________________
૩૦૪
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- ગરીબ ઈ ડાહ્યા હોય ?
સમાધાન :- ઈ દુનિયામાં કહેવાય છે. બધું સાંભળ્યું છે ને ! જોયું છે ને ! ડાહ્યાના દીકરા હોય, લક્ષ્મીવાળાના) દીકરા હોય (ઈ) હોય તો સમજવા જેવા, મૂરખ જેવા. પણ કહેવાય ડાહ્યા. અને ગરીબના છોકરા હોય હોશિયાર હોય પણ પૈસા નહિ એટલે કહેવાય મૂખ. એ દુનિયા – પાગલ તો આ રીતે કિંમત કરે છે.
અહીંયાં તો પ્રભુ અંદર આત્મા આનંદનો નાથ પ્રભુ ! આહા..હા.... અનાદિઅનંત જે સચ્ચિદાનંદ પ્રભુ અંદર શુદ્ધ ચૈતન્યઘન (), એની લક્ષ્મી જેને પ્રાપ્ત થઈ એ અંદરમાં લક્ષ્મી છે. અંતર આનંદ ને જ્ઞાન ને શાંતિની, સ્વચ્છતાની લક્ષ્મી છે. એ ભગ એટલે લક્ષ્મી અને વાન એટલે સ્વરૂપ. અંદર આત્માનું ભગ સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ છે. આહા..હા...! પણ આનંદની લક્ષ્મી, આ તમારી ધૂળની નહિ.
એને અહીંયાં કહે છે કે, હે પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! આહા..હા....! તારો આશ્રય છોડીને તેં જે વ્યવહાર છે તેમાં પરનો આશ્રય લીધો. પોતાનો આશ્રય છોડીને અન્યઆશ્રય લીધો). અન્ય-આશ્રયનો અર્થ એવો કર્યો. ‘વિપરીતપણું તે જ છે..” પોતાનો આશ્રય છોડીને, આનંદના નાથનું આલંબન છોડીને જેણે પોતાના સ્વરૂપથી વિપરીત બીજી ચીજ છે, તે પોતાથી વિપરીત છે તેનો આશ્રય લીધો). આહા..હા...!
અન્યાશ્રય: અન્યનો આશ્રયની વ્યાખ્યા શું ? “ચ એટલે “વિપરીતપણું તે જ છે.” “આશ્રય: “અવલંબન...” આ..હા..હા...ભાષા જુઓ ! ટીકા પણ (કેવી) ! અંતર પ્રભુ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો આશ્રય છોડીને વ્યવહારમાં અન્યનું – વિપરીતપણાંનું અવલંબન છે, નિશ્ચયમાં આત્માનું અવલંબન છે. સત્ય વાત – સત્ય ભાવમાં સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ સત્ય ભાવમાં સત્યના સ્વભાવનું અવલંબન છે. આશ્રય કહો કે અવલંબન કહો (બન્ને એકાર્થ છે). અને વ્યવહારમાં “ન્યાશ્રય: (અર્થાતુ) આત્મા સિવાય અનેરા પદાર્થનું જેને અવલંબન છે. અન્યનો અર્થ વિપરીતપણે કર્યો, આશ્રયનો અર્થ અવલંબન કર્યો. આહા..હા...! વ્યવહારમાં પરનું અવલંબન છે. આહા...હા...! ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ હોય), એ ભાવમાં પરનો આશ્રય – અવલંબન છે. આહા..હા..! સમજાણું કાંઈ ? માટે સ્વના અવલંબન સિવાયનો જેટલો પરનો ભાવ (થાય), સ્વભાવથી ભિન્ન જેટલો વ્યવહારભાવ છે એ બધો અન્ય આશ્રિત વિપરીત અવલંબન છે. અન્ય-આશ્રયનો અર્થ જેને વિપરીત અવલંબન છે. માટે તે છોડાવ્યો છે. આવી વાત છે. અરે...! ક્યાં દરકાર કરી? એણે અનંતકાળ એમને એમ બફમમાં ને બફમમાં જિંદગી મૂઢપણે ગાળે. એમાં વળી પાંચપચાસ લાખ, બે-પાંચ કરોડ થઈ જાય (તો) હું પહોળો ને શેરી સાંકડી (લાગે). જાણે શું અમે મોટા થઈ ગયા ! મૂઢ છે, સાંભળને હવે.
મુમુક્ષુ :- બફમમાં ને બફમાં.