________________
૩૦૯
કળશ-૧૭૪
સુખનું ધામ છે. ભગવાન તો અતીન્દ્રિય આનંદ સુખનું ધામ સ્થાન છે. બીજું કહીએ કેટલું ? ક૨ વિચાર...' અંદર અનુભવ કર તો પામ.’ વિચાર એટલે એકલો વિકલ્પ એમ નહિ. આહા..હા...!
અહીં કહે છે, પ્રભુ જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી બહાર છે.’ શું કહ્યું ? ચૈતન્યસ્વરૂપ જે જ્ઞાનાનંદ પ્રભુ આત્મા ! એ શક્તિ જેનો સ્વભાવ શુદ્ધ છે, તેનાથી પુણ્યભાવ બહાર છે. બહાર છે, સ્વભાવમાં નથી. આહા..હા..! ચાહે તો વ્રતના પરિણામ, દયાના પરિણામ, દાનના પરિણામ... આહા..હા....! ભક્તિનો ભાવ, ભગવાનની ભક્તિ, હોં ! સ્વભક્તિ બીજી અને પરભક્તિ બીજી. સ્વભક્તિ તો સ્વઆશ્રયે થાય છે, પરભક્તિ ૫૨ના આશ્રયે થાય છે. આહા..હા...!
આપે કહ્યું, જ્યોતિસ્વરૂપ જીવવસ્તુ, તેનાથી બહાર છે.' (અતિરિક્ત્તા:) શું કહ્યું ? આત્મા ચૈતન્યસ્વરૂપ ઝળહળ જ્યોતિ પવિત્ર ધામ ભગવાન ! તેનાથી દયા, દાન, વ્રત, ભક્તિનો વ્યવહાર તો બાહ્ય છે, વસ્તુથી બાહ્ય છે, વસ્તુમાં નથી. આહા..હા..! આ વ્યવહારથી નિશ્ચય થાય એવી બધા રાજ્યું પાડે છે. ‘સોનગઢવાળા’ વ્યવહારથી નિશ્ચય નથી માનતા માટે એકાંત છે. માનો પ્રભુ ! તું પણ ભગવાન છો. સ્વરૂપ તો તારું ભગવંત જ છે. આહા..હા...! ભગવાન છે પ્રભુ ! તને ખબર નથી. જે ભગવાન થયા એ ક્યાંથી થયા ? આહા....હા...!
અહીંયાં એ કહે છે, પ્રભુ ! આપે કહ્યું, વ્યવહાર... ત્યાં કહ્યું હતું ને ? કે, વ્યવહારમાં ૫૨નું વિપરીતનું અવલંબન છે. અહીં કહ્યું કે, એ વ્યવહાર બાહ્ય છે. બાહ્ય છે. એ બાહ્યને પોતાનો માનવો એ બહિરાત્મા છે. બહિરઆત્મા ! ચૈતન્યસ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ પ્રભુ ! તેનાથી પુણ્ય અને પાપના ભાવ બહાર છે. એ બહાર છે તેને પોતાના માનવા એ બહિરાત્મા છે. આહા..હા...! અને તે બહા૨નું બહાર છે, તે હેય છે એમ સ્વરૂપનો આદર કરી તેને હેય જાણવા એ સમ્યક્ છે, એ સત્ય છે. સમજાણું કાંઈ ?
અહીં તો પ્રશ્ન કર્યો કે, (તે) બહાર છે. હવે એક પ્રશ્ન હું કરું છું...' શિષ્ય કહે છે કે, મહારાજ ! હું એક પ્રશ્ન કરું છું. શું ? તન્નિમિત્તમ્ આત્મા વા પર:' પ્રભુ ! મારો એક પ્રશ્ન છે. એ પુણ્ય અને પાપ, રાગ ને દ્વેષ, મોહભાવ ઉત્પન્ન થાય છે તેનું મૂળ નિમિત્ત – કારણ આત્મા છે ? કે કર્મનું નિમિત્ત છે ? ૫૨ નિમિત્ત છે કે આત્મા કા૨ણ છે ? આમાં મોટી ઝંઝટ છે. આહા..હા...! છે ?
નિમિત્ત આત્મા છે ? ‘તે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામોનું કારણ કોણ છે ? જીવદ્રવ્ય કારણ છે કે મોહકર્મરૂપ પરિણમ્યો છે જે પુદ્ગલદ્રવ્યનો પિંડ તે કારણ છે ? તેમાં જડનું કારણ છે ? તેમાં કારણ કોણ છે ? આહા..હા...!
એવું પૂછવામાં આવતાં આચાર્ય ઉત્તર કહે છે.' આવું પૂછ્યું તેને ઉત્તર આપે છે, એમ કહે છે. જેને સાંભળવાની, સમજવાની કંઈ ગરજ જ નથી તેને અમે ઉત્તર નથી આપતા