________________
૩૦૨
કલશામૃત ભાગ-૫
આહા..હા...! પ્રભુ ! અહીં વીતરાગ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી છે અને તેના ભાવ છે એ સંતો આતિયા થઈને જગતને જાહેર કરે છે. માલ તો આ છે, ભાઈ ! તને ખબર નથી. આહા..હા...! તું અંદર કોણ છો ? આહા..હા...! તારી ચીજ સત્ શાશ્વત છે. શરીર તો સંયોગ છે, આ જન્મમાં સંયોગ થયો અને મૃત્યુ વખતે દેહ છૂટી જશે. આત્માનો જન્મ થાય છે ? આત્મા તો અનાદિ છે. આહા..હા...! અને અનંતકાળ રહેશે.
અહીંયાં કહે છે કે, એ આત્મા જે છે એ તો અતીન્દ્રિય આનંદ અને વીતરાગમૂર્તિ જિનસ્વરૂપી પ્રભુ છે. તેની જેને અંતરષ્ટિ થઈ તેને ધર્મની પહેલી સીડી - શરૂઆત થઈ ગઈ. એને ધર્મની શરૂઆત થઈ ગઈ, ભવના અંતની શરૂઆત થઈ ગઈ. આહા..હા..! એ જીવને મિથ્યાત્વભાવ થતો નથી. કેમકે જેટલો મિથ્યાત્વભાવ છે તેટલો વ્યવહા૨ છે અને જેટલો વ્યવહાર છે તેટલો મિથ્યાત્વભાવ છે, એમ કહ્યું. કહ્યું ને ?
‘મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે.’ એમ કહ્યું. આહા...હા...! આ અપેક્ષાએ હોં ! આહા..હા...! ભાઈ ! સમકિતીને વ્યવહાર તો આવે છે. અનુભવી (જેને) આત્માનો અનુભવ થયો (કે), હું શુદ્ધ ચૈતન્ય છું. એવું થવા છતાં જ્યાં સુધી પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભથી બચવા માટે શુભભાવ આવે છે. પણ એ વ્યવહાર મારો છે એવી માન્યતા નથી. આહા..હા...! અને એ વ્યવહારથી મને લાભ થશે, એવી માન્યતા નથી.
અહીંયાં તો વ્યવહારથી મને લાભ થશે (એમ જે માને છે) તેટલો વ્યવહાર, તેટલાથી લાભ થશે તેટલો મિથ્યાત્વભાવ છે. બન્ને એક ચીજ છે. આહા..હા...! આવી વાતું છે, પ્રભુ !
આહા..હા...!
પ્રશ્ન :- વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય એ વાત કર્યાં ગઈ ?
સમાધાન :– એ વાત તો કયાં ગઈ ? એ પંડિતને પૂછો. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે ! આહા..હા...!
ભગવાન ! વ્યવહાર તો રાગ છે ને પ્રભુ ! આત્મસ્વરૂપની પ્રાપ્તિ રાગથી થાય છે ? એનું સ્વરૂપ તો વીતરાગ સ્વરૂપ છે, વીતરાગ જિનસ્વરૂપ છે. જિનસ્વરૂપ વીતરાગપર્યાયથી પ્રાપ્ત થાય છે, જિનપર્યાયથી જિન પ્રાપ્ત થાય છે. રાગપર્યાયથી જિનપર્યાય, જિનસ્વરૂપ પ્રાપ્ત થાય છે ? આહા..હા...! સમજાણું કાંઈ ?
‘મિથ્યાત્વના ભાવ તથા વ્યવહા૨ના ભાવ એક વસ્તુ છે. કેવો છે વ્યવહાર ? હવે જુઓ ખુબી ! આહા..હા...! વ્યવહાર કોને કહીએ ? અને વ્યવહાર છે કેવો ? ‘અન્યાશ્રય:’ આ..હા...! શબ્દ આ પડ્યો છે. ભગવાનઆત્મા આનંદસ્વરૂપ પ્રભુ ! તેનો આશ્રય છોડીને જેટલો ૫૨નો આશ્રય લીધો એ અન્ય આશ્રય (છે). એ અન્ય આશ્રયનો અર્થ વિપરીત ભાવ, એમ લીધું. અન્ય આશ્રય એટલે વિપરીતપણું. આહા..હા...! શું કહે છે ?
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર જે ધર્મની પર્યાય છે તેમાં તો આત્માનો આશ્રય છે અને