________________
૩૭૭
જુવાનજોધ માણસ, જુઓને ! આહા...હા....! જરી પાછો દુખાવો ઉપડ્યો, ત્યાં તો દેહ છૂટી જાય. આ હાર્ટફેઈલ થાય છે ને) ! કાંઈક દુઃખાવો ઉપડ્યો છે, કહે છે. આ બાઈની વાત સાંભળીને ? રાત્રે પોણા બેએ ઊઠી, લ્યો ! દુઃખાવો ઉપડ્યો તો કહે, મને દુઃખે છે. જ્યાં ઊલટી થઈ અને આમ ગયા ત્યાં એની સાસુ એની સાથે ગયા. ખંભે માથું નાખી દીધું ! આહા..હા....! દેહ છૂટી ગયો, ચોવીસ વર્ષની ઉંમર ! આ દેહ તો નાશવાન, માટી – ધૂળ છે. એની મુદતે રહેશે, મુદત પૂરી થશે તો ફડાક ખાલી થઈ જશે. ભગવાન તો અનાદિઅનંત અંદ૨ છે. એ કંઈ શરીરનો નાશ થયે ભેગો નાશ થાય એવો છે ? આહા...હા....! અરે....! માણસપણા મળે એમાં પણ ધર્મ-બર્મનું કાંઈ ન મળે, એના પાછા અવતાર... આ..હા..હા...! એ ઢો૨માં, તિર્યંચમાં ઘણા જવાના. કારણ કે વાણિયાને ઇંડા ને માંસનો ખોરાક તો ન હોય એટલે નરકમાં તો ન જાય. પણ વચમાં દેવ અને મનુષ્ય થવાના પુણ્ય પણ ન હોય. સત્સમાગમથી બે-ચાર-પાંચ કલાક હંમેશાં વાંચન, શ્રવણ (હોય તો) પુણ્ય તો થાય. એ પણ ન હોય અને એકલા બાવીસ-ત્રેવીસ કલાક બાયડી-છોકરા, ૨ળવું, દુકાને બેસવું ને ધમાલ... ધમાલ... પાપ એકલાં ! અર........!
કળશ-૧૭૮
મુમુક્ષુ :– એમાં પૈસા કમાવાય છે.
ઉત્તર :– પૈસા ધૂળેય નથી કમાતો. પૈસા એને લઈને મળે છે ? તમારાથી મોટા બેરિસ્ટર ઘણા હતા. ‘ગોંડલ’નો બેરિસ્ટર હતો. (સંવત) ૧૯૯૫ ની વાત છે. ૧૯૯૫ ની સાલ, ૩૯ વર્ષ થયા. અને આ (ભાઈ) તો બેરિસ્ટર પણ નહોતા અને પૈસા ઢગલા થાતા. બેરિસ્ટર ભણ્યાથી (પૈસા) થાતા હશે ? એ તો પૂર્વના પુણ્ય હોય (તો પૈસા દેખાય).
મુમુક્ષુ :- મહેનત કરી છે.
ઉત્તર :– ધૂળેય મહેનત નથી કરી. પેલો તો બેરિસ્ટર થયો હતો. તમારા કરતાં મોટો ! તમે કે દિ’ બેરિસ્ટર હતા ? અને ઈ માણસ જુવાન હતો. ઘરના રોટલા ખાતો, કોઈ અસીલ આવતું નહિ. એ તો પૂર્વના પુણ્ય હોય તો અસીલ આવે અને પૈસા થાય. એમાં કાંઈ બેરિસ્ટ૨૫ણું આવડ્યું માટે પૈસા થાય છે એમ છે ? આહા..હા...!
મુમુક્ષુ :- કૉલેજમાં પાસ થવું પડે...
ઉત્તર ઃ– એ પાસ થાય એમાં પણ) પૂર્વના પુણ્ય હોય (તો થાય). પેલો વકીલ નહોતો ? ભાઈ ! ઘણા વકીલને જોયા છે ને ? એનું બિચારાનું કાંઈ ચાલતું નહોતું, લ્યો ! વકીલ થયેલો. અને આ તમારો મિત્ર વકીલ, બુદ્ધિ તો બધી સમજવા જેવી હતી, છતાં લાખો રૂપિયા પેદા કર્યા હતા. એક ફેરી (એમને) પ્રશ્ન કર્યો. બહુ સાંભળવા આવે. મહારાજ ! (તમે) આત્માના બહુ વખાણ કરો છો, આવો... આવો... આવો... તો એ ધોયેલા મૂળા જેવો ગયો ક્યાં ? લ્યો, આવો પ્રશ્ન કર્યો !! આ વકીલ ! આ મૂળા નથી કહેતા ? મૂળા ધોઈને કરે છે ને ? (જમીનમાંથી) કાઢે છે ત્યારે એમાં ગારો હોય. મૂળા હોય ને મૂળા, એ કાઢે ને ત્યારે એમાં