________________
૪૦૨
કલશામૃત ભાગ-૫
જ્ઞાનના અનુભવમાં આવ્યું, એ વસ્તુ ભલે પર્યાયમાં) ન આવે. સમજાણું કાંઈ ? આહા..હા...! પણ એની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના અંશમાં એનો ખ્યાલ આવી ગયો. અનંત ગુણમાં સ્થિર છે ને ? આહા..હા...! એ સ્થિરતાનું પણ કેટલું બળ છે !! જેમ દૃષ્ટિ અનંત ગુણને સ્વીકારનારી એમ જ્ઞાન અનંત ગુણને સ્વીકારનારું, એમ સ્થિરતા અનંત ગુણમાં, અનંત... અનંત.. અમાપ ગુણમાં રમણ કરનારી દશા... આહા..હા...! અને એનાથી થતું કેવળજ્ઞાન વિજ્યી (છે), અપ્રતિહત છે. એમાંથી પાછો પડે અને સંસારનો અવતાર ધારણ કરે એવું હોતું નથી. આહા..હા...! ઓ...હો..હો...! પાંચમા આરાના સાધુ ! પણ એનું જોર એટલું છે ! કેવળજ્ઞાન નથી તોપણ કહે છે કે કેવળજ્ઞાન થયું એટલે વિનયતે” અત્યારે ક્યાં છે ? પણ થવાનું જ છે. ‘શ્રીમદ્’માં આવે છે ને ? શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. આવે છે ? ૨૮મું વર્ષ ! શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. આ..હા..હા...! છે ?
આગામી અનંત કાળ પર્યંત તે જ રૂપે રહે છે, અન્યથા થતો નથી.' આહા..હા...! પત્ર છે, પત્ર. છ બોલનો પત્ર છે ને ? ચિહ્ન કર્યાં છે). શું કીધું ? જુઓ ! ‘શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે.’ સમકિત થયું ત્યાં શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. આહા..હા...! જે પ્રતીતિમાં કેવળજ્ઞાન નહોતું એ પ્રતીતિમાં આવ્યું કે આ તો કેવળજ્ઞાનની મૂર્તિ પ્રભુ (છે) તો કેવળજ્ઞાન થશે જ. એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે. આહા..હા...! છે ? ‘વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે.’ વિચારદાએ કેવળજ્ઞાન થયું છે. આહા...હા...! ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે.’ ઇચ્છા પણ હવે કેવળજ્ઞાનની જ છે. આહા..હા...! મુખ્યનયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે.’ નિશ્ચયનયથી તો કેવળજ્ઞાન અંદર છે. ઈ તો કેવળજ્ઞાન વર્તે જ છે. આહા..હા...! કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજમાત્રમાં જીવ પામવાયોગ્ય થયો તે સત્પુરુષના ઉ૫કા૨ને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો.' આહા...હા...! ૨૮મું (વર્ષ) છે ને ?
પૂર્ણાનંદના નાથની શ્રદ્ધા વખતે, કેવળજ્ઞાન – પૂર્ણ જ્ઞાન અસ્તિપણે હતું પણ પ્રતીતિમાં આવ્યું ત્યારે કેવળજ્ઞાન થયું છે. અલ્પજ્ઞાનમાં અલ્પજ્ઞાનની પ્રતીતિ હતી. એ અલ્પજ્ઞાન સર્વ જ્ઞાનની પ્રતીતિ થઈ. આ..હા..હા...! અલ્પ જ્ઞાનમાં સર્વજ્ઞની પ્રતીતિ થઈ તો શ્રદ્ધાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છાએ કેવળજ્ઞાન છે અને વિચારદશાએ કેવળજ્ઞાન વર્તે છે. આહા...હા...! મુખ્યનયના હેતુએ કેવળજ્ઞાન ત્રિકાળ પડ્યું જ છે. આહા..હા...! પણ પ્રતીતમાં આવ્યું એને. કેવળજ્ઞાન ત્રિકાળ વર્તે છે ઈ કોને ? પ્રતીતિમાં આવ્યું એને. પેલાને છે” એવી પ્રતીતિ નથી આવી તો વર્તે છે ક્યાંથી (આવ્યું) ? આહા..હા...!
અહીં કહે છે, “કેવું છે શુદ્ધ જ્ઞાન ?” “તસનત્યં’ ‘કર્યો છે ક૨વાયોગ્ય સમસ્ત કર્મનો વિનાશ...’ સકળ કૃતકૃત્ય બધું કાર્ય થઈ ગયું. જ્યાં ભગવાનઆત્માના અવલંબને કેવળજ્ઞાન થયું (ત્યાં) કૃતકૃત્ય થઈ ગયું. જે કાર્ય કરવું હતું તે પૂરું થઈ ગયું. આહા..હા...!