________________
કળશ-૧૭૮
માગશર વદ ૫, શુક્રવાર તા. ૩૦-૧૨-૧૯૭૭. કળશ−૧૭૮, ૧૭૯ પ્રવચન-૧૮૯
૩૬૯
આ ‘કળશટીકા’, ૧૭૮ કળશ (ચાલે છે એમાં) પાછળનો ભાગ છે. અહીં સુધી આવ્યું
છે.
?
એક જ કાળે ઉખાડીને દૂર કરવાનો છે અભિપ્રાય જેનો, એવો છે.’ છે ? આ બાજુ છે. શું કહે છે ? કે, આત્માને જે કર્મનો અથવા રાગનો સંબંધ છે એ સંબંધને પોતાના સ્વભાવના પુરુષાર્થ દ્વારા ઉખાડી નાખવાનો જેનો અભિપ્રાય છે એણે શું કરવું ? એણે સ્વભાવનો આશ્રય લઈને અંદરમાં ઠરવું. આત્માનું મૂળ સ્વરૂપ અબદ્ધ છે, પણ એની પર્યાયમાં રાગનો અને કર્મનો નિમિત્તરૂપે સંબંધ છે. એ સંબંધને તોડવા માટે, મૂળથી ઉખેડવા માટે... આહા..હા...! એમ આવ્યું હતું ને ? મૂળ બંધ !
આત્મા અખંડ આનંદસ્વરૂપનો આશ્રય લેવો. શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવનું અવલંબન લેવું. એ અવલંબનને લીધે રાગનો અને કર્મનો સંબંધ મૂળમાંથી છૂટી જાય છે. આવી વાત છે.
પ્રશ્ન :- અવલંબન લેવું એનો અર્થ શું ?
સમાધાન :– અવલંબન લેવું એટલે અંતર્મુખ થવું. વસ્તુ છે, વસ્તુ છે ને આત્મા ?
એ વસ્તુ છે તેનો આશ્રય લેવો. જે આમ રાગનો અને કર્મના તરફનું અવલંબન અને આશ્રય હતો એ બધું બંધનું કારણ, સંસારમાં રખડવાનું કારણ હતું. જેને એ બંધ મૂળમાંથી છેદવાનો અભિપ્રાય છે એણે આત્માના સ્વભાવને રાગના સંબંધથી છૂટો પાડી સ્વભાવનો સંબંધ કરવો. આમ છે. રાત્રે તો ઘણા પ્રશ્ન થયા હતા. (આ ભાઈએ) ઘણા પ્રશ્નો) કર્યાં હતા ને ? આમ
છે.
વસ્તુ છે ને આનંદકંદ ? નિત્ય ચિદાનંદ પ્રભુ ! એનો આશ્રય લઈ, એના તરફનું વલણ કરી, એનું અવલંબન લઈ અને બંધના છેદને મૂળમાંથી કાઢવો.
મુમુક્ષુ :– દ્રવ્ય તો આશ્રય દઈ શકતું નથી.
ઉત્તર :– આશ્રયનો અર્થ શું ? કે, તેના તરફ વળવું એ આશ્રય. આશ્રયનો અર્થ એ. વર્તમાન પર્યાયને ત્રિકાળી તરફ વાળવી એનું નામ આશ્રય. આહા..હા...! ઝીણી વાતું, ભાઈ ! ધર્મમાર્ગ બહુ સૂક્ષ્મ છે. લોકોએ બહારથી જૈનધર્મને કલ્યો છે એ ધર્મ નથી. વ્રત ને અપવાસ ને તપ ને ભક્તિ ને પૂજા ને મંદિરો (બનાવવા) ને... આહા..હા...! તે તો બધી