________________
૩૭૪
કલશામૃત ભાગ-૫ એનું કારણ પરદ્રવ્યનું ધણીપનું છે. પોતાના સ્વરૂપનું ધણીપનું છોડી અને રાગ અને કર્મનું ધણીપતું માને એને નવા કર્મની સંતતિ – પ્રવાહ આવે છે. આહા..હા..! ભાષા તો સાદી છે પણ ભાવ તો જે હોય એ હોય, બાપુ ! બીજું ક્યાંથી લાવવું ? આહાહા..! આ તો વીતરાગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ પરમાત્માના હુકમ છે ! આ...હા...હા....!
મુમુક્ષુ :- એકને એક બે જેવી વાત છે પછી તકરાર શાની ?
ઉત્તર :- એવી છે, બાપા ! વાત તો એવી છે, ભાઈ ! આહા...હા...! શું થાય ? પ્રભુ ! તારા ઘરની વાત છે ને ! આહાહા...! એક ને એક બે થાય. વાત તો એવી છે, બાપા ! વીતરાગ છે એ કોઈ પક્ષ નથી. વીતરાગે તો જેવું સ્વરૂપ છે એવું જાણ્યું, અનુભવ્યું અને પ્રગટ કેવળજ્ઞાન થયું ત્યારે એવું જાણ્યું એવું કહ્યું. આહાહા...!
ત્રણલોકના નાથ અત્યારે બિરાજે છે. અરે..રે..! મહાવિદેહમાં પ્રભુ બિરાજે છે. ભરતક્ષેત્રમાં પરમાત્માના વિરહ પડ્યા. બાપ મરી જાય, લક્ષ્મી ઘટી જાય, છોકરાઓ પછી પાછળથી ઝગડા કરે કે, આ મકાન મારું ને આ મકાન મારું. એમ પરમાત્માના વિરહ પડ્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ રહી નહિ – એ લક્ષ્મી રહી નહિ. આહા...હા..! અને ઝગડા ઊભા કર્યા. એક કહે કે, પુણ્યથી ધર્મ થાય અને એક કહે આનાથી ધર્મ થાય. આહા...હા...! આવું થયું.
આ શ્લોકની તકરાર એ મોટી વાત છે. બીજા બધા એવો અર્થ કરે છે (કે) પરદ્રવ્ય રખડવામાં કારણ છે. અરે બાપુ ! પરદ્રવ્ય તો શેય છે. એ રખડવાનું કારણ નથી. પરદ્રવ્ય એટલે રાગ અને પુણ્ય-પાપના ભાવનું સ્વામિપણું – એ મારા છે, હું એનો છું, એવો જે અભિપ્રાય તે નવા કર્મની સંતતિ નામ પ્રવાહ આવવાનું કારણ છે. આહા...હા...! વાત તો સીધી છે પણ એને બેસવી જોઈએ).
“કરીને ? ‘ત્તિ વત્તાત્ તત્ સમગ્રં પદ્રવ્ય કૃતિ નોગ્ય વિવેચ્ય' (નિ) નિશ્ચયથી જ્ઞાનના બળથી...” જોયું ? જ્ઞાન એટલે આત્મા. આહા...હા...! ભગવાન જ્ઞાનસ્વરૂપી પ્રભુ ! જ્ઞાનમૂર્તિ ! જેમ સાકર મીઠાશનો પિંડ છે, કાળી જીરી કડવાશનો પિંડ છે, મીઠું ખારપનો પિંડ છે એમ ભગવાનઆત્મા જ્ઞાનનો પિંડ છે. એકલો જ્ઞાનરસ ! જ્ઞાનસ્વરૂપ ! એ અહીં કહે છે.
જ્ઞાનના બળથી...” જ્ઞાનસ્વરૂપ ભગવાનના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાના બળ દ્વારા. દ્રવ્યકર્મ એટલે આઠ કર્મ. ‘ભાવકર્મ... એટલે પુણ્ય-પાપ ભાવ. જુઓ ! આહા...હા.! છે ? આહાહા..! થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી મોટી લાંબી વાતું કરે અને સત્યના કાંઈ ઠેકાણા ન હોય, એમ હોય નહિ. સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું એવું સત્ય હોવું જોઈએ. આહા...હા...!
અહીં કહે છે કે, એ “જ્ઞાનના બળથી.” જોયું? કર્મને કેમ ટાળ્યા? અને કેમ ટળ્યા?