________________
કળશ- ૧૭૬
થાય છે તેમાં કર્મનું નિમિત્ત છે એટલે કર્મનો સંગ છે. આ પ્રમાણે છે, ભાઈ ! આમાં આડુંઅવળું કાંઈ કરે તો (બધું ફરી જાય છે). સમજાય છે આમાં કાંઈ ? આહા...હા...!
તેથી અહીં ૧૭૬ (શ્લોકમાં) કહ્યું કે, વસ્તુ વૃત્તિ વસ્તુસ્વમાવં” એ પ્રકારે વસ્તુના સ્વભાવને... છે ને ? જ્ઞાની એટલે ‘સમ્યગ્દષ્ટિ જીવ...’ એમ લીધું. જોયું ? ‘પૂર્વોક્ત પ્રકારે...’ પૂર્વોક્ત નામ (વસ્તુસ્વભાવ) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય,...' જોયું ? જે શુદ્ધ ઉપાદાનકારણ નહોતું કહ્યું, વિકારનું કારણ (નહોતું કહ્યું) એ શુદ્ધ ઉપાદાનકારણને પોતાનું જાણે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાની શુદ્ધ ઉપાદાન ચૈતન્ય છે એને પોતાનું સ્વરૂપ જાણે છે. અરે...! આવી વાતું !
પૂર્વોક્ત પ્રકારે દ્રવ્યનું...’ એટલે વસ્તુનું. પોતાનું શુદ્ધ ચૈતન્ય,...' શુદ્ધ ચૈતન્ય ! ‘તેને આસ્વાદરૂપ અનુભવે છે...' (નાનાતિ)ની વ્યાખ્યા આ કરી. એકલું જાણે છે એમ અર્થ કરે તો સાધારણ જાણવાની વ્યાખ્યા છે, એમ નહિ. જાણે છે એને કહીએ કે એમાં આસ્વાદ આવે. આનંદનો આસ્વાદ આવે તેને (નાનાતિ) અને આસ્વાદતિ કહેવાય છે. કહો, સમજાય છે કાંઈ ? આહા..હા...! એક એક શ્લોક... આ તો મહાસિદ્ધાંત છે ! અને તે પણ મહાસંત ભાવલિંગ જેના ચિહ્ન ! ઉગ્ર સ્વસંવેદન જેનું ચિહ્ન ભાવલિંગ છે એ સંતોની આ વાણી છે. નિમિત્તથી કથન છે ને ? વાણી તો વાણીની છે. સમજાય છે કાંઈ ?
૩૩૧
એ પ્રકારે આસ્વાદરૂપ વસ્તુને શુદ્ધ ચૈતન્ય તે હું, પર્યાયમાં વિકૃત અવસ્થા (થાય છે) તે હું નહિ, એ જીવનું સ્વરૂપ જ નહિ. આહા...હા...! ધર્મસૃષ્ટિ - ધર્મીની દૃષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપાદાન જે વસ્તુ છે એને જાણતાં તેના શુદ્ધ સ્વરૂપને આસ્વાદે છે. આહા..હા...! (નાનાતિ)ની વ્યાખ્યા બહુ સાધારણ કરી નાખે કે, જાણે (છે). પણ જાણે ક્યારે કહેવાય ? કે, અંદર આનંદસ્વરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય છે એની વ્યક્ત અવસ્થા થઈને આનંદનો આસ્વાદ લે ત્યારે એ (નાનાતિ) કહેવામાં આવે છે. આહા..હા...! સમજાય છે કાંઈ ? અનુભૂતિ કરે એમ કહે છે. ઈ પર્યાય છે, પણ કોની ? શુદ્ધ ચૈતન્ય ધ્રુવ પરમ પ૨મ સ્વરૂપ પવિત્ર ધામ ભગવાન ! એની અનુભૂતિ. એની અનુભૂતિ એટલે આ શુદ્ધ છે તેની અનુભૂતિમાં શુદ્ધ પરિણમન જ પ્રગટ થાય. એમાં અતીન્દ્રિય આનંદના સ્વાદસહિત અનંત ગુણની એક અંશની શક્તિની વ્યક્તતાનું વેદન હોય છે પણ એ વેદનમાં આનંદનું વેદન મુખ્ય કહેવામાં આવ્યું છે. કા૨ણ કે અનુભવમાં આનંદની મહોરછાપ છે. એ (‘સમયસાર’ની) પાંચમી ગાથામાં આવી ગયું છે. મારા વૈભવથી કહીશ. ત્યાં એમ કહ્યું છે કે, અનુભવમાં આનંદની મહોરછાપ છે. આ ટિકિટને મહોર મારે છે ને ? સમજાણું કાંઈ ? આહા...હા....! મુદ્રિત શબ્દ પડ્યો છે.
મુમુક્ષુ :
ઉત્તર :– હા, એ. મહોરછાપ છે. આહા..હા...! શું કહ્યું એ ?
ફરીને, આ આત્મા જે છે શુદ્ધ સ્વરૂપ ધ્રુવ ! એને જેણે જાણ્યો, તો જાણ્યું એને કહીએ