________________
કલશામૃત ભાગ-૫
૩૫૮
તોડી અને સ્વરૂપનો સંબંધ કર્યો તેને આત્માની પ્રાપ્તિ થાય. છે ?
‘આત્મનિ સ્પૂનતિ” ટીકામાં તો એવું કર્યું છે. છે ને ? ‘આત્મનિ જૂનંતિ (શબ્દ) છે ને ? આ તો એક એક શબ્દોના ભાવ ઝીણા છે, ભાઈ ! આ કાંઈ કથા-વાર્તા નથી. આહા..હા...! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આત્મા, ઈ ચાં ભૂલ્યો અને કેમ ભૂલ ટાળે એની વાત છે. આહા..હા...! એ ૫૨ના રાગના સંબંધને છોડી, રાગથી ભિન્ન પડી અને ચૈતન્ય સ્વરૂપનો સંબંધ કરે ત્યારે ‘આત્મનિ નૈતિ” (અર્થાત્) આત્મા પ્રગટ થાય છે. પર્યાયમાં એને પ્રગટ દેખાય છે. જે વર્તમાન પર્યાયમાં પ્રગટ રાગ અને દ્વેષ દેખાતા (હતા) એનાથી ભિન્ન પડીને આત્મા અંદર ‘નંતિ શુદ્ધ ચૈતન્યઘન જેની દૃષ્ટિમાં આવે છે, ગરજે છે એમ શબ્દ છે. સંસ્કૃતમાં સ્ફૂર્તિનો અર્થ ગરજે છે – ગાજ્યો ! જે રાગ અને પુણ્ય-પાપની ગર્જનામાં રોકાયો હતો... આહા..હા...! એ ત્યાંથી છૂટી અને જ્યાં આત્મા આનંદકંદ પ્રભુ છે (તેને પામ્યો). એ (આત્મા પણ) સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકરે કહ્યો ઈ (આત્મા છે પામે છે). બીજાઓ આત્મા... આત્મા કરે છે પણ) એ બીજાએ (આત્મા) જોયો નથી, સમજાણું કાંઈ ? અને કલ્પનાથી વાતું કરી છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરદેવ !
આ..હા..હા...!
એ આવ્યું હતું ને ? કહ્યું હતું સ્તુતિમાં. પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ...' હે પરમાત્મા તીર્થંકરદેવ સર્વજ્ઞપ્રભુ ! તુમ જાણગ રીતિ સર્વ જગ દેખતા હો લાલ, શુદ્ધ સત્તાએ નિજ સત્તાએ શુદ્ધ અમને પેખતા હો લાલ...' પ્રભુ ! અમારો આત્મા નિજસત્તાથી શુદ્ધ પવિત્ર આનંદકંદ છે. એને આપે આત્મા જોયો અને કહ્યો છે. આહા..હા...! અરે...! આવી વાતું છે. રાગ અને પુણ્ય, દયા, દાનના ભાવ એ કંઈ આત્મતત્ત્વ નથી. એ તો પુણ્યતત્ત્વ અને વિકારીતત્ત્વ છે. તો કહે છે, હે નાથ ! આપ તો ત્રણકાળ ત્રણલોકને આપ જોવો છો. એમાં અમારી નિજસત્તા - આત્માની નિજસત્તાએ શુદ્ધ આત્મા જોવો છો. શુદ્ધ પવિત્ર છે તેને આપ આત્મા જોવો છો અને આત્મા કહો છો. આહા..હા...! આ મૂળ વાત પડી રહી અને ઉ૫૨થી બધા પાંદડાં તોડવા માંડ્યા પણ મૂળ તો સાજુ (રહી ગયું). એમ રાગની મંદતાની ક્રિયા કરવા માંડ્યા પણ મૂળ રાગની એકતાની બુદ્ધિનું – સંસારનું મૂળ સાજું (રાખ્યું). રખડવાનું ! સમજાણું કાંઈ ?
એ રાગના વિકલ્પની શુભ કે અશુભ એવી જે અશુદ્ધ વૃત્તિ તેને ક્રમે ક્રમે ભિન્ન પાડી આત્માના અંતર સ્વભાવ તરફ ઢળી અને રાગ તરફથી ખસી અને આત્મા પોતાના સ્વભાવના સંબંધને પામે છે અને રાગના સંબંધને તોડે છે ત્યારે આત્મા ગરજે છે. ગાજ્યો એટલે હું આનંદ છું, જ્ઞાન છું એમ પ્રસિદ્ધિ થઈ. સમજાણું કાંઈ ?
રાગના સંબંધમાં ભગવાનઆત્મા સ્વરૂપથી ભ્રષ્ટ હતો, ઢંકાઈ ગયો હતો. આહા...હા...! એ રાગના વિકલ્પના સંબંધને તોડી સ્વરૂપ ચૈતન્યમૂર્તિ વ્યક્ત પ્રગટ ૫૨મ વસ્તુ છે તેને