________________
કળશ-૧૭૭
૩૪૫
દુનિયામાં મનાવવું હોય, ગણાવવું હોય, કંઈક ધર્મની સંખ્યામાં ગણતરીમાં અમે છીએ એમ ગણાવવું હોય એની અહીં વાત નથી. આહા..હા....!
અહીંયાં તો અજ્ઞાનીની વાત છે), જ્ઞાનીની (વાત) તો કાલે આવી ગઈ. અજ્ઞાની ‘રાગદ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો...” છે ? એ તો અશુદ્ધ ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ પણ અશુદ્ધ ભાવ છે. આહા..હા..! એ આત્મામાં નથી તેવી વૃત્તિ ઊઠે છે, એ તો રાગ છે. આહા..હા..! એ અશુદ્ધ પરિણામને જીવદ્રવ્યનું સ્વરૂપ...” જોયું? (સાત્મન:) (કહ્યું છે). (આત્મિનઃ) દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ આત્માનું સ્વરૂપ છે એમ માનીને એ મિથ્યાષ્ટિ અનુભવે છે. લોકોને આકરું લાગે. સંપ્રદાયમાં તો એવી વાત આખી ચાલતી હોય છે. એ વ્રતના વિકલ્પથી ભગવાન ભિન્ન છે એની દૃષ્ટિ કરે તો સમ્યગ્દર્શન અને આનંદ આવે એ બધી વાત તો પડી રહી. આ ભક્તિ કરો, પૂજા કરો, અંતરાય કર્મ... શું કહેવાય ? કર્મદહનની પૂજા કરો, સિદ્ધ ભક્તિ કરો...એ બધી વાતું રાગ – શુભરાગ. છે. અશુભરાગથી બચવા જ્ઞાનીને પણ એ આવે પણ એ પોતે છે દુઃખ અને આસવ. આહા..હા..!
મુમુક્ષુ :- પેલું બધાને સહેલું પડે છે.
ઉત્તર :એ સહેલું કર્યું છે કે ઊંધું માર્યું છે ? આહા..હા...! ઊંધું કર્યું છે. ભગવાન આત્મા તો અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય શાંતિથી તો ભરેલો છે. અકષાય સ્વરૂપ બીજી રીતે કહીએ તો એ જિનસ્વરૂપ જ છે. એ તો ઘણીવાર કહેવાય છે. આત્માનું મૂળ સ્વરૂપ તો અંદર અનાદિ જિનસ્વરૂપ જ છે.
“ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન, મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન” અભિપ્રાય ! મતના પ્યાલા ચડી ગયા કે, અમે આમ છીએ ને અમે આમ છીએ ને અમે દયા પાળનારા છીએ ને અમે ભક્તિ કરનારા છીએ, પૂજા કરનારા છીએ – એ રાગના મતવાલા (છે). એ જિનસ્વરૂપ અંદર છે તેને જાણતા નથી. આહા...હા...!
“ઘટ ઘટ અંતર જિન વસે...” ભવગાન જિવસ્વરૂપ જ, પરમાત્મસ્વરૂપ જ એ આત્મા છે. રાગ આદિ એનું સ્વરૂપ છે નહિ. આહા...હા...! વ્યવહાર રત્નત્રયનો રાગ એ પણ એનું સ્વરૂપ નથી. આહા...હા...! એ જિનસ્વરૂપને અંતરમાં દૃષ્ટિમાં લઈ અને તેને અનુભવે તેને ધર્મ થાય અને તેને આનંદનો અનુભવ થાય. એ વિના અજ્ઞાની બહારની ક્રિયાકાંડમાં રાગમાં, એ રાગને જીવનું સ્વરૂપ છે એમ માની રખડી રહ્યો છે). પરંતુ રાગ) એ સ્વરૂપ નથી, (જો સ્વરૂ૫) હોય તો નીકળી કેમ જાય ? દયા, દાન, વ્રતના પરિણામ – રાગ જો સ્વરૂપ હોય તો નીકળી કેમ જાય ? સિદ્ધ ભગવાનમાં રહેતા નથી. પરમાત્મા સિદ્ધ થાય – ણમો સિદ્ધાણં (એમાં) રાગ રહેતો નથી), રાગ એનું સ્વરૂપ નથી. આહાહા...! આવું બહુ આકરું કામ છે. માર્ગ તો આ છે.