________________
૩૫૯
કળશ-૧૭૮
વર્તમાન પર્યાયમાં જોડી, પર્યાયને તેમાં જોડી.... આહા..હા...! અને આત્મા પામ્યો એટલે આત્મા ગર્જયો – આત્માની સ્ફૂર્તિ થઈ. સ્ફૂર્તિ થઈ ! માણસ નથી કહેતા કે, હમણાં અમને શરીરમાં સ્ફૂર્તિ છે. આમ બેચેન હોય એમાંથી સ્ફૂર્તિ છે. એમ આ રાગની એકતામાં બેચેન હતો. આહા..હા...! ભાઈ ! આવી વાતું છે આ ! વીતરાગમાર્ગ બહુ (ઝીણો). અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો, ભાઈ ! ત્રણલોકના નાથનો માર્ગ તો આ છે. આહા..હા...!
ચાહે તો શુભરાગ કે અશુભરાગ હો, દયા, દાન, વ્રત હો કે કામ, ક્રોધ (હો), એ રાગની સાથેનો સંબંધ એ ચૈતન્યસ્વભાવના સ્વભાવથી ચૂત અને ભ્રષ્ટ (થયેલો છે), પણ જેણે રાગના સંબંધથી ભ્રષ્ટ થઈ... આહા..હા...! અને ચૈતન્ય જ્ઞાયકમૂર્તિ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! એની સાથે પર્યાયને જોડી એટલે આત્મા જ્ઞાન છું, આનંદ છું એમ પ્રગટ થયો. હું રાગ છું અને પુણ્ય છું, એ નહિ. આહા..હા...! સમ્યગ્દર્શનમાં... સમ્યગ્દર્શન હજી હોં ! ચોથું ગુણસ્થાન ! આહા..હા...! ત્યાં એ રાગના વિકલ્પથી ભિન્ન પડી, મારી ચીજ તો આ શુદ્ધ ચૈતન્ય છે, એવો જ્યાં સ્વભાવની સાથે સંબંધ તૂટ્યો હતો એ જોડ્યો. ત્યારે ભગવાનઆત્મા ગર્જયો. એટલે સ્ફૂર્તિ થઈ. રાગમાં બેચેન હતો.... આ..હા..હા..હા...! આવી વાતું, લ્યો ! ભાઈ ! એટલે પછી માણસો કહે ને, ‘સોનગઢ”નું નિશ્ચય છે, નિશ્ચય છે... પણ સત્ય જ આ છે. નિશ્ચયનો અર્થ સત્ય થાય છે. બાપુ ! તને મળ્યું ન હોય એટલે કાંઈ વસ્તુ બીજી ફરી
જાય ? આહા..હા...!
અહીં કહે છે કે, આત્મા નૈતિ” આ..હા..હા..હા...! દૃષ્ટિમાં જે કાંઈ પુણ્ય અને પાપના ભાવ દેખાતા (હતા) અને તે હું છું એમ જે માન્યું હતું તે સ્વરૂપથી ભ્રષ્ટ હતો. આહા..હા...! અને એ રાગના સંબંધને (તોડ્યો), ભાષા એવી છે પણ એનો અર્થ એ કે, પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરી એમ કહેવું છે. ભાષા તો અનેક પ્રકારે આવે. પર્યાય એટલે વર્તમાન રાગની બુદ્ધિ, રુચિ, પર્યાયબુદ્ધિ મિથ્યાત્વબુદ્ધિ છે. આહા..હા...! એ બુદ્ધિને છોડી અને વસ્તુ જે દ્રવ્ય ત્રિકાળી આનંદકંદ વસ્તુ... વસ્તુ છે એની દૃષ્ટિ કરી એટલે રાગનો સંબંધ છૂટ્યો અને સ્વભાવનો સંબંધ જોડાણો. આવું છે.
આવું ક્યાંય ‘નાગ્નેશ’માં સાંભળવા પણ મળે એવું નથી. તમારા પેલા બધા ભાઈઓ) જૂની રૂઢિનું સાંભળીને ચાલ્યા ગયા, બિચારા. આ તત્ત્વ હતું નહિ. આહા..હા...! શું થાય ? તેથી રાડ નાખે છે ને ! લોકો કહે (છે) કે, એ... નવું કાઢ્યું ! નવું નથી, પ્રભુ ! અનાદિનું આ છે. તને નહોતું જાણવામાં આવ્યું માટે કાંઈ નવું છે ? આહા..હા...!
વસ્તુ છે કે નહિ આત્મા ? તો તત્ત્વ છે એ પદાર્થ છે તો એ ત્રિકાળી રહેનાર છે કે ક્ષણિક રહેનાર છે ? તો ત્રિકાળી ૨હેનાર છે તેને દૃષ્ટિમાં ન લેતાં, પુણ્ય અને પાપ ક્ષણિક રહેનાર છે તેને દૃષ્ટિમાં લેતાં સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય છે. આહા...હા...! ક્ષણિક રહેતાં પુણ્ય અને પાપના ભાવ તો ક્ષણિક રહે છે. એના ઉ૫૨ દૃષ્ટિ આપતાં ક્ષણિકને