________________
૩૯૦
કિલશામૃત ભાગ-૫ મારે આનંદને માટે બહાર શોધવાની જરૂર નથી. આહાહા...!
એક છોડી કાલે-પરમ દિવસે બોલી હતી. નાની છોડી પાંચ વર્ષની છે ને ? ઈ પરમ દિ બોલી હતી. દ્રવ્ય એને કહીએ કે જેના કાર્ય માટે અનેરા સહાયની જરૂર ન પડે.”
ઓય...! એ છોડી બોલી) હતી. અહીં આપણે (મુમુક્ષ) છે ને ? એની નાની દીકરી છે. વાહ...! આત્મા છે ને ? ભાષા તો આવે. આહા..હા....!
દ્રવ્ય એને કહીએ... આ બેનના વચન છે. “ચંપાબેનના ! દ્રવ્ય એને કહીએ જેના કાર્યને માટે અનેરા સાધનની રાહ જોવી પડે નહિ. આહા..હા..! ભાઈએ માંગણી કરી છે, નહિ? “ઘાટકોપરવાળાએ' ! ભાઈ પાસે કેટલાક ચાકળા છે એ એને આપે. ભાઈ ! પેલાએ માગણી કરી છે. અમારે ચાકળા બનાવવા છે. તમારે થોડા ત્યાં દેવા. કાલે કાગળ આવ્યો છે કે, બેનના (વચનામૃતના) ચાકળા બનાવવા. અમારે અહીં બનાવવા છે.
એક જણાનો તો એવો પત્ર આવ્યો છે, “મલકાપુરના છે, એનો પત્ર એવો આવ્યો છે કે, બેનના વચનામૃતોના કેલેન્ડર કરો અને કેલેન્ડર ઘરે ઘરે મોકલો. એ.ઈ....! ભાઈ ! આ વચનામૃત શું છે આ તે !! આહા..હા...! કાલે આવ્યો હતો. બહુ હોશિયાર છે, નાની ઉંમરનો જુવાન છે. એણે એમ લખ્યું છે કે, બેનના વચનામૃતોના કેલેન્ડર કરીને ઘરે ઘરે કેલેન્ડર મોકલો. દરરોજ એને ખ્યાલમાં તો રહે. એવું લખ્યું છે, લ્યો ! એ..ઈ...! પોતે બેનનો બહુ ઉપકાર માન્યો છે. બાપુ ! શું છે ? ભાઈ ! અંતર અતીન્દ્રિય આનંદ !
સમ્યક્રદૃષ્ટિ થતાં ધર્મની – મોક્ષમહેલની પહેલી સીઢી પ્રગટ થાય છે). “છ ઢાળામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં, આત્માનો અતીન્દ્રિય આનંદ જે ભરચક ભર્યો છે એનો એને
સ્વાદ આવે. આહા...હા...હા....! ત્યારે તો એને હજી ચોથા ગુણસ્થાનવાળો સમકિતી કહેવાય. પાંચમાવાળો શ્રાવક એ તો વળી ક્યાંય જુદી ચીજ (છે), બાપા ! એને અતીન્દ્રિય આનંદનો સ્વાદ વિશેષ આવે અને મુનિ છે એને તો અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન આવે. આહા...! આવો માર્ગ છે, પ્રભુ ! કહો, ભાઈ ! તમારા ઝવેરાતમાં ધૂળમાં ક્યાંય આનંદ નથી. દસ લાખ ને વીસ લાખ ને પચાસ લાખ પેદા કર્યા ને ધૂળ કર્યા. આહા..હા...! મમતા છે, ત્યાં તો દુ:ખ છે.
અહીંયાં કહે છે, પોતાનો ભગવાનઆત્મા..! આ.હા..હા.! શુદ્ધ પરિણામથી વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. જોયું ! શું કહ્યું? આહા..હા...! એ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ! પવિત્ર આનંદનું ધામ, અનંત ગુણનું ધામ પ્રભુ ! એનું શુદ્ધ પરિણમન એટલે દશામાં શુદ્ધતાની દશા કરવી એનાથી તે વસ્તુ પ્રગટ થાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવું ઝીણું પડે પણ) શું થાય ? બાપુ ! માણસોને બહારની ક્રિયાકાંડમાં ગોઠવી દીધા છે અને એમાંથી ધર્મ મનાવ્યો છે. પ્રરૂપણા પણ એવી કરે કે, આ વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા કરો, (એ) કરતાં કરતાં કલ્યાણ થઈ જશે. અરેરે! એ પ્રરૂપણા જ મિથ્યાત્વ છે. અહીં કહે છે, એના શુદ્ધ