________________
૩૩૬
કલશામૃત ભાગ-૫
ઉત્તર :- હા. કર્તબુદ્ધિ છે, કરવાલાયક બુદ્ધિ નથી. પ્રવચનસારમાં આવશે. સમકિતી હોય એને પણ રાગનું કર્તત્વ છે. પાઠ આવશે, નય આવશે. એ કર્તુત્વનો અર્થ કરવાલાયક (છે) એમ નહિ પણ એટલું પરિણમન છે તેમ જ્ઞાની જાણે છે. આ..હા..હા...હા...! અને રાગ મારો છે તેમ એ ભોગવતો નથી. પણ પર તરીકે રાગ છે તેનો ભોક્તા છે. ભોગવવાલાયક છે એમ ધારીને ભોગવતો નથી, પણ પરિણમનમાં ભોક્તાપણું ઊભું છે. ન હોય તો પૂર્ણ આનંદનો ભોક્તા થઈ જાય. આહાહા.! જેટલે અંશે નિર્મળ આનંદ પ્રગટ્યો છે તેને ભોગવે છે એ સ્વ તરીકે (ભોગવે છે) અને રાગને ભોગવે છે એ પર તરીકે (ભોગવે છે). સમજાણું કાંઈ ? આહા...હા...! આવી વાતું છે, ભાઈ ! આમાં વાદ ને વિવાદ (ક્યાં કરે) ?
મુમુક્ષુ :- બેમાંથી એક વાત કહો કે, ભોગવે છે કે નથી ભોગવતો ? ઉત્તર :- બન્ને વાત છે. એ કીધું ને અહીં ? જુઓ !
અશુદ્ધ પરિણામો જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ અનુભવતો નથી...” એમ કહ્યું છે. એને વેદતો નથી કે અનુભવતો નથી એમ નહિ, પણ મારું સ્વરૂપ છે એમ અનુભવતો નથી. ભાઈ ! આ તો બાપુ ! સિદ્ધાંત છે. આ અધ્યાત્મ (છે), આ કંઈ વાર્તા-કથા નથી. આહા...હા...!
રાગ-દ્વેષ-મોહ (કહ્યું તો) મોહ શબ્દ સમકિતીને મિથ્યાત્વ તો નથી પણ મોહ શબ્દ પર તરફની સાવધાની છે એટલું લેવું. કર્મના નિમિત્ત તરફની સાવધાનીનો ભાવ છે એ જીવસ્વરૂપ તરીકે એને અનુભવતો નથી એમ લેવું. મોહ એટલે ત્યાં મિથ્યાત્વ છે એમ નહિ. સમજાણું કાંઈ ? કોઈ ઠેકાણે મોહનો અર્થ મિથ્યાત્વ થાય અને અસ્થિરતાનો સરાગી થાય. અહીં સમકિતીને મોહ નથી. મોહ મારું સ્વરૂપ છે એટલે કે પર તરફની સાવધાનીનો ભાવ એ મારું સ્વરૂપ છે એમ નથી. પણ એ જાણે છે કે મારામાં મારાથી થાય છે. સમજાણું કાંઈ ? આહા..હા...! મોહનો અર્થ પરનું સાવધાનપણું). જરી પર તરફ જાય છે ને) ? મોહનો અર્થ શું થાય છે ને ? આ બાજુ જાવું, ઢળવું. રાગ-દ્વેષનું પણ એ બાજુ ઢળવું છે ને ? એટલે એને મોહ કીધો. સાવધાનીની અપેક્ષાએ (કહ્યું). પરમાં ઉલ્લસિત વીર્ય થયું છે એ અપેક્ષાએ તેને મોહ કીધો. મિથ્યાત્વ નથી કાંઈ. સમકિતને વેદે અને મિથ્યાત્વને પર તરીકે વેદે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ?
“અનુભવતો નથી, કર્મના ઉદયની ઉપાધિ છે.” જોયું? શેની? પેલા મિથ્યાત્વની વાત અહીં નથી. ફક્ત રાગ-દ્વેષ અને પર તરફનું વલણ જરી થયું છે એ કર્મની ઉપાધિ છે એમ જાણે છે. આહા..હા..!
મુમુક્ષુ :- ચારિત્રમોહ સંબંધી વાત છે.
ઉત્તર :- હા, ચારિત્રમોહ સંબંધીની વાત છે. ઈ શૈલી ઘણે ઠેકાણે આવે છે. મોહ શબ્દ આવે છતાં સમકિતીને મોહ હોય છે. મોહનો અર્થ એટલો કે પર તરફ વલણ. સ્વનો પૂર્ણ આશ્રય નથી એટલે કંઈક હજી પરનો આશ્રય છે. એ પરના આશ્રયને અહીં મોહ