________________
કળશ-૧૭૬
૩૩૯
માટે અમને ચારિત્ર છે એમ એ ન માને. અઠ્યાવીસ મૂળગુણ પાળીએ છીએ માટે અમે ચારિત્રી છીએ એમ એ ન માને. સમજાણું કાંઈ ? આવી વાતું છે. અને અંદર પાંચમું ગુણસ્થાન અને બહારની છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય એ પણ દ્રવ્યલિંગી કહેવાય. મિથ્યાદૃષ્ટિ, ચોથું અને પાંચમું ત્રણેને આ અપેક્ષાએ દ્રવ્યલિંગી કહેવાય.
મુમુક્ષુ :- સમ્યક્દષ્ટિ દ્રવ્યલિંગી કહેવાય.
ઉત્તર :- એને પણ કહેવાય. પણ યથાર્થ પ્રરૂપણા અને શ્રદ્ધા, જ્ઞાન યથાર્થ છે અને સમ્યકુ યથાર્થ છે. તેને મહાવ્રતની ક્રિયા આદિ મુનિને યોગ્ય છે એ ચોખ્ખી વર્તે છે પણ એનો ભાવ ત્યાં નથી, અંદર ભાવલિંગ નથી. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ તો બધા બહુ ફેરફાર આવે છે એટલે આ બધું સ્પષ્ટીકરણ થતું જાય છે. ભાઈ ! બહુ ફેરફાર થતો આવે છે) એટલે બધું સ્પષ્ટ આવે છે. આહા.! આવો માર્ગ પ્રભુનો ! એ તો પ્રભુ કહે છે, બાપુ ! આહા..હા..! દુનિયા માને ન માને એ સ્વતંત્ર છે. એથી કરીને કોઈ વ્યક્તિ પ્રત્યે વેરવિરોધ કરવા જેવો છે જ નહિ. ભગવાન ! આહા...હા...!
એ તો “સમાધિશતકમાં આવ્યું નહિ ? રાત્રે કહ્યું હતું કે, અમારો આ આત્મા છે એ શું છે એ (સામેવાળો) જાણતો નથી તો પછી અમારો વેરી ને મિત્ર શી રીતે થઈ શકે ? અને અમારો આ આત્મા કેવો છે એમ જાણ્યું તો એ પણ વેરી અને દુશમન થઈ શકતો નથી. આહા..હા..! “સમાધિશતક' !
ગજબ વાતું ! સંતોની દિગંબર મુનિઓની વાતું તો ગજબ છે) ! કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો પણ એની વસ્તુની સ્થિતિનું વર્ણન છે. આ...હા...! વ્યવહારનયનું વર્ણન તો આવે ને ! બે નય છે કે નહિ ? સમજાણું કાંઈ ? પણ એક નય છે તે હેય છે અને એક નય છે) તે ઉપાદેય છે. નહીંતર બે નય ન પડે. બે નય વિરોધ હોય તો બે નય પડે. આ પણ આદરણીય અને આ પણ આદરણીય હોય તો એક નય થઈ ગઈ. સમજાણું કાંઈ? નિયમસારમાં પાછો શબ્દ તો એવો છે – “વિરોધ્વતી’ બેનો વિરોધ છે પણ એનો નાશ કરનાર ભગવાનની વાણી છે. આહાહા...!
નિશ્ચયથી આમ છે ને વ્યવહારથી આમ છે તો વ્યવહારથી છે તે) વસ્તુ છે, વ્યવહારનયનો વિષય છે, વિષય નથી એમ નહિ. વિષય ન હોય તો) નય નથી. પણ તે નયનો વિષય તે હેય છે. વિષય છે એને હેય કહેવાય કે ન હોય એને હેય કહેવાય ? આહા...હા...! સમજાણું કાંઈ ? આ હળવે હળવે તો કહેવાય છે, ભાઈ ! પેલા પ્રોફેસર હોય એક કલાક બોલી જાય, એમ.એ.માં, મેટ્રિકમાં પ્રોફેસર બોલી જાય, થઈ રહ્યું. આ એવું નથી. આ તો હળવે હળવે... હળવે.. એનો વિચાર કરી શકે. આહા...હા...!
પ્રશ્ન :- વ્યવહાર જાણવા માટે હેય કે આશ્રય માટે હેય ? સમાધાન :- આશ્રય કર્યો એ જ હેય છે. માટે આશ્રય કર્યો એ હેય છે અને હેય