________________
કલશામૃત ભાગ-૫
સમજાય છે કાંઈ ? આહા..હા...! એમ સ્વવસ્તુ જ્ઞાની જાણે છે. એમ આમાં આવ્યું. વસ્તુનો સ્વભાવ એવો છે એમ એ જાણે છે કે, મારી ચૈતન્યશક્તિ, શુદ્ધ ચૈતન્ય છે એ વિકારનું કારણ નથી એટલે વિકાર મારા સ્વરૂપમાં નથી. એમ. વિકારનું કારણ નથી એટલે કે મારા સ્વરૂપમાં વિકાર નથી. સમજાય છે કાંઈ ? આહા..હા...! આવી વાતું છે, ભાઈ ! એક ન્યાય ફરે તો આખું ફરી જાય એવું છે. આત્મા પોતે નિમિત્ત નથી ફક્ત કર્મ નિમિત્ત છે માટે (વિકા૨) થાય છે એમ પણ નથી અને પરસંગ એટલે ૫૨ને લઈને થાય એમ પણ નથી. વિકૃત અવસ્થાની આ મોટી ભૂલ ચાલે છે.
અહીંયાં તો આચાર્યે એમ કહ્યું કે, નિમિત્તભાવમ્ આત્મા વિકારનું કારણ નથી. નિમિત્તભાવ આત્મા વિકારનું નિમિત્તકા૨ણ નથી. નિમિત્તકા૨ણ નથી એટલે શુદ્ધ ઉપાદાનકારણ તે વિકારનું કારણ નથી. આહા..હા..! ત્યારે (કોઈ કહે કે) વિકાર છે ને એ વિકા૨ છે એ ૫૨નો સંગ કરે છે માટે પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન તરીકે વ્યવહાર વિકૃત દશા ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ ? એક ન્યાય જરી ફરે તો આખી ચીજ ફરી જાય છે. આત્મા (વિકારનું) કારણ નથી અને કર્મ કા૨ણ છે એટલે કર્મને કા૨ણે વિકાર થાય છે, એમ નથી. ભાઈ ! આહા..હા...!
૩૩૦
શુદ્ધ નિર્મળ ચૈતન્યઘન જે શુદ્ધ ચૈતન્ય ભાવ એને અહીં નિમિત્તભાવ કીધો છે. નિમિત્તભાવ એટલે એક નિમિત્ત શબ્દ વાપર્યો છે, પણ એનો અર્થ કારણ છે. નિમિત્તભાવ એટલે કા૨ણભાવ. શુદ્ધ સ્વભાવ આત્મા તે વિકારનું કારણભાવ નથી. આહા..હા...!
મુમુક્ષુ :- શુદ્ધ સ્વભાવ વિકારનું કારણ નથી.
ઉત્તર :– કારણ નથી એમ બતાવવું છે. સમજાય છે કાંઈ ?
એથી અહીં કહ્યું ને ? કે, વસ્તુસ્વમાવ સ્વ જ્ઞાની નાનાતિ” મારો શુદ્ધ સ્વભાવ છે એમ જ્ઞાની જાણે છે. માટે તે વિકારને પોતાના સ્વરૂપમાં છે એમ જાણતો નથી. વિકા૨ થાય છે પણ તેને ૫૨ તરીકે જાણે છે. અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ મારું છે એમ એ જાણે છે. સમજાણું કાંઈ ? એથી કહે છે કે, શુદ્ધ સ્વભાવ પર્યાય અને રાગનું લક્ષ છૂટીને જેને શુદ્ધ ઉપાદાનનું જ્ઞાન થયું છે એ શુદ્ધ ઉપાદાનના સ્વભાવને જેણે જાણ્યો છે એથી કહ્યું, શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ નથી. એમ પહેલાં કહ્યું. ત્યારે કહે છે, વિકા૨નું કારણ કોણ છે ? કે, પર્યાયમાં પર્યાય, શુદ્ધ ઉપાદાન તો એક કોર રહી ગયું, પર્યાયમાં પર્યાય નિમિત્તનો સંગ કરે છે. પર્યાય નિમિત્તનો સંગ કરે છે, દ્રવ્ય તો નહિ. સમજાય છે કાંઈ ? શુદ્ધ ચૈતન્યવસ્તુ જે સમ્યગ્દર્શનનો વિષય છે એને અહીંયાં નિમિત્તભાવ કરીને ઉપાદાનના અર્થમાં નિમિત્તભાવ લીધો છે. ભગવાનઆત્મા ! શુદ્ધ ઉપયોગ ચૈતન્યસ્વભાવ તે વિકા૨નું કારણ નથી. ત્યારે વિકારનું કારણ કોણ છે ? કે, અશુદ્ધ ઉપાદાન પર્યાયમાં પોતામાં છે. જેની દૃષ્ટિ પર્યાય ઉપર છે એને અશુદ્ધ ઉપાદાન છે. એના અશુદ્ધ ઉપાદાનમાં વિકૃત અવસ્થા