________________
કળશ-૧૭૩
૩૦૩ તેનાથી વિપરીત વ્યવહાર છે એ અન્યનો આશ્રય છે. અન્ય આશ્રયનો અર્થ કર્યો કે, સ્વરૂપથી વિપરીત ભાવ છે. સ્વરૂપનો આશ્રય નથી, વિપરીત ભાવનો આશ્રય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ ! પણ સમજવા જેવી છે, બાપા ! આ મનુષ્યપણું મળ્યું છે તે ચાલ્યું જશે. .. થઈને રાખ થઈ જશે. આ તો હાડકાં છે. આ (શરીર) મસાણમાં રાખ – ધૂળ થઈ જશે. અંદર ભગવાન આત્મા છે ઈ કામ નહિ કરે તો ચાર ગતિમાં રખડશે. ચોરાશી (લાખ) યોનિમાં રખડશે. આહા...હા...!
અહીં એ કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો નાથ ! આહા..હા...! ભગવંત કરીને તો બોલાવે છે. આચાર્યો “ભગવાન આત્મા’ એમ કહે છે. આહા...હા...! ભગ નામ લક્ષ્મી. આનંદ અને જ્ઞાનની લક્ષ્મીવાન. એ આનંદની લક્ષ્મીવાન સ્વરૂપ ભગવાનનું છે. માટે ભગવાન કહે છે. આ ધૂળ નહિ. ભાઈ ! આ પૈસા બે-પાંચ કરોડ ધૂળ થઈ અને હું શેઠિયો થયો. શેઠિયા નથી, એ તો બધા હેઠિયા છે. આહા...હા...!
પ્રશ્ન :- શેઠ એટલે કોણ ?
સમાધાન :- શેઠ એ કે, જેણે ભગવાન આનંદસ્વરૂપ ને જ્ઞાનસ્વરૂપની લક્ષ્મીની દૃષ્ટિજ્ઞાનમાં પ્રાપ્તિ થઈ એ શેઠ – શ્રેષ્ઠ છે). એ શેઠ – એ શ્રેષ્ઠ છે). ધૂળના ધણી શેઠ
છે) એ હેઠ (છે). ઈ હેઠે – નીચે ઊતરી ગયા છે. ભગવાન અહીં તો વાતો બીજી છે, પ્રભુ ! તારા અંતરની વાતું છે. તું અંદર કોણ છો ? આ તો હાડકાં માટી – ધૂળ છે. આ મસાણની રાખ થઈને ઊડી જશે પણ તું કંઈ ભેગો ઊડી જઈશ ? આહા...હા..! અહીં અત્યારે રાખ છે.
એ તો આપણે ઘણીવાર દાખલો નથી આપતા ? કોઈ ચુંક વાગે ને ? ચૂંક, ખીલો. ખીલો ! લોઢાનો ખીલો – ચંક વાગે તો અમારે કાઠિયાવાડમાં એમ કહેવાય છે કે, ભાઈ ! મારી માટી પાકણી છે તો પાણી નહિ અડાડશો. માટી. માટી. આ માટી છે. મારી માટી પાકણી છે, એમ કહે છે ને ? પાકણી છે તો પાણી નહિ અડાડશો. ત્યાં એમ કહે કે, આ મારી માટી પાકણી છે. આ તો માટી છે. મારી માટી પાકણી છે. એમ કહે છે ને ? તમારે હિન્દીમાં કાંઈક હશે ને ? મારી માટી પાકણી છે. પાણી નહિ લગાડશો, જળ નહિ લગાડશો. એક બાજુ કહે કે, મારી માટી છે. આ તો માટી છે. ભગવાન તો અંદર ભિન્ન છે, ચૈતન્ય છે. આહા...હા..! અરે.રે...! કાંઈ ખબરું ન મળે. મૂઢની જેમ એ બધા ધૂળવાળા.... ભલે બે-પાંચ કરોડ ધૂળ ભેગી થઈ હોય. ભગવાન તો એને ભિખારા કહે છે, રાંકા – વરાંકા (કહે છે).
મુમુક્ષુ – જગતમાં બોલબોલા પૈસાની છે.
ઉત્તર :- પાગલ તો પાગલને જ વખાણે ને ! દુનિયા આખી પાગલ છે. ભાઈ! પાગલ છે ? પૈસાવાળાને મોટા કહે ઈ બધા પાગલ છે. આહા...હા...!