________________
૩૧૮
કલશામૃત ભાગ-૫
છે,...' શું કહે છે ? કે, જે કર્મ છે ને ? જડ કર્મ, એનો ઉદય વ્યાપ્ય-વ્યાપકપણે) એની સાથે છે. કર્મ વ્યાપક (થઈને) પ્રસરે છે અને વિકારી પર્યાય, જે ઉદયની દશા થાય છે એ એનું વ્યાપ્ય છે. કર્મ વ્યાપક થઈને આત્માના વિકારી પર્યાયનું વ્યાપ્ય કરે એમ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? ભાષા લીધી, જોઈ ? કર્મ પોતાને કા૨ણે વ્યાપ્ય-વ્યાપક છે. કર્મ સત્તારૂપ વસ્તુ છે એ વ્યાપક (છે) અને જે ઉદય આવ્યો એ એનું વ્યાપ્ય. એ વ્યાપ્યવ્યાપકપણું) એનું એનામાં છે. આહા..હા...! પણ કર્મ વ્યાપક થઈને આત્માની વિકારી પર્યાય વ્યાપ્ય કરે એવો સંબંધ નથી. આત્મા વ્યાપક થઈને અજ્ઞાનપણે વિકારી પર્યાયપણે વ્યાપ્ય થાય એવો એનો ભાવ છે. કહો, આવી વાત છે. છે ?
જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી...' શું કહ્યું ઈ ? વિકારી પર્યાય જે જીવમાં થાય એમાં કર્મ વ્યાપક અને વિકારી પર્યાય વ્યાપ્ય નથી. એ કર્મ સત્તામાં પડ્યા છે એ વ્યાપક થઈ અને ઉદયમાં આવી વ્યાખવ્યાપકપણું એનું એનામાં છે. પણ કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરે એમ નથી. આહા..હા...!
જ્યારે (‘સમયસાર’ની) ‘કર્તા-કર્મ (અધિકારની)’ ૭૫-૭૬ ગાથામાં તો એમ કહ્યું... આહા..હા...! કર્મ વ્યાપક થઈને વિકારી પર્યાય વ્યાપ્ય થાય છે. ત્યાં તો કર્તા-કર્મ કરવા લાયક છે એ વસ્તુ છોડવા માટે (કહ્યું છે). દ્રવ્યની જ્યાં દૃષ્ટિ થઈ, દ્રવ્ય વસ્તુ ભગવાન પૂર્ણાનંદનો સ્વભાવ એવી દૃષ્ટિ થઈ તો એ દ્રવ્ય વ્યાપક થઈને અવિકારી પર્યાયની વ્યાપ્ય દશાને કરે. શું કહ્યું ઈ ?
આત્મા પૂર્ણાનંદ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ (છે) એનો સ્વભાવ શુદ્ધ છે એવી જ્યારે દૃષ્ટિ થઈ ત્યારે એ શુદ્ધ સ્વભાવ તે વ્યાપક છે અને પર્યાયની શુદ્ધતા થઈ તે વ્યાપ્ય છે. કર્મ વ્યાપક છે અને શુદ્ધ પર્યાય વ્યાપ્ય છે એમ તો (છે) નહિ. હવે કર્મ વ્યાપક છે તો કર્મની પર્યાય તેની વ્યાપ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
વ્યાપ્ય-વ્યાપક એટલે વ્યાપક એટલે કર્તા અને વ્યાપ્ય એટલે અવસ્થા. વ્યાપક એટલે દ્રવ્ય, વ્યાપ્ય એટલે અવસ્થા. તો કર્મ વ્યાપક થઈને તેની અવસ્થાને કરે, પણ કર્મ વ્યાપક થઈને આત્માની અવસ્થા કરે (એમ નહિ). ઈ અહીં વાસ્તવિક એની અવસ્થાને સિદ્ધ કરવી છે. વિકારી અવસ્થા પોતાથી થાય છે એમ અહીંયાં સિદ્ધ કરવું છે. અને જ્યાં ૭૫-૭૬ ગાથા લીધી ત્યાં તો અંતરંગ કા૨ણ પુણ્ય અને પાપ એ પુદ્ગલ છે. આહા..હા...! એ કર્મ છે, ઈ આત્મા નહિ. એમ લીધું છે. કેમ ? કે, જ્યાં દૃષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર થઈ એથી સ્વભાવ વ્યાપક થઈને નિર્મળ સમ્યગ્દર્શન, જ્ઞાન, આનંદની પર્યાય એનું વ્યાપ્ય થાય. એ વ્યાપક થઈને વિકારી પર્યાય) વ્યાપ્ય થાય એમ પણ નહિ અને કર્મ વ્યાપક થઈને જીવની વિકારી પર્યાય કરાવે એમ તો એ અપેક્ષાએ છે નહિ. પણ જ્યારે વિકાર કાઢી નાખવો છે તો વિકારનું વ્યાપ્ય કર્મ છે, કર્મ એનો વ્યાપક છે (એમ કહે). ત્યાં કર્મને વ્યાપક બનાવ્યો
-