________________
કળશ-૧૮૦
૪૦૧
ભગવાન આત્મા અહીં તો હવે મોક્ષમાંથી પાછો ફરે નહિ એમ લેવું છે ને ? પૂર્ણ ! વિજય થઈ ગયો. આહાહા...! અહીંયાં તો સમ્યગ્દર્શન થતાં પણ દર્શનનો વિજય થયો. પૂર્ણાનંદના નાથને અનુભવમાં લેતા... આ..હા..હા..! વિજય થયો. એ વિજય આગામી અનંત કાળ રહેવાનો. આહા..હા..! અહીંયાં શૈલી એવી છે ! દિગંબર સંતોની શૈલી! આવ્યું એ આવ્યું, પડે નહિ. પડે એવું જ્ઞાન કરાવવા સમજાવ્યું છે પણ વસ્તુસ્થિતિ તો આ છે.
જેમ કેવળજ્ઞાન આવ્યું પડે નહિ – જાય નહિ, વિજય થઈ ગયો એમ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પણ પર્યાયમાં આવ્યા એનો પણ વિજય થયો. ભલે ચારિત્ર પૂર્ણ ન થાય એટલે) એક ભવ કરવો પડે, ચારિત્ર ન રહે પણ ચારિત્ર પ્રગટ થશે એવી ધારાવાહીથી જ ત્યાં જાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! એટલે આત્મા આનંદસ્વરૂપનો અનુભવ થઈને પ્રતીતિ કરી એમાં વેદન એમ આવ્યું કે, આમાં જેટલો ઠરીશ એટલા કર્મ નાશ થશે. આવે છે ને ? (‘સમયસારની) ૧૭-૧૮ ગાથા. એ તો અંદર સમ્યગ્દર્શન થતાં જ આ તો ભાવ આવે છે કે, આમાં હું જેટલો ઠરીશ એટલા કર્મનો અભાવ થશે. પણ અભાવ થશે એ દર્શન પૂરતો જે અભાવ (થયો) છે એ અભાવ તો કાયમ રહેવાનો અને ચારિત્ર પુરતો જે અભાવ (થયો) છે એ હજી જીવન પર્યત રહેશે. પણ છતાં એવી ધારાથી ત્યાં સ્વર્ગમાં જશે. જેમ (મુસાફરને) માર્ગ કપાણો નહિ અને ધર્મશાળામાં થોડીવાર રોકાય છે. પચીસ ગાઉ ચાલવું હોય અને સોળ ગાઉ ચાલ્યા (ત્યાં) રાત પડી ગઈ (તો) ધર્મશાળામાં પડ્યા રહે (અને) સવારમાં ઉઠીને ઈ ચાલવાના જ છે. આહા...હા...! એમ આત્માના પૂર્ણાનંદ દ્રવ્યનો અપ્રતિહત ભાવ સમ્યગ્દર્શન પ્રગટ્યું એની સાથે ચારિત્ર પ્રગટ્યું એ ભલે ભવ સુધી રહ્યું પણ સ્વર્ગમાં જશે પછી એને ચારિત્ર આવશે, આવશે અને આવશે, આહા..હા...! સમજાણું કાંઈ ? ન આવે એનો અહીં પ્રશ્ન નથી. આહા..હા..!
અહીં તો કહે છે, વિજય થયો. આ..હા.હા...! ભગવાન આત્મા ! ભાઈ ! પણ અનુભવ વિના પ્રતીતિ થાય નહિ. ચૈતન્યચમત્કાર પર્યાયમાં જે પર્યાય આનંદથી ખાલી હતી. આ.હા..હા..! એ આનંદથી ભરી પડી પર્યાય આવી. “વિનયતેમાંથી આ નીકળે છે. અહીં તો કેવળજ્ઞાનનો વિજય થઈ ગયો એમ કહે છે). પૂર્ણજ્ઞાન થયું ઈ. આહાહા.! પણ એ ભગવાન દ્રવ્ય સ્વભાવ છે, કોઈ દિ એ દ્રવ્યનો અભાવ થતો નથી તો દ્રવ્યની દૃષ્ટિ થઈ તેનો પણ હવે અભાવ થતો નથી એમ કહે છે અને એ દ્રવ્યની શક્તિ ... આહા...હા......! ઉકેલતા ઉકેલતા... પ્રગટ થતાં થતાં જ્યાં કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યાં પૂર્ણ ઉકેલ થઈ ગયો. આહા..હા...! એનો તો વિજય થયો એ) કેવળજ્ઞાન હવે સાદિ અનંત (કાળ) રહેવાનું. જોકે ક્ષાયિક સમકિત પ્રગટ્યું ત્યારથી સાદિ અનંત (કાળ) રહેશે. બરાબર છે ? ક્ષાયિક સમકિત ! પણ અહીંયાં તો ક્ષયોપશમ સમકિતમાં પણ આચાર્ય જોર આપે છે ! આહાહા...!
આત્માના અસ્તિત્વનો અનુભવ – જેટલું જેવડું એનું અસ્તિત્વ છે તેટલું તેવડું જ શ્રદ્ધા,