________________
૩૧૬
કિલશામૃત ભાગ-૫ કારણે અશુદ્ધપણે પરિણમે છે. એ ઉપાદાન એનું છે. ઉપાદાન એટલે મૂળ કારણ નિમિત્તકારણ કર્મ છે, પણ નિમિત્તકરણનો અર્થ એવો નથી કે નિમિત્ત કરાવે છે. સમજાય છે કાંઈ ? નિમિત્ત એક ચીજ છે.
જેમ માટીમાંથી ઘડો થાય છે, એ દાખલો આગળ આપ્યો છે. એમાં આપ્યો છે ને ? હા, એમાં જ આપ્યો છે, જુઓ ! છે ? જેવી રીતે મૃત્તિકા ઘટ પર્યાયરૂપે પરિણમે છે...” માટી છે એ ઘડારૂપે થાય છે એમાં ઉપાદાન – મૂળ કારણ માટી (છે) અને કુંભાર તો નિમિત્તકારણ છે. નિમિત્ત – એનાથી ઘડો થાય છે એમ નહિ. આહાહા....! સમજાય છે કાંઈ ? એ તો ૩૭૨ ગાથામાં આવી ગયું છે કે, માટીથી ઘડો હોય છે. કુંભારથી ઘડો હોય એ એમે દેખતા નથી. આહા...હા...! ૩૭૨ ! માટી જે છે એ પોતે ઘડારૂપે થાય છે. કુંભારથી ઘડારૂપે થાય છે એમ છે નહિ. કુંભાર તો નિમિત્તમાત્ર એક ચીજ છે. આહા....! પણ અંદરમાં જે વસ્તુ છે એ માટી પોતે જ ઘડારૂપે થાય છે. એમ આત્મા – ભગવાનઆત્મા પોતે જ પોતાના સ્વભાવથી શુદ્ધરૂપે પરિણમે છે. એ શુદ્ધરૂપે પરિણમન (થવામાં) કોઈ કર્મનો અભાવ (થવો) એ કારણ છે નહિ અને અશુદ્ધપણે – મલિનપણે પરિણમે છે તે પણ પોતાને કારણે મલિનપણે પરિણમે છે. આ..હા..હા....! કર્મ તો એક નિમિત્તકારણ જોડે ચીજ છે. એ કંઈ એને પરિણમાવે અને બદલાવે એમ છે નહિ. એ કીધું, જુઓ !
જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાયરૂપ પરિણમે છે; તે તો જે દ્રવ્યનો, તે દ્રવ્યમાં હોય છે....” આ વસ્તુમાં વસ્તુની પર્યાય વસ્તુમાં પોતાપણે હોય, પરપણે હોય નહિ. ભલે પરસંયોગ હોય પણ પરપણે ન હોય. પર નિમિત્ત હોય પણ થાય પોતાપણે. વિકાર અને અવિકાર પોતાપણે પોતાને કારણે થાય છે.
“અન્ય દ્રવ્યગોચર હોતો નથી એવો નિશ્ચય છે. જેવી રીતે મૃત્તિકા ઘટપર્યાયરૂપે પરિણમે છે, તેનું ઉપાદાનકારણ છે મૃત્તિકામાં ઘટરૂપ પરિણમનશક્તિ; નિમિત્તકારણ છે બાહ્યરૂપ કુંભાર, ચક્ર, દંડ ઈત્યાદિ;.” એ તો બાહ્ય નિમિત્તકારણ છે. આહા...હા...! એને કોઈ વિકાર કરાવી
ત્યે એમ છે નહિ. જેમ કુંભાર બનાવી દયે એમ નથી. આહા..હા..! આ તો દુનિયાથી ઊંધું છે, બાપુ ! એ ઘડો પોતે માટીથી થાય છે. માટી પોતે જ ઘડારૂપે થાય છે. કુંભારરૂપે ઘડો થતો નથી, જેમ કુંભાર ઘડારૂપે થતો નથી. આહા..હા..! એથી માટીમાંથી ઘડો થવામાં મૂળ કારણ માટી છે અને કુંભાર નિમિત્ત છે.
એમ આત્મામાં વિકાર થવામાં મૂળ કારણ એની પર્યાય છે, એની યોગ્યતા છે અને નિમિત્તકારણ કર્મ છે, પણ કર્મને લઈને અંદર વિકાર થાય છે એમ નથી. તેમ પોતાના સ્વભાવને લઈને વિકાર થાય છે એમ નથી. આહા...હા...! ભાઈ ! આ બધું ઝીણું છે.
મુમુક્ષુ :- કર્મ નિમિત્તકારણ તો છે. ઉત્તર – નિમિત્તનો અર્થ, છે', બસ ! પણ કરાવે છે (જો એમ હોય તો) નિમિત્ત