________________
કળશ-૧૭૯
૩૮૫
આહા...હા.... પોતાના બળ – પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે....” “ય પ્રસરમ્ પર: : પિ ન વૃતિ” “જેથી શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસાર” અહીં તો મોક્ષની છેલ્લી વાત છે ને ? જેના જ્ઞાનનો સ્વભાવ લોકાલોકને જાણવાનો છે એ પ્રસાર થઈને એ શક્તિ પુરુષાર્થથી પ્રગટ થઈ છે. અને હવે કોઈ આવરણ કરનાર છે નહિ. આહા...હા...! એક ક્ષાયિક સમકિત થાય તોપણ હવે આવરણ કરનાર મિથ્યાત્વ નથી તો ક્ષાયિક કેવળજ્ઞાન થાય એને આવરણ કરનાર કોણ હોય? આહા...હા.! સમજાણું કાંઈ ? અહીં મોક્ષ અધિકારની પૂર્વ ગાથા છે ને ? આહાહા...! આ તો શાંતિના, ધીરજના કામ છે.
અંતર ચીજ જ શુદ્ધ ચૈતન્ય આનંદઘન સચ્ચિદાનંદ પ્રભુ છે. આહા...હા...! દરેક આત્મા સત્ શાશ્વત ચિત્ – જ્ઞાન ને આનંદનો કંદ છે. આહા..હા....! એને સ્વભાવ સન્મુખની પરાક્રમ દશા દ્વારા જે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ, લોકાલોકને જાણવાની શક્તિ પ્રગટ થઈ, એને કોઈ આવરી શકે એવું છે નહિ. આહાહા..! સમજાણું કાંઈ ?
અહીં તો કહ્યું ને ? નિશ્ચયે આત્માનું જ્ઞાન થઈને ક્ષાયિક સમકિત થાય તો મિથ્યાત્વ ફરીને આવતું નથી. ‘શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત થયું. આત્માનો અનુભવ, આનંદનો અનુભવ થયો) એમાં પ્રતીતિ (થવી) એનું નામ ક્ષાયિક સમકિતી (છે). એ ક્ષાયિક સમકિત આવ્યું ઈ આવ્યું, એ હવે પાછું પડે નહિ. કોઈ મિથ્યાત્વ ફરીને આવશે નહિ. તો આ તો કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટી કહે છે. આહા...હા...! શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરતાં કરતાં પોતાના બળ – પરાક્રમથી અંદરમાં રમતાં કેવળજ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ. આહા..હા..! એ કેવળજ્ઞાન લોકાલોકને જાણે એને હવે આવરણ કરનાર જગતમાં કોઈ છે નહિ. આહા..હા...! બંધ અધિકારની છેલ્લી ગાથા છે ને ? પૂર્ણ બંધના અભાવની વ્યાખ્યા ! આહા..હા....
પ્રથમ સમ્યગ્દર્શન થતાં પણ ધર્મની – મોક્ષમહેલની પહેલી સીઢી ! એ સમ્યગ્દર્શન થતાં પણ ક્ષાયિક થાય. શુદ્ધ ચૈતન્યઘનનો અનુભવ એટલો બળજોરીથી (થાય) કે જેમાં ક્ષાયિક દશા પ્રગટ થાય. એ ક્ષાયિક (સમગ્દર્શનની) દશા પણ ફરીને પડે નહિ તો કેવળજ્ઞાનની શું વાતું કરવી ? એમ કહે છે. સમજાણું કાંઈ ?
જુઓ ! આચાર્ય તો એમની પોતાની દશાની જાતને વર્ણવતા ત્યાં સુધી કહે છે કે, અમે ભલે અત્યારે ક્ષાયિક સમકિતી નથી પણ અમને જે આત્મજ્ઞાન, અનુભવ થયો અને એમાં અમને જે સમ્યગ્દર્શન થયું, એ દયા, દાન, વ્રત, ભક્તિના રાગના પરિણામથી ભિન્ન પડીને અનુભવ થયો, અમારો એ ભાવ હવે પડવાનો નથી, એમ કહે છે. આહાહા...! શું કહ્યું ઈ ? ત્રણ પ્રકાર કહ્યા.
એક તો ક્ષાયિક સમકિત થતાં આત્મા આનંદનો નાથ પ્રભુ ! અતીન્દ્રિય અનાકુળ આનંદનો પ્રત્યક્ષ સ્વાદ આવતાં જેને એ ક્ષાયિક પ્રતીતિ થાય છે એ પ્રતીતિ હવે કોઈથી