________________
કળશ-૧૦૨
૨૫૫
છે, અમારા ઘરની પાસે હતા. અમારી બા ત્યાંના ખરા ને એટલે મુસલમાનને અમે મામા કહેતા અને એની વહુને માસી કહીએ અને એને મામા (કહીએ). મારી બા એ ગામના ખરા ને (એટલે). ત્યાં ‘ઉમરાળા’(માં) અમારું મોસાળ મોટું, પૈસાવાળા હતા. ઘણી દુકાનો, મકાનો, બધા પૈસાવાળા. બધું પાયમાલ ખલાસ થઈ ગયું, બધું પાંજરાપોળને આપી દીધું. દીકરા, દીકરી કોઈ નહિ. એટલે ત્યાં લગ્ન કરતા હતા ત્યારે ત્યાં બેઠા હતા, નાની ઉંમરની વાત છે. ફલાણું કબૂલ ? કન્યા માટે જરૂર પડે તો પાણીની માટલી પણ તારે ભરી દેવી પડશે, કબૂલ ? ભાઈ ! સાંભળ્યું હતું ? મુસલમાનના લગ્નમાં આવું હોય છે. અમે તો બધું જોયું છે.
મુમુક્ષુ :– કાણી, કુબડી કબૂલ એમ પૂછે.
ઉત્તર :– હા, ઈ બધું બધું, ગમે એવી હોય. આ બાઈ રોગી હોય તો કબૂલ ? એમ બધું કબૂલ કરાવે. અરે... અરે...!
એમ અહીંયાં અજ્ઞાની કહે છે, આ મારું, આ મારું એવું કબૂલ કરીને પડ્યો છે, માળો ! હવે તારી એ કબૂલાત છોડી દે, પ્રભુ ! તારે હવે રખડવું બંધ કરવું હોય તો. આહા...હા...! હું તો એક જાણના૨-દેખનાર ચૈતન્ય છું. જાણનાર-દેખનાર ભગવાનઆત્મા જ્ઞાતાદૃષ્ટા છું. પર વસ્તુ મારી એ મારા સ્વરૂપમાં છે નહિ. આહા..હા...! આવી વાત છે. એને અહીં સમકિતી અને જ્ઞાની કહે છે, લ્યો !
જેને રાગ હું છું, પુણ્ય હું છું, પાપ હું છું એ દૃષ્ટિ છૂટી ગઈ છે. આહા..હા....! એ ૧૭૨ શ્લોક (પૂરો) થયો ને ? હવે ૧૭૩. ૧૭૩ બહુ સરસ શ્લોક છે. સંતોની વાણી, દિગંબર મુનિઓની (વાણી), સનાતન જૈનદર્શન ! આ..હા..હા...! અનાદિનું વીતરાગદર્શન છે એ દિગંબર દર્શન છે, એ જૈનદર્શન છે. સમજાણું કાંઈ ? આહા..હા....! એ મુનિરાજ કહે છે... ૧૭૩ છે ને ?
(શાર્દૂનવિદ્રીડીત)
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः । सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्रिन निजे बध्नन्ति सन्तो धृतिम् । ।११-१७३ ।।