________________
કળશ-૧૭૩
૩૦૫
ઉત્તર :– બફમ્ એટલે કાંઈ ભાન ન મળે. આહાહા...! એટલા શબ્દોમાં કેટલું સમાડી દીધું ! જોયું ?
નિશ્ચય સ્વરૂપ છે, ભગવાન પૂર્ણાનંદ ! તેનો આશ્રય – અવલંબન. સમ્યગ્દર્શનમાં તેનો આશ્રય અને અવલંબન છે. અને દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે તે અન્ય છે, અન્યનો આશ્રય છે એટલે સ્વભાવથી વિપરીતનું અવલંબન છે. આહા...હા...! સમ્યગ્દર્શન, જ્ઞાન ધર્મમાં આત્માનો (આશ્રય છે). પરનો આશ્રય વિપરીત છે, તેનાથી વિપરીત ભગવાન આત્મા છે. આવી વાતું છે. અરે..! એણે ક્યારે આ કામ) કરવું ? આ બધા કરોડોપતિઓ ફૂ. થઈને ચાલ્યા જાય છે. આહા...હા...!
અહીં કહે છે કે, એકવાર સાંભળ તો ખરો, પ્રભુ ! આહા...હા...! શું કહ્યું ઈ ? કાલે અન્યાના અર્થમાં) વિપરીતપણું નહોતું આવ્યું. અન્યનો આશ્રય એટલે કે આત્મા સિવાયના વિપરીત ભાવનો, વિપરીત દ્રવ્યનો આશ્રય. આહાહા..! ચાહે તો ત્રિલોકનાથ તીર્થકર હો, ગુરુ હો કે શાસ્ત્ર હો, પણ તેના અવલંબનમાં, આત્માના આશ્રયે ભાવ (થાય) છે તેનાથી વિપરીત ભાવ થાય છે. કેમકે તેનું અવલંબન વિપરીત છે. આહા..હા...! કહો, સમજાય
છે કાંઈ આમાં ? આ.હા..હા..! આવી વાતું છે. અહીં તો રાડેરાડ પાડે છે. વ્યવહારથી નિશ્ચય થાય. કરો... દયા પાળો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો. (એ) કરતાં કરતાં કલ્યાણ થાશે. એ.. ભાઈ આ બધું સાંભળ્યું છે કે નહિ ? આહા..હા..! અરે.. પ્રભુ ! સાંભળને નાથ ! પ્રભુ ! અહીં પરમાત્માનો પોકાર છે ! ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમેશ્વર ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા. આહાહા...! સમજાણું કાંઈ ? એ વાત આ છે. આહા..હા....! છે ? એ વાત અહીંયાં છે, ત્યોને !
વિપરીતપણું...” પહેલાં આવી ગયું ને ? એ તો વધારે અહીં મૂકયું છે. વિપરીતપણું તે જ છે અવલંબન જેનું... આહા..હા....! શું કહે છે ? કે, વ્યવહાર કોને કહીએ ? કે, આત્મા સિવાય જેને વિપરીતનું અવલંબન છે તેને વ્યવહાર કહીએ. તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આ..હા..હા..!
મુમુક્ષુ :- ‘વિપરીત’ શબ્દ જરા આકરો લાગ્યો.
ઉત્તર :- તેથી તો આજે ખુલાસો કર્યો. એ માટે તો ફરીને લીધું. અન્ય-આશ્રયનો અર્થ – પોતાના આત્માના આનંદના સ્વભાવના આશ્રય સિવાય પોતાથી વિપરીત પરપદાર્થ છે, તેનો જેને આશ્રય – અવલંબન છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? અંદર છે કે નહિ ? અંદર છે કે નહિ ? પુસ્તક છે કે નહિ ? આ પુસ્તકનો અર્થ થાય છે કે ઘરનો અર્થ થાય છે ?
મુમુક્ષુ :- અર્થ તો ઘરનો જ હોય ને ! ઉત્તર :- ઘરનો તો છે પણ આ શબ્દનો અર્થ આમ છે ને ? આહા..હા..! આ ચાર