________________
કળશ-૧૦
આ જીવે આ જીવને માર્યો... આહા..હા...! મેં એકેન્દ્રિય જીવને માર્યા, મેં પંચેન્દ્રિયને માર્યાં. આહા..હા...! એવો જે અભિપ્રાય, એવો જે આશય એ અધર્મનો આશય છે, મિથ્યાત્વ પરિણામનો એ આશય છે. આહા..હા...! જે મિથ્યાત્વ અનંત ચાર ગતિના પરિભ્રમણનું મૂળ
છે.
૨૩૩
આ જીવે આ જીવને જિવાડ્યો...' આહા..હા...! કોણ કોને જિવાડે ?
મુમુક્ષુ :- ડૉક્ટરો દવા આપીને જિવાડે.
ઉત્તર :– ધૂળેય દવા આપી શકતા નથી. દવા પરમાણુ છે, જાવું ને આવવું એને કા૨ણે છે) અને દવાથી ત્યાં મટે છે એ ત્રણકાળમાં નથી. આકરી વાત છે, બાપા ! આહા..હા....! વીતરાગ તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે, આ જીવે આને માર્યો, આ જીવે આને જિવાડ્યો, આ જીવે આને સગવડતા આપી, આહાર-પાણી, મકાન, લૂગડા (આપી) એને સુખી કર્યો, આ જીવે એને અગવડતા આપીને દુઃખી કર્યો. એ બધા અભિપ્રાય – પરિણામ મિથ્યાત્વના – અધર્મના, નવા બંધના કારણરૂપ પરિણામ છે. આહા..હા...!
મુમુક્ષુ :- સમિતિમાં બધાને સગવડતા આપી ઈ પાપ છે.
ઉત્તર :– કોણ આપી શકે ? પ્રમુખ) ત્યાં (સગવડતા) આપતા હશે ? શું કહેવાય પેલા તમારા ? ટેબલ ! ટેબલ ને ખુરશીયું ને વાટયા ને થાળ્યું ને માથે પંખા ને... રાતમાં દીવા-બત્તી એ બધા ખાના૨ને-પીનારને હું આ બધી સગવડતા આપું છું – એ અભિપ્રાય મિથ્યાત્વ છે. કહો !
મુમુક્ષુ :
લોકો સમિતિ સંકેલી લેશે.
ઉત્તર ઃકરે છે કોણ તે સંકેલે ? આહા..હા...! એ સમિતિના પરમાણુઓ જે છે કે એના જીવ જે છે એ તો એના પોતાના પરિણામથી ત્યાં કામ કરે છે. એમાં બીજો એના પરિણામથી એનું કામ કરે એ વાત સાચી નથી, તદ્દન જૂઠી છે. અને આ પાપ તો મિથ્યાત્વ – અનંત સંસારનું મૂળિયું છે. આહા..હા...! આસક્તિનો કોઈ ચારિત્રદોષ હોય એનું પાપ અલ્પ છે પણ આ તો મહામિથ્યાત્વ અભિપ્રાય (છે). કરી શકતો નથી અને મેં બધાને વ્યવસ્થિત કર્યાં (એમ માને). આહા..હા...!
મુમુક્ષુ :
કરનારને દંડ પડ્યો.
ઉત્તર ઃકર્યું છે કયાં ? માન્યું છે. એને માન્યાનો દંડ છે. આવી વાત છે, ભાઈ ! આહા..હા...! આ છોડીયુને બધું શીખવ્યું, ભરત ભરવા, રોટલી કરવા, શેરા કરવા, ચૂરમા કરવા, એમ મેં એને શીખવ્યું. એ અભિપ્રાય મિથ્યાત્વ છે, અધર્મ છે. અરે... અરે..! આવી વાતું છે !
એ અહીં કહે છે. ‘એવો ભાવ જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે.’ અનંત સંસારના કર્મ છે એનું એને બંધન થાય છે. આહા..હા...! એમાં દર્શનમોહનો બંધ થાય છે પણ