...! લ્યો, અહીં તો એમ કહે કે, બુદ્ધિવાળો કોને કહેવો? આ સંસારના ડહાપણવાળાને બુદ્ધિવાળો કહેવો ? વકીલાત ભણ્યા અને બુદ્ધિવાળો કહેવો ? ડૉક્ટર ને એલ.એલ.બી. ને એમ.એ.નું ભણ્યા અને બુદ્ધિવાળો (કહેવો) ? આહાહા...!
પ્રશ્ન :- વીતરાગ અને બુદ્ધિવાળો કહે ?
સમાધાન :- ના, ના. એને બુદ્ધિવાળો ન કહે. આને કહે. આહા..હા...! બુદ્ધિ અને કહીએ પ્રજ્ઞાને. પ્રજ્ઞા એને કહીએ બુદ્ધિને. એ બુદ્ધિ કરે શું ? શુદ્ધ જીવદ્રવ્ય અને અશુદ્ધ રાગાદિ ઉપાધિ – બેને ભિન્ન પાડે. આહાહા...! એને બુદ્ધિજીવી કહીએ. એ બુદ્ધિથી જીવે છે. આહાહા...! આ બધા અંગ્રેજીના ભણતરને બિચારા કેટલા વીસ-વીસ, બાવીસ-બાવીસ વર્ષ ગોગા ગોખ કરે ! મજૂરી ! એ બુદ્ધિ નહિ.
મુમુક્ષુ :- અત્યારે તો પેટ ભરવું પડે. પૂજ્ય ગુરુદેવશ્રી :- પેટ કોણ ભરતા હતા ? મુમુક્ષુ :- ઘણાંય તો ભીખ માગે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી - ભીખ પણ કોણ માગે અને પેટ કોણ ભરે) ? આહા...હા...! રાગની એકતાબુદ્ધિ હોય એ બહારની ભીખ માગે. રાગની એકતાબુદ્ધિ તોડી અને માગે આત્માના સ્વભાવના લક્ષણને. એ તો આત્માની લક્ષ્મીને માગે. આહા...હા...! ભગવાન ભિખારી થઈને