________________
કળશ-૧૭૯
૩૮૭ કેવળજ્ઞાન પાછું ન પડે, ક્ષાયિક સમકિત પાછું ન પડે પણ અમારી ક્ષયોપમેશની દશા પણ પાછી ન પડે. આહા...હા...! એટલે ? કે, ફરીને એ સંસાર ધારણ કરે ને અવતાર ધારણ કરે એ બને નહિ. આહા...હા...! બહુ માર્ગ ઝીણો, બાપુ ! આહા...હા...! એનો અનંતકાળ રખડતાં રખડતાં ગયો છે. એકેન્દ્રિય તિર્યંચ – પશુ, નારકી, નિગોદમાં) મિથ્યાત્વને લઈને અનંત અવતાર કર્યા. પણ એ મિથ્યાત્વ શું છે એની એને ખબર નથી. આહાહા...!
અહીંયાં તો કહે છે કે, એ દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ છે એ ધર્મ છે અને એનાથી ધર્મ થાય છે એ મિથ્યાત્વ ભાવ છે. આહા..હા..! કેમકે અહીં તો (કહે છે કે, શુદ્ધ ચૈતન્યના પરાક્રમથી ધર્મ થાય છે, રાગથી નહિ. આહા..હા...! ઝીણી વાત છે, ભાઈ ! માર્ગ તો આવો છે. એને કોઈ બીજી રીતે ઢીલો કરીને બીજો કરે એવું થાય એવું નથી. આહા...હા..! સમજાણું કાંઈ ?
હવે કોઈ આવરણ નથી. “ભાવાર્થ આમ છે કે – જીવનો સ્વભાવ કેવળજ્ઞાન-કેવળદર્શન છે...” આહા...હા...! આ ભગવાન આત્માનો કાયમી સ્વભાવ કેવળજ્ઞાન અને કેવળદર્શન છે. આ પૂણ્ય અને પાપના ભાવ થાય એ કંઈ એનો સ્વભાવ નથી. આહા..હા...સમજાણું કાંઈ? પ્રભુ ! ચૈતન્યસ્વરૂપ જે ભગવાનઆત્મા અંદર (છે) એનું સ્વરૂપ અને સ્વભાવ, સ્વ-રૂપ – સ્વ-ભાવ કેવળજ્ઞાન – એકલું જ્ઞાન, એકલું દર્શન એનું સ્વરૂપ છે. એમાં પુણ્ય-પાપ, શુભઅશુભ ભાવની ગંધ અંદરમાં નથી. આહા...હા..! એવું એ કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વરૂપ છે?
જીવનો સ્વભાવ.” ભગવાન આત્માનો સ્વભાવ... આહાહા..! ભગવાન એટલે આ નિ) આત્મા, હોં ! ભગવાન એટલે. ભગવાન થઈ ગયા એ તો થઈ ગયા. આહા..હા...! આ તો અંદર ભગવાન જીવનો સ્વભાવ કેવળ – એકલું જ્ઞાન અને એકલું દર્શન એ એનો સ્વભાવ છે. આહાહા..! પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દર્શન ભગવાન આત્માનો અત્યારે અનાદિ આ સ્વભાવ છે. આહા...હા...! છે ?
“તે જ્ઞાનાવરણાદિ કર્મબંધ દ્વારા આચ્છાદિત છે.” એ નિમિત્તથી કથન (છે). અશુદ્ધ પરિણતિ દ્વારા તે ઢંકાઈ ગયું છે. મલિન પરિણામ, અશુદ્ધતા કરી, મિથ્યાત્વની અને રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ – અવસ્થાથી, એનો કેવળજ્ઞાન, કેવળદર્શન સ્વભાવ હોવા છતાં મિથ્યાત્વની પરિણતિની અશુદ્ધતાને કારણે તે રોકાઈ ગયો છે. આહા...હા...! કર્મ તો નિમિત્ત છે. એ તો જડ છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ આહા..હા..! એ સ્તુતિમાં આવે છે. કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગતિ પાઈ એકલી અગ્નિને કોઈ ઘણ નહિ મારે. પણ એ અગ્નિ લોઢામાં પેસશે તો ઘણ પડશે. એમ ભગવાનઆત્મા એકલો જ્ઞાનાનંદ સ્વભાવ (છે) એમાં એને દુઃખ અને સંસાર નથી, પણ એ પોતે રાગ અને પુણ્ય-પાપ વિકારનો સંબંધ કરે છે એ લોહમાં અગ્નિ પેસે છે