________________
કળશ-૧૭૫
૩૧૩ પરથી અને પરના સંગે – બન્નેમાં ઉગમણા-આથમણો ફેર છે. સમજાણું કાંઈ ?
અહીંયાં તો પરસંગ (કહે છે). ભગવાન આનંદસ્વરૂપ પ્રભુ ! તે અસંગ સ્વરૂપનો સંગ છોડી કર્મના નિમિત્તનો સંગ કરે છે તેને વિકાર ઉત્પન્ન થાય છે. સમજાણું કાંઈ? સંગ નથી કરતા તેને વિકાર ઉત્પન્ન થતો નથી. એ કહે છે. છે ને ?
પોતાના પરિણામ-પર્યાયરૂપ પરિણમનશક્તિ; તે તો જે દ્રવ્યની, તે જ દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. એ તો પોતાના કારણે, પોતાની અશુદ્ધ પરિણતિને કારણે, પોતાની વિભાવિકશક્તિને કારણે થાય છે). વિભાવિકશક્તિ બંધનું કારણ નથી. વિભાવિકશક્તિ તો સિદ્ધમાં પણ છે. પણ વિભાવિકશક્તિની યોગ્યતા નિમિત્તનો સંગ કરે છે. આહા...હા..! તો તેમાં વિકાર ઉત્પન્ન થાય છે. તેથી વિકાર પોતાનો નથી અને હેય છે, એમ કહેવામાં આવ્યું છે. વિશેષ કહેશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧, સોમવાર તા. ૨૬-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૫ પ્રવચન–૧૮૫
કળશટીકા ૧૭૫ (કળશ) ફરીને લઈએ. આ ફિલ્મ) ઊતરે છે ને ? એટલે. “તાવત્ યમ્ વતુર્વમાવઃ કતિ’ શિષ્યનો પ્રશ્ન હતો કે, આત્મા કોણ છે ? તો તેનો ઉત્તર આપ્યો. તેમાં એ આવ્યું કે, આ આત્મા જે છે આત્મા, તેનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય છે. આત્મા જે અંદર છે તેનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય (છે). જેમ શ્રીફળ – નાળિયેર હોય છે, નાળિયેર. હવે અત્યારે ગુજરાતી છે. નાળિયેર છે એમાં છાલા જુદાં છે, કાચલી જુદી છે અને કાચલી કોરની લાલ છાલ જુદી છે અને લાલ છાલથી જુદો અંદર ઘોળો ગોળો છે). શ્રીફળ – નાળિયર, સફેદ અને મીઠો ગોળો એ નાળિયેર (છે). લાલ છાલ, કાચલી અને છાલા એ કંઈ નાળિયેર નથી. એમ આ ભગવાન આત્મા ! આ દેહ છે ઈ છાલા છે, એ કિંઈ આત્મા નથી. અંદર આઠ કર્મ માટી, જડ છે એ પણ કાચલીની પેઠે જડ છે, એ કંઈ આત્મા નથી. તેમ અંદરમાં પુણ્ય-પાપના ભાવ થાય, શુભ-અશુભ ભાવ (થાય) એ લાલ છાલ જેવા છિલકા (છાલ) છે. એની પાછળ ભગવાન આત્મા... ઝીણી વાત છે, પ્રભુ ! એ અતીન્દ્રિય આનંદનો શુદ્ધ ચૈતન્યગોળો છે. જેમ એ નાળિયેર ધોળો અને મીઠો (ગોળો છે) એમ આ આત્મા અંદર શુદ્ધ (છે). ધોળો એટલે શુદ્ધ (છે). ચૈતન્ય શુદ્ધ અને મીઠો એટલે આનંદ, એ આનંદકંદ પ્રભુ આત્મા છે. તેની દૃષ્ટિ હોય તો એને સમ્યક્દષ્ટિ કહેવામાં આવે છે. આહા..હા...! નહીંતર રાગ અને પુણ્યને પોતાના માનવા એ મિથ્યાદૃષ્ટિ છે. એને સત્ય