________________
૨૨૮
કલશામૃત ભાગ-૫ આત્મા પોતાના સ્વરૂપમાં વિપરીતતા કે અવિપરીતતા કરી શકે. વિપરીતતા એ પોતે પોતાથી કરે. કોઈ કર્મને કારણે છે, સંયોગ એવા મળ્યા માટે મારે કરવું પડ્યું, એમ નહિ. અને અવિપરીત એટલે સમ્યગ્દર્શન ! આહા...હા...! આજે સવારમાં ઈ આવ્યું હતું. પેલા કળશમાં આવે છે ને ? કળશ શું, શું કહેવાય છે ? સક્ઝાયમાળા ! એમાં ઈ આવે છે. ‘સહજાનંદી રે આતમા, સૂતો કાંઈ નિશ્ચિંત રે..” હે સહજાન્મ આત્મા ! આનંદસ્વરૂપ પ્રભુ ! તું કેમ નિશ્ચિત પડ્યો છો ? આહાહા...! “સહજાનંદી રે આત્મા, સૂતો કાંઈ નિશ્ચિંત રે.... મોહ તણા રે રણિયા ભમે આહા...હા...! પરમાં સાવધાનીના ભાવરૂપી ચોર માથે દેણદાર ફરે છે. આહાહા...! “જાગ જાગ મતિવંત રે...” હે મતિવંત ! જાગ, જાગ ! આ..હા...! તૂટે જગતના જંત રે.' જગતના જંત તને લૂટે છે. બાયડી, છોકરા, કુટુંબ બધા તને લૂટે છે. શી રીતે ? “નાખી વાંક અનંત રે...” તારી ઉપર વાંક નાખે છે (કે), તો શું કરવા અમને પરણ્યા હતા ? શું કરવા અમને રાખ્યા હતા? લાણું કર્યું હતુ... “તૂટે જગતના જંત, નાખી વાંક અનંત, એમાંથી વિરલા કોઈ ઉગત’ સક્ઝાયમાળામાં આવે છે. ચાર સઝાયમાળા છે ને ? એ દુકાન ઉપર (જોઈ હતી). આહાહા...!
“સહજાનંદી રે આતમાં,” સ્વભાવિક અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ ! તું કેમ આ રાગમાં અને પરના અહંકારમાં સૂતો ? આહા...હા..! “જાગ, જાગ મતિવંત...” હવે તો જાગ, બાપા ! આહા...હા....! પોતાના અજ્ઞાનકાળમાં તારો અનંત કાળ ગયો. આહાહા...! હવે તો જાગ કે, હું તો જ્ઞાન અને આનંદ છું. હું દેવ ને મનુષ્ય ને તિર્યંચ એ હું નહિ. આહા..હા..! આહા..હા..!
ઈ કર્મના ઉદયને લઈને મળેલી સામગ્રી, એની જે ક્રિયા થાય તેને હું કરું છું, મેં કર્યું છે,” આ કોણે કર્યું ? મેં કર્યું ! આવા પાપડ કોણે કર્યા ? મોઢા આગળ હોય) ઈ એમ કહે કે, મેં કર્યા છે ! આ.હા.! બહુ સારી વાત છે ! આ અડદની દાળ સરખી સડદી કોણે કરી છે ? મેં કરી છે ! આ વડી કોણે કરી ? મેં કરી. આ કપડું કોણે સીવ્યું આવું? આ કપડામાં આવી ભાત કોણે ભરી ? કાચના કટકા મૂકીને ભરે છે ને ? આહા..હા...! ભાઈ ! આ દીવાળીયાના દીવાળા ! અને હું કરું છું. એ કામમાં હું જ પહેલો કરનાર છું. મારી દેખરેખ નીચે એ બધા કામ થાય છે. મારી સંભાળ નીચે જેટલા કામ થયા છે એ બધા સારા થયા છે. જઈને જુઓ, ફલાણે ઠેકાણે, ફલાણે ઠેકાણે, ફલાણે ઠેકાણે.... મોટો મિથ્યાદૃષ્ટિ બારોટ આવી પડ માંડે ! આહા..હા...! આકરું કામ છે, ભાઈ !
એ મેં કર્યું. હું કરું છું, મેં કર્યું છે અને હજી હું “આમ કરીશ.” હું હજી બધું કરવાનો છું. તારો પીછો છોડવાનો નથી, યાદ રાખજે તું ! તને હેરાન કરી નાખીશ. ભાઈ ! આ બધું જગતનું પોકળ ! છોકરાને પઢાવ્યા – ભણાવ્યા, મોટા કર્યા, ઠેકાણે પાડ્યા, હવે નિરાંતે રળી ખાય ! ધૂળેય કર્યું નથી, સાંભળને ! પરને કોણ કરે ? બાપુ ! તને ખબર નથી.