________________
કળશ- ૧૭૮
૩૫૩ ભગવાન આત્મા ! એ તો ગુજરાતી સાદી ભાષા છે. શાસ્ત્રભાષામાં એનો અર્થ છે કે, જીવ જ્ઞાયકભાવ ઊભો નામ ધ્રુવ છે ને ! ગુજરાતી સાદી ભાષામાં એમ કહ્યું કે, જીવ જાગતો ઊભો છે ને તે ક્યાં જાય ? જરૂર પ્રાપ્ત થાય. એમ શાસ્ત્રની ભાષામાં એનો અર્થ આ કે, જીવ જ્ઞાયકપણે ધ્રુવ છે ને તે ક્યાં જાય ? જે ધ્રુવ છે તે ક્યાં જાય ? અને ધ્રુવ છે તો દૃષ્ટિ કરે તો જરૂર પ્રાપ્ત થાય. સમજાણું કાંઈ ? ઈ છોડી કાલે ઓરડીમાં આવી ત્યારે બોલી હતી. ઠીક છે, કીધું. આ બોલે તો છે ને ! આહા...હા..! ઈ શબ્દ તો એવો છે કે, આખા વચનામૃતની અંદર અગ્રેસર છે ! આહા..હા..! અને ભાષા જુઓ તો સાદી. જીવ જાગતો ઊભો છે ને ! એટલે ? આત્મા જ્ઞાયકપણે ધ્રુવ છે ને એ ઊભો છે એનું નામ ધ્રુવ. જાગતો છે એનું નામ જ્ઞાયક. જુઓ !
(અહીંયાં કહે છે), ‘આ આત્મા અર્થાતુ પ્રત્યક્ષ છે...” છે ? પહેલી લીટી. “આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...” આ...હા...! અહીં અત્યારે આપણે એનો અર્થ એટલો કરવો છે. આ... આ કહેતાં આ ! એની હયાતી બતાવે છે. આ ! માણસ કહે ને? આ આવ્યો. આ એટલે સામાની હયાતી બતાવે છે ને ? એમ આ (કહેતાં) અંદર આત્માની હયાતી બતાવે છે, આ ! આત્મા – વસ્તુ પ્રત્યક્ષ છે ને ! આહા...હા...! જીવદ્રવ્ય છે (તે) ધ્રુવ છે તે તો અંદર પ્રત્યક્ષ પડ્યો છે. આહા...હા...! વસ્તુ છે ને ? જેમ આ પરમાણુ આદિ આ જડપણે છે ને ? એમ ભગવાન આ આનંદપણે, જ્ઞાનપણે આ પ્રત્યક્ષ છે ને ! આહા...હા...! ‘આનો અર્થ પ્રત્યક્ષ કર્યો છે. ‘આ’નો અર્થ કર્યો છે. આ આત્મા...! એમ. એ તો મતિશ્રુતજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થાય છે. સમ્યકુ મતિ-શ્રુતજ્ઞાન દ્વારા ભગવાન આ.... જ્ઞાયકજ્યોતિ ચૈતન્યના નૂરનું પૂર, ચૈતન્યના તેજનું પૂર આ.... વસ્તુ આત્મા.
આ... એટલે ચૈતન્યના તેજનું પૂર જીવદ્રવ્ય પ્રત્યક્ષ છે ને ! આહા..હા...! એટલે કે વસ્તુ વ્યક્ત અને પ્રગટ છે ને ! વસ્તુ તરીકે તો પ્રગટ છે ને ? પર્યાયમાં એની એને ખબર નથી, પણ વસ્તુ તરીકે ધ્રુવ છે એ તો છે. આહાહા..! અનાદિઅનંત જેની આદિ નહિ, જેનો અંત નહિ, જેની ઉત્પત્તિ નહિ, જેનો નાશ નહિ એવી એ ચીજ અનાદિ ધ્રુવ છે ને અંદર ! આહા..હા....! આવા શબ્દ છે, બાપા ! આહા...હા...! સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- અંદરની આંખ ખુલે તો દેખાય.
ઉત્તર :- એ માટે આત્મા પ્રગટ છે જ એમ કહે છે, એ પ્રત્યક્ષ છે જ પણ જોવે એને ને ? આહા...હા...! અંદર તત્ત્વ છે કે નહિ ? અસ્તિ છે કે નહિ ? મોજૂદ છે કે નહિ ? વસ્તુ તરીકે વસ્તુ પ્રગટ છે કે નહિ ? પર્યાય – અવસ્થામાં ભલે એને ખ્યાલ નથી. પણ વસ્તુ તરીકે અનાદિઅનંત છે કે નહિ ? અને છે તો ધ્રુવ છે અને છે તો પ્રગટ છે, છે તો પ્રત્યક્ષ છે. આહા...હા...! આવી વાતું છે.
પ્રશ્ન – “છે એમાંથી એટલું નીકળ્યું ?