________________
૩૭૦
કિલશામૃત ભાગ-૫ પરની ક્રિયા છે અને એમાં રાગ મંદ થતો હોય તો પુણ્ય છે. પુણ્ય છે એ સંસાર છે. એ સંસારમાં દાખલ કરે છે. આહા...હા.! એ આવ્યું છે ને ? પુણ્ય-પાપ અધિકાર’માં ! એને સુશીલ કેમ કહીએ ? એ શુભભાવને સુશીલ કેમ કહીએ? કેમકે એ તો સંસારમાં પ્રવેશ કરાવે છે. આહા...હા..! એ શુભભાવથી ભિન્ન ચૈતન્યવસ્તુ છે ને ? મોજૂદ પદાર્થ છે ને ? ધ્રુવ અનંત આનંદ અને અનંત અતીન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ છે. એના તરફના ઝુકાવ, એના આશ્રયથી મૂળમાંથી બંધન છેદાઈ જાય છે. એટલે કે એને બંધન થતું નથી. ત્યાં સુધી આવ્યું છે, જુઓ ! છે ?
કેવી છે ભાવસંતતિ ? પરદ્રવ્યનું સ્વામિત્વપણું છે મૂળ કારણ...” અહીં જરી વજન છે. કેટલાક એનો એવો અર્થ કરે છે કે, બંધનમાં મૂળ કારણ કર્મ છે, એને લઈને બંધન (થાય છે). મૂળ કારણ કર્મને લઈને બંધન છે એમ કહે છે. એનો અર્થ અહીં બીજો કર્યો. રાગ અને કર્મનું સ્વામિપણું જેનું – બંધનનું મૂળ છે. શું કહ્યું એ ? કર્મ એ બંધનનું કારણ નથી. કર્મ એ સંસારનું મૂળ કારણ નથી. કર્મ અને રાગનું સ્વામિપણું (છે) એ સંસારમાં રખડવાનું મૂળ કારણ છે. અરે... અરે...! આવી વાતું હવે. ભાષા જુદી..
આત્મા વસ્તુ છે ને ? છે તો એ નિત્યાનંદ પ્રભુ અનાદિઅનંત છે. એવી ચીજ છે તેની વર્તમાન પર્યાય એટલે અવસ્થામાં રાગનો અશુદ્ધ ઉપાદાન તરીકે સંબંધ છે અને કર્મનો સંયોગી નિમિત્ત તરીકે સંબંધ છે. એ તો પરદ્રવ્ય છે. હવે, અહીંયાં કહે છે કે, બંધનું મૂળ કારણ કોણ ? ત્યારે કહે છે કે, એ કર્મબંધનનું) મૂળ કારણ પરદ્રવ્ય છે. સ્વદ્રવ્ય મોક્ષનું કારણ છે અને પરદ્રવ્ય બંધનું કારણ છે, એમ નથી. પરદ્રવ્યનું ધણીપતુ – સ્વામિપણું, અભિપ્રાયમાં પરદ્રવ્ય મારા (છે), એવું જે સ્વામિપણું (છે), એ કર્મની સંતતિ આવવાનું મૂળ કારણ એ છે. આવી ઝીણી વાતું ! પેલું તો ભક્તિ કરો, પૂજા કરો, ભગવાનના દર્શન કરો, દેવદર્શન કરો, ગિરનારની અને શેત્રુંજયની જાત્રા કરી... ભાઈ ! બાપુ ! મારગડા જુદા, પ્રભુ ! એ બધી ક્રિયાઓ તો શરીરની અને પરની (છે) પણ એમાં કદાચ રાગ મંદ હો તો શુભભાવ છે. એ શુભભાવ તો સંસાર છે. આહાહા..!
અરે..! (ચૌદમે) ગુણસ્થાને પણ હજી એક ઉદયભાવ કરી રહ્યો છે તોપણ એને સંસારમાં કહ્યો ! આહાહા...! ચૌદમે, તેરમે ગુણસ્થાને કેવળી પરમાત્માને જ્યારે જોગનું કંપન રુંધાય છે તોપણ એને જરી ઉદયભાવ પ્રતિજીવી ગુણની વિબદશા એને વર્તે છે. આહા...હા...! તેથી એને અસિદ્ધ કહ્યા, સિદ્ધ નહિ. એટલું પણ અસિદ્ધપણું, સંસારભાવ છે, કહે છે. આહા...હા...! તો અહીંયાં તો કહે છે કે, જે પુણ્યના પરિણામ છે કે પાપના ભાવ છે એ પોતે સંસાર છે. આહા..હા..! સમજાણું કાંઈ ? અને બંધનું કારણ કર્મ અને પર નથી. બંધનું કારણ પરદ્રવ્યનું ધણીપતુ – સ્વામિપણું છે એ છે). અભિપ્રાયમાં એ પદ્રવ્ય મારા (છે) એવું જે સ્વામિપણું (છે) એ નવા કર્મના બંધનું કારણ છે. આવી વાતું છે. આમાં