________________
૩૭૨
કલશામૃત ભાગ-૫
મૂળ કારણમાં તકરાર. બંધનમાં એ કે, પરદ્રવ્ય બંધનું કારણ છે. એ પણ મોટો વાંધો ! અને શુભભાવ મોક્ષનું કારણ છે એ પણ મૂળમાં વાંધા !
મુમુક્ષુ :- શુભ મોક્ષનું કારણ છે, એ બહુ જોરથી ચાલે છે.
ઉત્ત૨ :– જો૨થી ચાલે છે ને ! પંડિતોમાં ચર્ચા ચાલી આવે (છે). અહીંનું – ‘સોનગઢ’નું બહાર આવ્યું (એટલે) પંડિતોમાં ચર્ચા ચાલી. નહીંતર તો બધા એમને એમ ઘેંટાની જેમ પડ્યા'તા. હવે થોડા હહળ્યા ! એક પંડિત કહે કે, શુભભાવ મોક્ષનો માર્ગ છે. બીજા પંડિત કહે કે, શુભભાવ મોક્ષનો માર્ગ છે. એને જે ઉપાદેય ન માને એ મિથ્યાદૃષ્ટિ છે ત્યારે બીજો પંડિત કહે કે, શુભભાવને હેય માને એ સમ્યષ્ટિ છે. શુભભાવને ઉપાદેય માને તે મિથ્યાદૃષ્ટિ છે.
શુભભાવને ઉપાદેય માને તે સમ્યક્દષ્ટિ (એમ માનો તો) ‘કુંદકુંદાચાર્યદેવે' શુભભાવને હેય માન્યો છે. તો એ મિથ્યાદૃષ્ટિ ઠર્યા ? સોનગઢ'નું નીકળ્યા પછી આ ચર્ચા પંડિતોમાં ચાલી. આહા..હા...!
મુમુક્ષુ :- શુભભાવ ભલે મોક્ષમાર્ગ નથી, પણ અધર્મ નથી.
ઉત્તર :– એ અધર્મ છે. બંધનું કારણ છે એ ધર્મ નહિ. ધર્મ નહિ એટલે સાધારણ ભાષાએ કહીએ તો પુણ્ય (છે) અને ખરી રીતે કહીએ તો અધર્મ કહીએ. કહ્યું હતું નહિ ? (સંવત) ૧૯૮૫ની સાલમાં ! ૮૫ની સાલ ! ૪૯ વર્ષ થયા. ‘બોટાદ'માં મોટી સભા ! મોટી સભા, ૧૫૦૦ માણસ ! ઘ૨ ત્રણસો અને (અમે) વાંચવા બેસીએ એટલે માણસ ઘણું આવે. અપાસરામાં સમાય નહિ અને બહા૨ (બેસે). (એ વખતે) બે બોલ કહ્યા હતા. ૧૯૮૫ ના પોષ માસની વાત છે. કીધું, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. પેલો અધર્મ(નો બોલ) પછી આવશે. કેમકે જે ભાવે બંધન થાય એ ભાવ ધર્મ હોય ? ધર્મ તો અબંધભાવે થાય. માટે તીર્થંકર ગોત્ર બાંધે એ ભાવ પણ ધર્મ નહિ. અને સીધી ભાષાએ કહીએ તો એ પુણ્ય છે એટલે અધર્મ છે. ૧૯૮૫ માં ‘બોટાદ’ સંપ્રદાયમાં વ્યાખ્યાન ચાલતું હતું. લોકોનું વલણ તો અમારા ઉપર બહુ હતું ને ? ત્યાં મુહપત્તિ હતી. હજાર, પંદરસો માણસ ! લોકોને અમારા ઉપર તો બહુમાન હતું ને ! પ્રતિષ્ઠા ઘણી હતી ને ! વ્યાખ્યાન ચાલતું હોય તો મોટા પચાસ-પચાસ હજારની પેદાશવાળા ગૃહસ્થો બેઠા હોય ! પેદાશવાળા હોં ! મૂડીવાળા નહિ. બધા બેઠા હોય, બધા સાંભળે. કોઈ શંકા (કરે) નહિ. મુહપત્તિ પહેરી હતી ને ? ગલી આખી ભરાઈ જાય. બારી પાસે વ્યાખ્યાન હોય તો આખી ગલી ભરાઈ જાય. તે દિ’ આ કહ્યું હતું.
બે વાત કરી હતી. બધા સાંભળે. એક અમારા ગુરુભાઈ હતા (એણે) ખળભળાટ કરી નાખ્યો. બે વાત કરી કે, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ધર્મ નહિ. ધર્મથી બંધન નહિ અને બંધનના કા૨ણે બંધનથી જે ભાવ થાય એ ધર્મ નહિ. બીજી રીતે કહીએ, ધર્મ