________________
૩૯૬
કિલશામૃત ભાગ-૫
બંધનો નાશ કરતાં પર્યાયમાં પ્રગટપણે દ્રવ્યનો સ્વભાવ પૂર્ણ પ્રગટ થાય છે. શું કીધું સમજાણું?
બંધનો છેલ્લો સરવાળો કર્યો કે, વસ્તુ તો અંદર હતી, ચિહ્વન, આનંદકંદ, જિનસ્વરૂપી પૂર્ણાનંદ સ્વરૂપ જ છે એ તો, પ્રગટ જ છે, સત્ તરીકે તો છે. શું પ્રગટ્યું? તો કહે છે કે, બંધનો નાશ થવાથી પર્યાયમાં જેવો દ્રવ્ય સ્વભાવ હતો એવો પ્રગટ્યો. સમજાણું કાંઈ આમાં ? બહુ ટૂંકી ભાષા !
વસ્તુ તો જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપ જ આત્મા ત્રિકાળ છે. ત્યારે હવે પ્રગટ્ય શું? કે, રાગાદિના સંબંધના બંધને છેદી અને જેવું એનું દ્રવ્ય સ્વરૂપ છે એવું પર્યાયમાં પ્રગટ થયું. બંધ દૂર કરીને અબંધ પરિણામ પ્રગટ થયા. અબંધ સ્વરૂપ તો હતું. સમજાણું કાંઈ? આહા..હા..! ભગવાનઆત્મા ! દ્રવ્ય સ્વરૂપ તો ત્રિકાળ અબંધ જ છે પણ જે પર્યાયમાં રાગ અને દ્વેષ વિકારનો સંબંધરૂપી બંધ (હતો) એને દૂર કરીને, જેવું દ્રવ્ય શુદ્ધ છે એવું પર્યાયમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંતી ઈશ્વરતા પ્રગટ થતાં કર્મ દૂર થયાં તો આ પર્યાયમાં પ્રગટ થયું. સમજાણું કાંઈ આમાં? આહાહા...!
આત્મા શક્તિરૂપે તો પોતે પરમાત્મા છે જ. શક્તિરૂપ એનો સ્વભાવ તો પરમાત્મરૂપ જ છે. અનંત ચતુષ્ટય – અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ પૂર્ણ શક્તિનો ભંડાર તો દ્રવ્ય સ્વભાવ છે જ. ત્યારે પ્રગટ્ય શું ? દ્રવ્ય સ્વભાવ તો છે પણ પર્યાયમાં એ દ્રવ્યનો આશ્રય કરીને પૂર્ણ આનંદ આદિ પ્રગટ થયા ત્યારે બંધ દૂર થયો. બંધ દૂર થયો ત્યારે પૂર્ણ આનંદ પ્રગટ થયો. પૂર્ણ આનંદ હતો, શક્તિરૂપે આનંદ હતો એ બંધને દૂર કરીને વ્યક્તરૂપે પરમાનંદ પ્રગટ થયો. સમજાણું કાંઈ આમાં? આવી વ્યાખ્યા છે. બહુ ટૂંકું કરી નાખ્યું.
અંદર ભગવાન આત્મા જિનસ્વરૂપી જ પ્રભુ તો અનાદિ છે. દ્રવ્ય સ્વભાવ તો જિનસ્વરૂપી વીતરાગમૂર્તિ અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્યનો પિંડ પ્રભુ દ્રવ્ય સ્વરૂપ તો અનાદિ છે, પણ પર્યાયમાં જે કર્મના નિમિત્તનો સંબંધ હતો એ પર્યાયને દ્રવ્ય તરફ ઢાળીને દ્રવ્યમાં જે પૂર્ણાનંદ દશા પ્રગટ થઈ એ બંધ ટળતાં અબંધ પરિણામ થયા એ પ્રગટ થયું. સમજાણું કાંઈ ? આવો ઉપદેશ લ્યો હવે ! એકેન્દ્રિયા, બેઇન્દ્રિયા, ત્રણઇન્દ્રિયા કરતા હોય. મિચ્છામિ દુક્કડમ્ (ક) એમાં આ ક્યાં સમજે ?
અહીં તો બહુ જ ટૂંકું કરીને એકદમ.... વસ્તુ મુક્ત સ્વરૂપ તો છે, પ્રગટ છે, વ્યક્ત છે. અસ્તિ છે, મોજૂદ ચીજ તો પડી છે. હવે ત્યારે તમે કીધું એમાં પ્રગટ્ય શું ? ભાઈ ! મોજૂદ તો છે પણ પર્યાયમાં રાગ ને દ્વેષ ને અજ્ઞાન હતા એ પર્યાયમાં રાગ, દ્વેષ અને અજ્ઞાન હતા. એ રાગ, દ્વેષ અને અજ્ઞાનને ટાળી પર્યાયમાં વીતરાગ અને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
ભાવ આવ્યું નહોતું ? ભાવનિક્ષેપ ! ભાવનિક્ષેપ આવ્યો હતો ને ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,