________________
કળશ-૧૭૩
૩૦૧ મિથ્યાત્વભાવ છે. વ્યવહાર છે તે મિથ્યાત્વભાવ નથી. વ્યવહાર તો સમકિતી જ્ઞાનીને પણ આવે છે. સમજાણું કાંઈ ? પણ વ્યવહાર મારો છે – જેટલો વ્યવહાર છે તેટલો મારો છે (એમ જો માને છે, તો તેટલું મિથ્યાત્વ છે. આહા...હા...! ભાઈ ! આ બધું ક્યાંય સાંભળવા મળે એવું નથી. જ્યાં-ત્યાં બધા રખડવાના રસ્તા (છે). એવી વાત છે, બાપા !
કહે છે ? ભાષા તો આવી છે, સંસ્કૃત પાઠ પણ એવો છે, “સમયસાર નાટકમાં આમ લીધું છે કે, જેટલો વ્યવહારભાવ તેટલો મિથ્યાત્વભાવ. તેનો અર્થ એ કે, જેટલો વ્યવહાર ભાવ છે તેટલો પોતાનો માનવો એ માન્યતા) મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ? આહા...હા...! છે? કારણ આપ્યું.
“કારણ કે મિથ્યાત્વના ભાવ.” વિપરીત માન્યતા... આ..હા..હા...! કે, હું રાગ છું, હું પુણ્ય છું, હું પાપ છું... આહા..હા..! એવી જે વિપરીત માન્યતાનો ભાવ તેટલો વ્યવહારભાવ છે. આહાહા! છે ? “એક વસ્તુ છે. બન્ને એક વસ્તુ છે. આ.હા...હા...હા...! મિથ્યાત્વભાવ અને વ્યવહારભાવ એક વસ્તુ છે તેનો અર્થ આ (છે), કે જેટલો વ્યવહાર છે તેટલો પોતાનો માનવો, તેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વભાવ છે. વ્યવહાર છે એ મિથ્યાત્વભાવ છે એમ નથી. વ્યવહાર તો સમકિતીને – જ્ઞાનીને પણ આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજાનો વિકલ્પ (આવે છે, પણ તે હેય તરીકે આવે છે. સમજાણું કાંઈ? તો એ વ્યવહાર પોતે) મિથ્યાત્વભાવ નથી પણ જેટલો વ્યવહાર છે તેટલાને પોતાનો માનવો તે મિથ્યાત્વભાવ છે. ભાઈ ! આહા...હા....! સમજાણું કાંઈ ?
જન્મ-મરણ રહિત થવાની ઝીણી વાત છે, પ્રભુ ! ચોરાશીના અવતાર કરી કરીને મરી ગયો. આ.હા...! પશુ ને ઢોર ને માણસ ને કાગડા ને કૂતરા ને એવા ભવ કર્યા, પ્રભુ ! આ મનુષ્યપણું તો અત્યારે મળ્યું ઈ પહેલાં તો આવા ભવમાં રખડતો હતો. આહા...હા...! એમાં આ માણસ થયો ત્યાં તો એને એમ થઈ ગયું કે જાણે આ..હા..હા..! હું માણસ છું ને હું બાયડી છું ને હું છોકરો છું, આદમી છું, હું શેઠિયો છું ને પૈસાવાળો છું ને.. મારી નાખ્યા ! એ મિથ્યાત્વભાવ છે. અરે...! મેં દયા પાળી, મેં વ્રત પાળ્યા અને એ મારો ભાવ છે એ પણ મિથ્યાત્વભાવ છે. પરની દયા પાળવી એ તો મિથ્યાત્વભાવ છે. કારણ કે પરની દયા પાળી શકતો નથી. તો પાળી શકું છું એવો ભાવ મિથ્યાત્વ છે. એક વાત. પણ પરની દયાનો ભાવ આવ્યો, તે ભાવ મારો છે એમ માનવું) તે મિથ્યાત્વભાવ છે.
બે પ્રકાર થયા. એક તો હું પરની દયા પાળી શકું છું. તો તો પરની ક્રિયા કરી શકું છું એ તો મિથ્યાત્વભાવ થયો. બીજું, પરની ક્રિયા કરી શકતો નથી પણ પરની દયાનો ભાવ આવ્યો. એ ભાવ મારો છે (એમ માનવું) તે મિથ્યાત્વ છે. ભાવ આવ્યો તે મિથ્યાત્વ નથી. સમજાણું કાંઈ ? આ તો કાલે લીધું હતું, આજે ફરીને લીધું). સાર હતો ને ! આ ફિલ્મમાં ઊતરે છે.