________________
કળશ-૧૭૯
૩૮૯
(છે). દ્રવ્યઘાતિ અને ભાવઘાતિ કર્મ બે લીધાં છે. પ્રવચનસાર ગાથા-૧૬, સ્વયંભૂ ! ભગવાન આત્મા સ્વયં કેવળજ્ઞાન, કેવળદર્શન, આનંદનો કંદ છે) એ પોતે પોતાથી પ્રગટ થાય છે. કર્મના આવરણ ખસે માટે પ્રગટ થાય છે એમ નહિ. સ્વયંભૂ ! ત્યારે તેને કર્મ છે ને ? કર્મ બે પ્રકારના છે. એક દ્રવ્યઘાતિ, એક ભાવઘાતિ. આહા...હા...! દ્રવ્યઘાતિ (એટલે) જડકર્મ નિમિત્ત છે). ભાવઘાતિ (એટલે) પોતાની અશુદ્ધ પરિણતિનું જોર અંદર કરે છે એ ભાવઘાતિ (છે). સમજાણું કાંઈ ? ૧૬મી ગાથામાં ઈ લીધું છે.
ઘાતિકર્મ બે પ્રકારના છે. એક દ્રવ્યઘાતિ અને એક ભાવઘાતિ. અહીં દ્રવ્યઘાતિથી વાત કરી પણ એનો ભાવઘાતિ અહીં અશુદ્ધ પરિણમનમાં લઈ લીધું કે, એ અશુદ્ધ પરિણમન કરે છે એ ભાવઘાતિ કર્મ છે. આહા..હા..! આવું ઝીણું અને આવી વાતું ! ભાઈ ! શું થાય ? માર્ગ તો પ્રભુનો આવો છે અને માર્ગ તીર્થકર સિવાય ક્યાંય છે નહિ. - ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર એમણે ત્રણકાળ ત્રણલોક જોયા અને ઇચ્છા વિના વાણી નીકળી એ ચીજ બીજે ક્યાંય નથી પણ એના ઘરમાં જન્મ્યા એને પણ ખબરું નથી. એ તો આ રાગ કરીએ ને રાગની મંદ ક્રિયા દયા, દાન, વ્રત પાળીએ એ કરતાં કરતાં ધર્મ થાય એમ માને છે). એ ભાવઘાતિ છે. શું કીધું ? એ દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ છે એ રાગ છે અને રાગ છે એ ભાવઘાતિ કર્મ છે. આહા...હા...! એ ભાવઘાતિ કર્મને આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું કેવળજ્ઞાન કેવળદર્શનનું ભાન કરીને જે પરિણમન થયું એનાથી ભાવઘાતિનો નાશ થયો અને કર્મરૂપે નાશ થયો એ તો એના નાશ થવાની યોગ્યતાથી થયો. આહા...હા..! છે ?
(એવું આવરણ) “શુદ્ધ પરિણામથી મટે છે, વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. અનાકુળ સુખનો સાગર આત્મા છે. કાલે એક કાગળ આવ્યો છે ને ? “કોટાવાળાનો” ! “કોટા'નો ને ? બહુ પ્રમોદ (વ્યક્ત કર્યો છે), ભાઈ ! “આત્મધર્મ વાંચીને તો આમ એટલું થઈ ગયું જાણે.. આહા...હા...! શું ચીજ છે આ તે !! અમને એટલો આનંદ આવ્યો છે અત્યારે કે શું કહીએ ? આ ‘આત્મધર્મમાં જે વાત આવે છે એ વાંચીને.. એમ કરીને કોટા'નો કોઈ (મુમુક્ષુ છે). કાલે કાગળ આવ્યો છે. આહા..હા...! ‘આત્મધર્મ આપણે નીકળે છે ને ? આ ‘આત્મધર્મની જ વાતું છે. આહા..હા..! બહુ પ્રમોદ બતાવ્યો છે, કાલે કાગળ આવ્યો છે.
અહીં કહે છે કે, ભગવાન આત્મા...! આ.હા...હા...હા...! “અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા' કર્મ નહિ, કર્મ નહિ, કર્મ જડ છે. “અપને કો આપ ભૂલ કે, હૈરાન હો ગયા' આહા..હા..! ભગવાન આનંદનો નાથ પ્રભુ અંદર બિરાજે છે. આહા...હા...! મૃગની ઘૂંટી – નાભિમાં કસ્તૂરી છે), મૃગલાને કસ્તૂરીની કિંમત નથી. આહા...હા...! મૃગની નાભિમાં કસ્તૂરી (છે) એ મૃગને એની કિંમત નથી. એમ ભગવાન આત્મામાં અંતર અનંત આનંદ અને જ્ઞાન, મૃગલા જેવા અજ્ઞાનીને તેની ખબરું નથી. આહા...હા...! મારો નાથ આનંદથી ભરેલો છે.