________________
૩૪૪
કલામૃત ભાગ-૫
કાંઈ ? આહા..હા..!
પરનો અનુભવ તો અજ્ઞાનીને પણ નથી અને જ્ઞાનીને પણ નથી. સ્ત્રીનો, લક્ષ્મીનો, આબરુનો, મકાનનો અનુભવ તો અજ્ઞાનીને પણ નથી. કારણ કે એ તો પર ચીજ છે એમાં આત્મામાં (એનો) અનુભવ કયાં આવે ? આહા...હા...! આ પૈસા પાંચ-પચીસ લાખ, કરોડબે કરોડ આવે તો એનો અનુભવ અજ્ઞાનીને નથી. અજ્ઞાનીને તેના પ્રત્યે કરેલો રાગ અને દ્વેષ (છે) એ અજ્ઞાની અનુભવે છે. આહા..હા...! એ અધર્મદષ્ટિ છે. ઝીણી વાત બહુ, બાપુ ! વીતરાગમાર્ગ બહુ ઝીણો).
ધર્મની દૃષ્ટિ તો અંદર સ્વરૂપ આત્મા ત્રિકાળી, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું ધામ એવો જે પ્રભુ એના ઉપર જેની દૃષ્ટિ છે, એનો જેને સ્વીકાર છે તે તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદનું વેદન - અનુભવ કરે) છે. આહા...હા...! એનું જેને ભાન નથી એ તો પાપના પરિણામ (કરે) કાં દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ રાગ છે એ પોતાનું સ્વરૂપ છે એમ માનીને તેને આત્મા તરીકે રાગને અનુભવે છે. આહાહા...! આવી વાત છે. છે ? ભાઈને આપ્યું ? પુસ્તક છે ? આહા..હા..!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થકરદેવનું આ ફરમાન છે કે, જેને આત્મા રાગથી, પુણ્ય પરિણામથી પણ ભિન્ન છે તે દયા, દાન, વ્રત, ભકિતના ભાવ જે પુણ્ય છે, રાગ (છે), એ રાગતત્ત્વ તો પુણ્યતત્ત્વ અથવા આસવતત્ત્વ છે. ભગવાનઆત્મા તો આસ્રવતત્ત્વથી ભિન્ન છે. આહા...હા...! એવા આસ્રવતત્ત્વથી ભિન્ન એવા તત્ત્વને જે જાણતો નથી, શ્રદ્ધતો નથી, વેદતો નથી એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર (નથી એવો અજ્ઞાની જીવ). સમજાણું કાંઈ? એ જીવ જેના જાણવામાં તો રાગ – દયા, દાન, વ્રત, ભક્તિનો રાગ આવ્યો છે અને રાગ જ જેની દૃષ્ટિમાં અને જ્ઞાનમાં શેય તરીકે જણાણો, એને મારા છે એમ માનીને તેને અનુભવે છે. અરે..! આવી વ્યાખ્યા !
મુમુક્ષુ :- દયા, દાન, શીલ, તપ તો જીવની શોભા છે.
ઉત્તર :શોભા ધૂળેય નથી, એ તો રાગ છે. અશોભા છે, કલંક છે, મેલ છે, ઝેર છે. આવો વીતરાગમાર્ગ છે. કઠણ પડે, બાપુ ! શું થાય ? અનંતકાળથી એણે એવા શુભભાવ તો અનંતવાર નવમી રૈવેયકે ગયો તો અનંતવાર કર્યા. શોભા હોય તો એનાથી આત્માને લાભ થાવો જોઈએ ને ? આહાહા...! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો.” મુનિવ્રત ધારણ કર્યા, પંચ મહાવ્રત લીધા), હજારો રાણી, કુટુંબ, રાજ છોડી પંચ મહાવ્રતના પરિણામ પાળ્યા પણ એ તો રાગ છે, એ તો આસવ છે, એ તો દુ:ખ છે. આહા...હા...! આવી વાત ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે. રાગભાવથી ધર્મ ઉત્પન્ન થતો નથી. આહા..હા...! આ તો ધીરાના કામ છે. જેને આત્માનું કલ્યાણ કેમ કરવું હોય એની વાતું છે, બાપુ !